જાણો વડીલો પર અત્યાચાર થતા હોય તો કેવીરીતે આપવી કાનૂની સહાય તેમજ મદદ માટે શું કરવું.

વડીલને શારીરિક કે માનસિક રીતે પરેશાન કરવામાં આવતાં હોય, તો ચેતી જાજો.

એક સર્વે અનુસાર, લગભગ ૭૫ ટકા વડીલો એક અથવા બીજી રીતે ગેરવર્તનનો સામનો કરતાં હોય છે. હેલ્પએજ ઈન્ડિયા અનુસાર , લગભગ ૬૦ ટકા ક્રૂરતા કે ગેરવર્તન પુત્રો દ્વારા કરવામાં આવે છે. વડીલો પર અત્યાચારના સંજોગોમાં આસપાસના પડોશના લોકો એમને મદદ કરી શકે છે.

એ સમયે તો એવું લાગે છે કે સમસ્યાનો ઉકેલ આવી ગયો, પણ એવું બને છે કે આપણે દખલગીરી કર્યા પછી ઘરમાં તેમના પર વધારે અત્યાચાર કરવામાં આવે છે. આથી તેમને સીધી રીતે મદદ ન કરતાં કાયદાનો આશરો પણ લઇ શકાય છે. વડીલો પણ પોતે મદદ મેળવી શકે છે.

ગેરવર્તન અંગે સજા :- માતા-પિતા અને સિનિયર સિટિઝન્સ ભરણપોષણ અને કલ્યાણ અધિનિયમ,૨૦૦૭ માં માતા-પિતાની સંભાળની સાથે એ પણ જોગવાઈ છે કે વડીલો પોતાની ફરિયાદ નોંધાવી શકે છે . કોર્ટ સંતાનોને માતા-પિતાની સંભાળ રાખવાનો આદેશ આપવા સાથે જ માસિક ૧૦ હજાર રૂપિયા ભરણપોષણ પેટે આપવાનો હુકમ કરી શકે છે. જ્યારે ત્રણથી છ મહિનાની જેલની સજાની જોગવાઇ પણ છે. હવે સંતાનની વ્યાખ્યામાં પુત્રવધૂ અને જમાઇનો પણ સમાવેશ થશે. એમને પણ આ કાયદો લાગુ પડે છે.

ભરણ-પોષણનો અધિકાર :- વડીલ માતા-પિતાને પરેશાન કરવા માટે સજાની પ્રક્રિયા ઇ.પી.કો.ની કલમ ૧૨૫ અંતર્ગત તેઓ પોતાનાં સંતાનો પાસે ભરણપોષણની રકમ માગી શકે છે. સંતાનો પાસેથી ભરણપોષણ મેળવવું એ તેમની સમક્ષ હાથ લાંબો કરવો નહીં, પણ વડીલોનો અધિકાર છે.

મદદ માટે હેલ્પલાઈન નંબર :- સિનિયર સિટિઝન્સ માટે હેલ્પલાઇન નંબર પણ છે. જો વડીલને શારીરિક કે માનસિક રીતે પરેશાન કરવામાં આવતાં હોય, તો તેઓ ૧૦૦ અને ૧૧૨ નંબર ડાયલ કરી મદદ માંગી શકે છે. જો માતા-પિતા સાથે તેમનાં સ્વજનો, સંતાના અથવા પુત્રવધૂ ફરિયાદ પછી પણ ગેરવર્તન કરતાં હોય અથવા આ અધિનિયમના ડરથી ઘરે પાછાં તો લઇ આવે છે, પણ ફરી એ જ સંજોગો ઊભા કરે તો તેમાં પણ વડીલોને મદદ મળી શકે છે.

સિનિયર સિટિઝન કે દંપતીએ જે ટ્રિબ્યુનલનો આશરો લીધો હોય એ સંગઠનને આ બાબતની શંકા જણાવે તો એ સંસ્થા ચોક્કસ સમયાંતરે તેમનું ધ્યાન રાખી શકે છે. ટ્રિબ્યુનલ પોતે પણ એવા સિનિયર સિટિઝન્સની જાણકારી મંગાવી શકે છે , જેમણે પોતાના સ્વજનો અંગે ગેરવર્તનની ફરિયાદ કરી હતી. સાથે ન રહેવું હોય.

પરિસ્થિતિ વધારે વણસી જાય એ સંજોગોમાં શું કરવું :- જો માતા-પિતાનાં સંતાનો એમની પાસેથી છેતરપિંડીથી તેમની સંપત્તિ પોતાના નામે લઇ લે અને ભરણપોષણ ન આપે તો ટ્રિબ્યુનલ એ તમામ સંપત્તિને કપટપૂર્વક કરેલ છેતરપિંડી ગણાશે અને તે ફરી વૃદ્ધ માતા-પિતાને સોંપી દેવામાં આવશે. યોગ્ય પોલીસ અધિકારીને આ કિસ્સામાં યોગ્ય પગલાં લેવાની સૂચના પણ આપી શકે છે.

આમ છતાં જો સિનિયર સિટિઝન્સ સાથેના ગેરવર્તન યથાવત રહે તો એ દંડ અધિનિયમ સીઆરપીસી હેઠળ પણ ફરિયાદ નોંધાવી, મદદ મેળવી શકે છે. એમણે માત્ર એક અધિકૃત પોલીસ અથવા તો મેજિસ્ટ્રેટ સમક્ષ ફરિયાદ નોંધાવવાની રહેશે અને કોઇ વકીલની મદદથી તેઓ પોતાના અધિકાર મેળવી શકશે.

તેથી,આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *