આર્યુવેદીકની આ વસ્તુથી દૂર થઈ જશે ચામડીના જુના રોગો,જાણો તેના ઉપાયો.

વિશેચામડીના જુના રોગો માટે આ છે આર્યુવેદીક ઉપાયો.

આજના યુગમાં કેવું ભોજન છે તે લગભગ બધાને ખબર જ હશે. આજે ભોજન અનિયમિત અને નુકસાનકારક છે જેનાથી અલગ અલગ બીમારીઓ થતી આવે છે. પરંતુ આપણે અમુક એવાપણ ખોરાકનું સેવન કરીએ છીએ જેનાથી ચામડીના રોગો થવા લાગે છે. આ રોગો એવા છે જેને દવા પણ જલ્દીથી ઠીક નથી કરી શકતી. તો આજે આ લેખ લઈને આવ્યા છીએ જેથી ચામડીના ઘણા એવા રોગો દુર થશે જે દુર કરવામાં મોંઘી દવાઓ લેવી પડે છે. જુના ચામડીના રોગો પણ આ આયુર્વેદિક વસ્તુથી દુર થશે ફક્ત થોડા દિવસોની અંદર.

પેલાના સમયમાં પણ લોકોને ચામડીની સમસ્યા થતી હશે. ત્યારે આવી કોઈ વિદેશી દવાઓ નહોતી તો પણ ઈલાજ થતો હતો. તેવા ઈલાજને આયુર્વેદિક કહેવામાં આવે છે આપણું આયુર્વેદ એક ચમત્કારી વસ્તુ છે જેનાથી પહેલાના સમયમાં કેન્સર જેવી બીમારી પણ ઠીક થઇ જતી હતી. તો આ મામુલી રોગોને પણ દુર કરી શકે છે. તો આજે આપણે જાણીશું ધાધર, ખરજવા, જુના દાગ જેવી બીમારી વિશે. અત્યારે આ રોગો સામાન્ય થઇ ગઈ છે ૧૦૦ લોકો માંથી ૪૦ લોકોમાં આ બીમારી હોય છે.

આજે જે આયુર્વેદિક ઉપાય વિષે જણાવા જઈ રહ્યા છીએ, તે ઉપાયની વસ્તુ દરેક ઘરમાં સામાન્ય રીતે મળી રહે છે. તો ચાલો તે ઉપાય બનાવવાની રીત પહેલા જાણી લઈએ.

આ ઉપાય માટે સામાન્ય ૩ વસ્તુની જરૂર પડશે પેલી વસ્તુ છે , લીમડાનું તેલ, બીજી વસ્તુ છે, કપૂર અને ત્રીજી વસ્તુ છે હળદર.

ઉપાય કરવાની પ્રોસેસ :-

આ ઉપાય કરવા માટે પહેલા ૩ ચમચી લીમડાનું તેલ લેવું. થોડું કપૂર લેવું જેને ભુક્કો કરીએ એટલે એક ચમચી જેટલું થવું જોઈએ અને તેને તેલની અંદર મિક્સ કરવું. પછી છેલ્લે તેની અંદર એક ચમચી હળદર મેળવવી. આ ત્રણ વસ્તુને બરાબર હલાવી તેનું મિશ્રણ કરો જેથી તે સરખું મિક્સ થઇ જાય. હવે જાણીએ તેને કેવી રીતે લગાવવું તે જાણીએ.

  • સૌથી પહેલા સાફ કોટન એટલે કે, સારો અને સાફ રૂ નો ટુકડો લેવો. તેને પહેલા મિક્ષણ કરેલી વસ્તુને તેના વડે લેવી અને સીધા દાગ હોય કે, ધાધર હોય કે ખરજવું હોય તેની ઉપર હળવા હાથે લગાવવું. આ કાર્ય નિયમિત સુતા પહેલા કરવું. એક ખાસ વાત યાદ રાખવી કે, ક્યારે પણ આ મિક્ષણ કરેલી વસ્તુને હાથ વડે નહિ લગાવવું તેનાથી ધાધર કે દાણ. વધારે ફેલાવવાની શક્યતા રહે છે. તે માટે ખાસ યાદ રાખવું હાથ વડે ક્યારે આ વસ્તુ ના લગાવવી.
  • આ ઉપાયથી કોઈ પણ જુના દાગ કે, ખરજવા જલ્દીથી દુર થવા લાગશે. સૌથી ખરાબ આવતી જૂની ખંજવાળ મટાડી શકે છે. જલ્દીથી આ ઉપાય ઘરે અપનાવો તેનાથી મેડીકલની દવાઓ લેવાથી બચી શકશો. જુના ચામડીના રોગો જલ્દીથી દુર થવા લાગશે. તમે જાણતા હશો કે, લીમડો શરીર માટે કેટલો ઉપયોગી છે. લીમડામાં શરીર માટે ખરાબ બેક્ટરિયાને મારવાની તાકાત રહેલી છે. લીમડો આયુર્વેદમાં એક અલગ સ્થાન પર રહેલી વસ્તુ છે. લીમડાનો ઉપયોગ આયુર્વેદમાં જ નહિ પણ બધી જ પ્રકારની વિદેશી દવા, સાબુ ટુથપેસ્ટ, મેકપની વસ્તુમાં મિક્સ કરવામાં આવે છે બધી જ વિદેશી કંપનીઓ એવું કહેતી હોય છે. આપણા આયુર્વેદમાં આ વાત વર્ષો પહેલાથી લખેલી છે કે, લીમડો ઘણા મોટા રોગો માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તેના ફાયદા પણ લખેલા છે. તેમ છતાં આપણે આયુર્વેદને એટલું માનતા નથી. પણ હવે સમય બદલાઈ રહ્યો છે. લોકો આયુર્વેદ તરફ વળી રહ્યા છે.
  • લીમડા સાથે હળદર પણ શરીર માટે ફાયદાકારક માનવામાં આવે છે. શરદી, તાવ જેવી સમસ્યા માટે હળદર એક સારો ઉપાય રહે છે. આજે જે પણ ચામડીની સમસ્યા વિષે તમે વાંચ્યું તે તમારા પરિવારમાં કોઈ આ રોગોથી પીડાતા હોય તેને આ વસ્તુ કરવાની ખાસ સલાહ આપો તેથી તે રોગોથી જલ્દીથી રાહત મળી શકે.
  • આ ઉપાય કરતી વખતે એ ધ્યાનમાં રાખવું કે, આ ઉપાયની અસર તમારી ચામડી પર વહેલા કે થોડી મોડી પણ થઇ શકે છે. આ અસર તમારી શરીરની તાસીર પર આધાર રાખે છે. તેમજ બીજી વાત એ કે, આ ઉપાય કર્યા બાદ પણ જો કાઈ ફેર ના પડે તો ડોક્ટરની મદદ જરૂર લેવી.

આશા છે કે તમને આ લેખ પસંદ આવ્યો હશે, તો કોમેન્ટ અને શેર કરી તમારા મિત્રોને જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *