નીતિન કાકા તમે બહું મોટી ભૂલ કરી ગયા, જાણો ગાંધી જયંતિ ઉપર ડો ચિંતન વૈષ્ણવે આવું કેમ કહ્યું.

“દ્રઢ મનોબળની જીત”

આજે 2 ઓકટોબર. ગાંધીજયંતિ. આમ તો મહાત્મા ગાંધી પોતે અભ્યાસ કરવા માટેનો એક મોટો વિષય બની ગયા. તેમના ઉપર અસંખ્ય સ્કોલરોએ Ph.D. કર્યું છે. આફ્રિકામાં તેમના થયેલા અપમાન બાદ એમણે નિશ્ચય કર્યો અંગ્રેજોને ભારતમાંથી ખદેડવાનો. ભલે આપણો દેશ બીજા વિશ્વયુદ્ધના કારણે આઝાદ થયો પરંતુ ગાંધીજીએ એમની અહિંસા અને અસહકારની Unique નીતિ અપનાવીને અંગ્રેજોને ધોળે દિવસે તારા તો દેખાડી જ દીધેલા. કટિબદ્ધતા કોને કહેવાય એ ગાંધીજી પાસેથી શીખવા જેવું ખરું.

તેઓ સ્વચ્છતાના ખૂબ આગ્રહી હતા એ આપણે જાણીએ છીએ. થોડા વર્ષો અગાઉ લગભગ 2015 માં દેશના વડાપ્રધાને સફાઈ અભિયાન શરુ કરાવ્યું. આખા દેશમાં રાજકીય નેતાઓ અને અધિકારીઓએ હાથમાં સાવરણા લઇને (જાણે પોતે આખો વિસ્તાર વાળીને સાફ કર્યો હોય એમ) ફોટા પડાવ્યા અને સોશીયલ મીડીયામાં વાયરલ કર્યા. આમ જુઓ તો આ બધુ ધતિંગ સિવાય કંઈ હતું નહિ. એક અધિકારી તરીકે મે આ બધુ મારી નજરે જોયેલ. નેતો આવે, હાથમોજા પહેરે અને ઝાડુ હાથમાં રાખીને ફોટો પડાવી જતો રહે.

Anyway વાત કરું મારી પોતાની તો વર્ષ 2012 ના સપ્ટેમ્બર મહિનામાં મારી નિમણુંક મહેસાણા મામલતદાર તરીકે થઈ. મને થયુ કે મોટા શહેરમાં કચેરી નવી હશે, ઓફિસ અને ચેમ્બર જમાવટ હશે અને મજા આવશે. જયારે હું હાજર થયો ત્યારે વાસ્તવિક ચિત્ર વિપરીત જોવા મળ્યું. કચેરી તો નવી હતી પરંતુ ચારે તરફ ગંદકી, પીવાનું પાણી ખરું પણ ચોખ્ખું નહિ. યુરીનલમાં તો ઘૂસવાની કાચા પોચાની ત્રેવડ નહિ. અરજદારો માટે Waiting Room નહિ. સ્ટાફને બેસવા માટે સારી ઢંગની ખુરશીઓ નહિ. બ્રાંચ ઉપર કોઇ નામકરણ નહિ. મામલતદારની ચેમ્બર પણ ખસ્તા હાલતમાં.

કચેરીનો રેકર્ડ રુમ એકદમ અસ્તવ્યસ્ત. કોઇ અરજદાર રેકર્ડ માંગે તો એ શોધવામાં મેળ જ પડે નહિ એવી ગંભીર હાલત. વધારાનો કચરો પણ રેકર્ડ ભેગો જ એ રૂમમાં રાખેલ. મિટિંગ રૂમ બનાવેલ પરંતુ અંદર ટેબલ, ખુરશીઓ કે વેન્ટીલેશન જેવું કશું નહિ. હકીકતમાં આકચેરી બનાવનાર કોન્ટ્રાકટર સાથે માર્ગ અને મકાન વિભાગના અધિકારીની મીલીભગત હતી અને રૂપિયા ખવાઈ ગયા હતા એટલે કામ અધૂરું અને નબળું હતું.

રોવું આવી જાય એવી બાબત તો એ હતી કે નવી બનેલી એવી કચેરી કે જેનો હજૂ 6 મહીના પહેલા કબજો મળેલ એ કચેરીની લગભગ દરેક દિવાલો પાનની પિચકારી મારીને ખરાબ કરી નાંખેલ. અફસોસ એ કે મોટાભાગની પિચકારીઓ મારનાર કચેરીનો જ સ્ટાફ પટાવાળા, ઓપરેટર, ક્લાર્ક અને નાયબ મામલતદાર કક્ષાના માણસો હતા.

મે હાજર થતાં વેંત જ સ્ટાફને બોલાવીને કહ્યું કે હું બિલકુલ આવું ગંદુ ચલાવી લઈશ નહિ. હું પણ પબ્લિક ટોઇલેટનો ઊપયોગ કરીશ. સફાઈ કોન્ટ્રાકટરને રૂબરૂ બોલાવીને કહી દીધું કે જો અત્યારથી જ બરોબર સફાઈ શરૂ નથી થઈ તો હું પોતે અને મારો સ્ટાફ હાથમાં ઝાડું લઇને સફાઈ અભિયાન શરુ કરીશું. પત્રકારોને બોલાવીશું અને તારી આબરૂની ધૂળધાણી કરી નાંખીશ. તત્કાલ જ સફાઈ શરુ થઇ ગઇ. જે હું ત્યાં મામલતદાર તરીકે રહ્યો ત્યા સુધી મેં જરા પણ નબળું ચલાવ્યું નહિ.

સ્ટાફમાં કેટલાક ખૂબ ઉત્સાહી, ઈમાનદાર તથા ફરજનિષ્ઠ લોકો પણ હતા. એમને વિવિઘ કામગીરીના મોનીટરીંગની જવાબદારીઓ સોંપી. મારા ખુદના પગારના પૈસામાંથી મે આખી ઓફિસમાં કલરકામ કરાવ્યું. હું રહ્યો ત્યા સુધી વટથી મે કોઇને પાનની પિચકારી મારવા નથી દીધી. સ્ટાફને પણ માવો ખાઈને ઑફિસમાં નહિ ઘૂસવાની સ્પષ્ટ સૂચના હતી. જેની પણ કડક અમલવારી કરાવેલ.

વધારાની બિનજરૂરી ચીજોનો નિકાલ કરાવીને રેકર્ડરુમ વ્યવસ્થિત કરાવેલ. HDFC Bank સાથે Tie up કરીને અમર દરેકના પગાર ખાતા ત્યાં open કરાવવાના બદલામાં મે મારી ઑફિસમાં એમની પાસે લાઈટ વાળુ મોટું બોર્ડ, દરેક બ્રાંચની નામકરણ વાળી પ્લેટ, સ્ટાફની નેમ પ્લેટ, ઇન્કમ્બન્સી ચાર્ટ, સૂચનાઓની પ્લેટ્સ વગેરે બનવરાવ્યું. કચરાપેટીઓ મુકાવરાવી.

કેટલીક અગત્યની ફાઈલો મારી પાસે હતી કે જેનાં બદલામાં મોટેભાગે અઘિકારીઓ પૈસા બનાવી લેતા હોય છે. મારી પદ્ધતિ બીજાઓથી અલગ હતી. મે એમના કામ કરી આપ્યા અને એમને વિનંતિ કરીને કોઈપણ જાતના પ્રેશર વગર કચેરીના નવીનીકરણ માટે મદદ કરવા જણાવ્યું. કારણકે સરકારી તંત્રમાં કોઈ કામ ક્યારેય ચેનલ મૂજબ કરો તો ઝડપથી થાય નહિ. આમ દાતાઓની મદદથી કોમ્પ્યુટર, પ્રિન્ટર, શેડ, ખુરશીઓ, ટેબલ, બે મોટા RO plants, Waiting Room માટેના બાંકડાઓ વગેરે Infrastructure વસાવ્યું. Corporate Office પ્રકારની મે મારી ઓફિસ બનાવેલ.

અહીથી લોકોને Zerox કરાવવા ખૂબ dur જવું પડતું. એમના માટે મે કચેરીમા જ Zerox મશીન મુકાવરાવ્યું. જે આજે પણ અહીં કાર્યરત છે. બારીઓમાં પડદા લગવરાવ્યા. Gswan Room કે જયા કચેરીનું સર્વર rakhelu હોય ત્યાં સફાઈ હોવી ખૂબ જરુરી જેથી નેટવર્કના પ્રશ્નો ઓછા સર્જાય. ત્યાં મોટેભાગે ખૂબ ગંદકી જોવા મળતી હોય છે. એ જગ્યા Neat & Clean કરાવી. Intercom ફીટ કરાવ્યા. WiFi ફીટ કરાવ્યું. CCTV ફીટ કરાવ્યા. ખાસ તો મેં મારી પોતાની ચેમ્બરમાં પણ કેમેરો લગાવ્યો સાથે Sound પણ. એ કેમેરાનો પાસવર્ડ મેં કલેકટર સાહેબને આપેલ કે આપ આપની ચેમ્બરમાં બેઠા બેઠા મને કામ કરતો જોઈ અને સાંભળી શકશો.

મહેસાણા જેવાં ખૂબ જ એટ્લે ખુબ જ અઘરા તાલુકામાં કે જ્યાં મારે 122 ગામોનો વહીવટ કરવાનો હતો ત્યાં પુષ્કળ પેન્ડિંગ કામો મે ખૂબ ટુંકા સમયગાળામાં પૂર્ણ કરી બતાવેલ. એ પણ વિધાનસભા ચૂંટણીની સાથે સાથે. ચૂંટણીની ચાલુ કામગીરીઓ દરમિયાન પણ મે એકપણ દિવસ કચેરીમાં કોઈપણ બ્રાન્ચમાં રજા રાખેલ નહિ. આપને નવાઈ લાગશે કે અહી એક મોટા નેતાની પાર્ટનરશીપ વાળી વાસી ખોરાક ખવરાવતી લાયસન્સ વગરની હોટેલને તપાસણી કરી Seal લગાવતા માત્ર 5 મહીનામાં જ મારી બદલી કરવામાં આવેલ.

છાતી ઠોકીને કહી શકું છું કે મારી કામગીરી ક્યારેય નબળી હતી નહિ. ભલે મને નબળી કામગીરીનું કારણ આપીને નોકરીમાંથી બરતરફ કર્યો પરંતુ નબળી છે સરકારની નીતિ. નબળા છે આ નેતાઓના સંસ્કારો. નબળા છે ગાંધીનગર બેઠેલા ઉચ્ચ અધિકારીઓના આદર્શો. નબળા છે મતદારો. નબળી છે આપણી માનસિકતા. નબળી છે આપણી ન્યાય પ્રણાલી. પણ હું નબળો નથી. મને ગર્વ છે મારી કામગીરી ઉપર. મને ગર્વ છે મારા મા-બાપે આપેલા સંસ્કારો ઉપર. મને ગર્વ છે મારા આદર્શો ઉપર. હું ગાંધીજીના પુસ્તકો વાંચીને શીખ્યો છું કે “દ્રઢ મનોબળનો માણસ ક્યાંય પાછો પડતો નથી.”

Maximum Share કરો મીત્રો અને તંત્રની સાચી હકીકત લોકો સમક્ષ ખુલ્લી પાડો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *