સુરત ટ્રાફિક રીજીયન 1 ના હપ્તા અંગેની વાતચિતનો ઓડીઓ વાયરલ.

સુરત ટ્રાફિક રીજીયન-૧ ના માસિક હપ્તા અંગેનો ઓડિયો વાયરલ.

આઈસર, જી.સી.બી અને છોટા હાથીના ભાવ નક્કી કરતા ટ્રાફિક રીજીયન-૧ ના ACP ઝેડ.એ.શેખ ના વિશ્વાસુ અને ખાનગી રીક્ષા વાળા ભૂરાભાઈ ઉર્ફે ઘનશ્યામભાઈ.

સુરત ટ્રાફિક રીજીયન-૧ ના ACP ઝેડ.એ.શેખની કામગીરી પર ઉઠ્યા સવાલો.

વરાછા વિસ્તાર સાથેના રીજીયન-૧માં દરોજ હજારોની સંખ્યામાં ચાલે છે વાહનો.

શું તમામ વાહનોને મેમો થી બચાવવા આપવો પડે છે હપ્તો ?

આ રીતે સુરત શહેરમાં કરોડોની ઉઘરાણી દર મહિને થતી હોવાનું અનુમાન.

એલ.આર થી લઈને ઉચ્ચ અધિકારી સુધી હપ્તો પોચાડતા હોવાની વાત ચાલે છે.

નવા ગૃહ મંત્રી આ વાતને ગંભીરતાથી લેશે ?

આગળ સુરત શહેરના ટોઇંગ ક્રેન વાળા પાસે થી કહેવાતા પત્રકાર ભાવિક દલાલ દ્વારા અધિકારીઓ વતી માસિક હપ્તા ઉઘરાવતા હતા તે તાપસ માં તપાસ અધિકારી એ.સી.પી દવે દ્વારા રિપોર્ટ કરવામાં આવેલ હતો કે ડ્રાઇવરોને આપવામાં આવેલ “મોબાઈલના હપ્તો ઉઘરાવતી ઓડીઓ ક્લિપ વાયરલ થયેલ છે, જેથી કોઈ કાર્યવાહીની જરૂર નથી.” હવે ACP ઝેડ.એ.શેખના નામથી વાયરલ થયેલ આ ઓડીઓ ક્લિપ માં કઈ નવી કહાની બનાવવામાં આવે છે તે માટે રાહ જોવી પડશે.

ACB ની તપાસ ની માંગણી ઉઠી છે. નીચેથી ઉપર સુધી હપ્તો સમયસર પોહચતાં હોવાથી આ તાપસ પણ સગે-વગે થવાની સંભાવના.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *