શું તમને ખ્યાલ છે કે ડ્રગ્સ વિશે નો કાયદો NDPS ૧૯૮૫ શું છે, અને કાયદાની સજા કેટલી હોય છે.

શું તમને ખ્યાલ છે કે ડ્રગ્સ વિશે નો કાયદો NDPS ૧૯૮૫ શું છે?

NDPS ૧૯૮૫ કાયદાની સજા કેટલી હોય છે? ન જાણતા હોય તો જાણો વિગતવાર આ લેખ.

Narcotics Drugs and Psychotropic Substances Act, 1985

મિત્રો,હાલમાં બહુ ચર્ચિત ડ્રગ્સ વિશે આપણે સોશિયલ મીડિયા અથવા અખબારોમાં વાંચતા હોઈએ છીએ કે આ જગ્યાએ થી ગાંજો પકડાયો, પહેલી જગ્યાએ થી ચરસ પકડાયો. આવા ગુના જયારે સામે આવે છે ત્યારે પોલીસ ક્યાં ગુના હેઠળ અને કંઈ કલમ હેઠળ આરોપીઓની સામે કાર્યવાહી કરે છે. એન.ડી.પી.એસ એક્ટ કાયદા વિશે ઘણા લોકોને ખ્યાલ નહિ હોય કે આ કાયદામાં ક્યાં ક્યાં ગુનાઓનું સમાવેશ કરવામાં આવે છે. ગુનાઓની અંદર સજાનું ધોરણ કેટલું હોય છે. તેવી તમામ બાબતો અંગેની માહિતી આજે આ લેખના આધારે આપવામાં આવશે.

NDPS એકટ શું :- એનડીપીએસ એક્ટની રચના અને તેનું અમલ વર્ષ ૧૯૮૫ માં કરવામાં આવ્યું હતું. આ કાયદો સમગ્ર ભારતમાં અમલી છે. તેનું ફૂલ ફોર્મ – નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયક્રોટીક્સ સબસ્ટેન્સ એક્ટ થાય છે.

NDPS એક્ટ વર્ષ ૧૯૮૫ માં અલગ-અલગ નાર્કોટિક ડ્રગ કાયદાઓના સ્થાને અમલમાં આવ્યો. આ કાયદાનો હેતું નશાખોરીના કિસ્સામાં સજાને નક્કી કરવાની પ્રક્રિયાને સ્વચ્છ બનાવવાનો છે. આ કાયદો સેવન કરેલા માદક દ્રવ્યોના આધારે જેલ અને જામીનની જોગવાઈઓ સૂચવે છે.

૧૯૮૯ માં આ કાયદાની જોગવાઈઓને વધુ કડક બનાવવામાં આવી હતી. ગેરકાયદેસર વ્યવહારોની ફાઇનાન્સિંગ’ માટે વિભાગ ૨૭ એ ઉમેરવામાં આવ્યો હતો. જેમાં ગેરકાયદેસર રીતે નશાની વસ્તુઓનું ઉત્પાદન, સ્ટોક, વેચાણ, ખરીદી, એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જવું અને સેવન કરવાનો સમાવેશ થાય છે. આ કલમ હેઠળ રિયા ચક્રવર્તીની અને શાહરૂખ ખાનના પુત્રની ધરપકડ કરવામાં આવી છે. વર્ષ ૨૦૦૧ માં આ કાયદા હેઠળ શિક્ષાત્મક જોગવાઈઓ હળવી કરવામાં આવી હતી.

શું છે એનડીપીએસ એક્ટ ૧૯૮૫ અંતર્ગત સજાની જોગવાઈ?

એનડીપીએસ એક્ટ હેઠળ ડ્રગ્સની માત્રાને ત્રણ કેટેગરીમાં વહેંચવામાં આવી છે – ઓછી માત્રા, કારોબારી માત્રા અને ઓછી અને કારોબારીની વચ્ચેની માત્ર. જેના આધારે જુદી જુદી સજાઓ કરવામાં આવે છે.

નાની માત્રા- ૧ વર્ષની સખત કેદ અથવા ૧૦ હજાર સુધી દંડ અથવા બંને

કારોબારી માત્રા- ૧૦ થી ૨૦ વર્ષની સખત કેદ અને ૧ થી ૨ લાખ રૂપિયા દંડ

બંનેના વચ્ચેની માત્રા- ૧૦ વર્ષની સખત કેદ, ૧ લાખ રૂપિયા સુધીનો દંડ

સેક્શન ૮ : જાણીજોઈને એવો કોઈ નશીલો પદાર્થ ખરીદવો કે એનો ઉપયોગ કરવો, જે આ કાયદાનું ઉલ્લંઘન હોય. રિકવર થયેલાં ડ્રગ્સના આધારે કેસ થાય છે.

નશાખોરો માટે સજા :- જો કોઈ વ્યક્તિ પાસેથી થોડી માત્રામાં ડ્રગ્સ પકડાય તો સજામાંથી મુક્તિ માટેની જોગવાઈ છે, પરંતુ તે સારવાર માટે તૈયાર હોવો જોઈએ. નશાખોરીને NDPS એક્ટની કલમ ૨૭ હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા છે, જેના માટે છ મહિનાથી એક વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. પરંતુ, જો માદક દ્રવ્યોનો વ્યક્તિ તેની સારવાર માટે તૈયાર હોય તો તેને કલમ ૬૪ (એ) હેઠળ સજામાંથી મુક્તિ આપવામાં આવે છે.

NDPS એક્ટ હેઠળ કયા ડ્રગ્સ પર પ્રતિબંધ છે? :- એનડીપીએસ એક્ટ મુજબ, નારકોટિક ડ્રગ્સનો અર્થ કોકીન છોડના પાંદડા, ગાંજો, અફીણ, ભાંગ, ખસખસ છે. આ સિવાય ઘણી વસ્તુઓ પણ આમાં સામેલ છે. સાયકોટ્રોપિક પદાર્થનો અર્થ કોઈપણ કુદરતી અથવા કૃત્રિમ પદાર્થ અથવા કોઈપણ કુદરતી સામગ્રી અથવા કોઈપણ નમક અથવા આવા પદાર્થ અથવા એવી તૈયાર સામગ્રી કે જે લીસ્ટમાં પ્રતિબંધિત સૂચિમાં શામેલ છે. આ યાદી અધિનિયમના અંતે સમાવવામાં આવેલ છે.

એનડીપીએસ એક્ટનો ઉદ્દેશ તબીબી અથવા વૈજ્ઞાનિક હેતુઓ સિવાય નારકોટિક ડ્રગ્સ અને સાયકોટ્રોપિક પદાર્થોના ઉત્પાદન, વેપાર, ઉપયોગ પર પ્રતિબંધ છે. આ કાયદો કાયદા નિર્માતાઓને સાયકોટ્રોપિક પદાર્થોની યાદી વિસ્તૃત કરવા અથવા અન્ય પરિબળોના આધારે વસ્તુઓને દૂર કરવાની સત્તા આપે છે

ખાસ નોંધ :- ઉપરોક્ત સજા માટે NDPS એક્ટ ૧૯૮૫ ની કલમ ૨૭(૧) મુજબ નીચે પ્રમાણેનો ઓછામાં ઓછો જથ્થો આવે તો ઉપરોક્ત કાયદામાં લઇ શકાય છે. નહિ તો પ્રાહીબીશન એક્ટની કલમો લાગી શકે છે.

૧) હેરોઇન અથવા ડ્રગ્સ કે જે સામાન્ય રીતે બ્રાઉન સુગર કે સમેકના નામે ઓળખાય છે : ૨૫૦ મિલીગ્રામ ઓછામાં ઓછું હોવું જોઈએ.

૨) ચરસ , હસીસ : ૫ ગ્રામ ઓછામાં ઓછું હોવવું જોઈએ.

૩) અફીણ : ૫ ગ્રામ ઓછામાં ઓછું હોવું જોઈએ.

૪) કોકેન : ૧૨૫ મિલીગ્રામ ઓછામાં ઓછું હોવું જોઈએ.

૫) ગાંજો : ૫૦૦ ગ્રામ ઓછામાં ઓછું હોવું જોઈએ.

તેથી, જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો કોમેન્ટ અને શેર કરી જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *