કોમન સર્વિસ સેન્ટર CSC પર થતા કામો અંગે જાણકારી મેળવો. CSC સેન્ટરમાં કેટલી કમાણી થાય અને કઈ રીતે ખોલી શકાય ? જાણો અહી.

કોમન સર્વિસ સેન્ટર(CSC) શું છે? તે કેવીરીતે ખોલી શકાય, કેવીરીતે કમાણી થાય?,જાણો અહીં સંપૂર્ણ પ્રોસેસ.

આ દિવસોમાં જો તમે તમારું પોતાનું કોઈ કામ શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો તમે કોમન સર્વિસ સેન્ટર (CSC) ખોલી શકો છો. લોકોને ઘણા સરકારી દસ્તાવેજો બનાવવા, તેને એક-બીજા સાથે લિંક કરવા, અપડેટ કરવા વગેરેમાં CSCની જરૂર હોય છે. CSC દેશના તમામ રાજ્યોમાં પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ (PPP) મોડલ પર કામ કરે છે. આવી સ્થિતિમાં CSC ખોલીને તમે સારી એવી કમાણી કરી શકો છો.

શું છે કોમન સર્વિસ સેન્ટર(CSC)? :- ડિજિટલ સેવા ચલાવતા કેન્દ્રને કોમન સર્વિસ સેન્ટર કહેવામાં આવે છે. મુખ્ય રીતે CSCએ ભારતીય નાગરિકોને સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી સુવિધાઓને પહોંચાડવાનું એક સાધન છે જેમાં મુખ્ય રીતે કૃષિ, શિક્ષણ, બેંકિંગ, સ્વાસ્થ્ય, મનોરંજન અને નાણાકીય સેવાઓની સાથે ઉપયોગિતા ચૂકવણીની સાથે ઘણી બધી યોજનાઓ પણ સામેલ કરવામાં આવે છે.

CSC પર કયા કયા કામ થાય છે? :- CSC દ્વારા બર્થ સર્ટિફિકેટ, આધાર કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઈવિંગ લાયસન્સ, એડમિટ કાર્ડ, એપ્લિકેશન ફોર્મ, પેન્શન અપ્લાય, ITR ફાઈલિંગ, વીજળી બીલની ચૂકવણી, ટ્રેન/એરલાઈન્સ ટિકિટ અને સરકારી યોજનાઓનું કામ વગેરે કરી શકાય છે.

કેવી રીતે કમાણી થાય છે? :- સીએસસીથી તમે સારી એવી કમાણી કરી શકો છો. CSC સંચાલકોને દર બેંકિંગ ટ્રાન્ઝેક્શન પર સરકાર ૧૧ રૂપિયા આપે છે. તે સિવાય અહીં રેલવે, બસ અને ફ્લાઈટની ટિકિટ પણ બુક કરાવી શકાય છે. તેના માટે પણ CSC સંચાલક ચાર્જ લે છે. બીલોની ચૂકવણી અને સરકારી યોજનામાં રજિસ્ટ્રેશન જેવા ઘણા કામ CSC દ્વારા કરવામાં આવે છે. તેનાથી પણ CSC સંચાલકની કમાણી થતી રહે છે.

CSC કોણ ખોલી શકે છે? :- CSC ખોલવા માટે તમારી પાસે પાન કાર્ડ હોવું જોઈએ અને તમારી ઉંમર ૧૮ વર્ષથી વધારે અને ૧૦ મુ પાસ હોવું જરૂરી છે. તમને કમ્પ્યુટર ચલાવતા આવડતું હોવું જોઈએ. CSC ખોલવા માટે તમારી પાસે ૧૦૦-૨૦૦ ચોરસ મીટર ખાલી જગ્યા હોવી જોઈએ. તેની સાથે તમારી પાસે ઓછામાં ઓછા ૨ કમ્પ્યુટર હોવા જોઈએ. એક પાવર બેકઅપની પણ જરૂર પડશે. તે ઉપરાંત CSC ખોલવા માટે તમારી પાસે એક પ્રિન્ટર અને ઈન્ટરનેટ કનેક્શન હોવું જરૂરી છે. તે સિવાય સ્કેનર અને વેબ કેમની જરૂર પણ પડશે.

CSC ખોલવા TES સર્ટિફિકેટની જરૂર રહે છે :- CSC ખોલવા માટે પહેલા CSC IDની જરૂર પડશે, જે પ્રાપ્ત કરવા માટે સૌથી પહેલા ટેલીકમ્યુનિકેશન એન્જિનિયરિંગ સેન્ટર (TEC) પાસેથી સર્ટિફિકેટ પ્રાપ્ત કરવું જરૂરી છે. તેના માટે ૧૪૭૯ ફી આપવી પડશે. તેના માટે www.cscentrepreneur.in પર જવું. ત્યારબાદ ટેસ્ટ આપવો પડશે. ટેસ્ટમાં પાસ થવા પર તમને સર્ટિફિકેટ મળી જશે.

કેવી રીતે ખોલી શકાય છે CSC? :-

  • નવા રજિસ્ટ્રેશન માટે સત્તાવાર વેબસાઈટ www.csc.gov.in પર જવું પડશે.
  • અહીં નીચેની તરફ CSC VLE રજિસ્ટ્રેશન પર ક્લિક કરવું.
  • ત્યારબાદ બીજા પેજ પર તમારે અપ્લાયમાં જઈને ન્યૂ રજિસ્ટ્રેશન પર ક્લિક કરવું પડશે.
  • અહીં TES સર્ટિફિકેટ નંબર, મોબાઈલ નંબર અને કેપ્ચા કોડ નાખીને સબમિટ પર ક્લિક કરવું પડશે.
  • ત્યારબાદ બીજા પેજ પર તમારે તમારું નામ, આધાર કાર્ડનો નંબર, પ્રમાણીકરણનો પ્રકાર અને સાથે કેપ્ચા કોડ આપવામાં આવે છે જેને ત્યાં ભરવો પડશે.
  • અહીં તમને કિઓસ્ક, વ્યક્તિગત, રહેણાંક, બેંકિંગ, દસ્તાવેજ અને અહીં પર હાજર ઈન્ફ્રાસ્ટ્રક્ચર જાણકારી પણ આપવી પડશે.
  • તમારે તમારા પાન કાર્ડની કોપી સ્કેન કર્યા બાદ અહીં મૂકવી પડે છે. તમારે તમારો ફોટો પણ અહીં અપલોડ કરવો પડશે.
  • ત્યારબાદ તમે તમારી એપ્લિકેશન ચકાસ્યા પછી સબમિટ કરી શકો છો
  • પ્રોસેસ પૂરી થયા બાદ તમારા રજિસ્ટર ઈમેલ ID પર એક મેલ આવે છે જેમાં તમારા રજિસ્ટ્રેશનની પુષ્ટિ થઈ જાય છે.
  • ત્યાર પછી તમે તમારું કોમન સર્વિસ સેન્ટર ખોલી શકો છો.

તેથી,જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જણાવો અને તમારા મિત્રોને શેર કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *