TRB ને માત્ર ટ્રાફિક સંચાલન કરવા આદેશ કરનાર ટ્રાફિક DCP ના ઘરે ત્રણ તથા Adl CP ના ઘરે એક TRB જવાન ઘરકામ કરે છે.

TRB ને માત્ર ટ્રાફિક સંચાલન કરવા આદેશ કરનાર ટ્રાફિક DCP ના ઘરે ત્રણ TRB જવાન ઘર કામ કરે છે.!

ટ્રાફિક ડીસીપી પ્રશાંત સુંબેના સરકારી કોટરમાં ઘર કામ કરી રહેલ TRB જવાન નો ઓડીઓ વાયરલ.

એડિશનલ સી.પી ટ્રાફિક એન્ડ ક્રાઇમ શ્રી શરદ સિંઘલ ના ઘરે પણ TRB જવાન ઘરકામ કરતા હોવાનો ઓડિયોમાં ખુલાસો.

ગત અઠવાડિયામાં DCP ટ્રાફિકની સુચનાથી જણાવવામાં આવેલ છે કે, “TRB જવાનો પાસે માત્ર ને માત્ર ટ્રાફિક નિયમનની ફરજ લેવા માટે અવર નવર લેખીત તથા મૌખિક સુચનાઓ આપવામાં આવેલ હોવા છતાં TRB ના જવાનો દ્વારા એન્ફોર્સમેન્ટની કામગીરી તેમજ વાહનો રોકતા હોવાનું ધ્યાને આવેલ છે. જેથી હવે પછી કોઇ પણ TRB જવાનો એન્ફોર્સમેન્ટની કામગીરી અથવા તો વાહન રોકવાની કામગીરી કરી રહેલ હોવાનું જણાશે તો સંબંધિત સર્કલ/ રીજીયન ઇન્ચાર્જ ની જવાબદાર ગણી શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.”

આવો હુકમ કરનાર ટ્રાફિક ડીસીપી પ્રશાંત સુંબેના સરકારી કોટરમાં ઘર કામ માટે સવારે ૨ અને બોપાર પછી ૧ TRB જવાનને વગર યુનિફોર્મ માં કામે લગાવવામાં આવેલ છે. જેમનો પગાર ટ્રાફિક જીયન -૧, રોકડિયા હનુમાન વાળા ACP ઝેડ.એ.શેખ ના કાર્યાલય માં બતાવામાં આવેલ છે. ડી.સી.પી પ્રશાંત સુંબેના ઘરે કામ કરી રહેલ TRB જવાન આખા મહિનાની રજા પાડવામાં આવેલ હોવા છતાં ડીસીપીની મહેરબાનીથી પૂરેપૂરો પગાર ચૂકવામાં આવે છે. ( TRB જવાનને ભથ્થું પણ ચૂકવામાં આવે છે.)

એડિશનલ સી.પી ટ્રાફિક એન્ડ ક્રાઇમ શ્રી શરદ સિંઘલ ના ઘરે પણ TRB જવાન ઘરકામ કરતા હોવાનો પણ ઓડિયોમાં ખુલાસો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *