ડ્રાઈવિંગ કરતી વખતે લાયસન્સ ભૂલી ગયા છો, તો ડિજિલોકર એપની મદદથી ડાઉનલોડ કરો તમારી લાયસન્સ.

જો તમે ડ્રાઈવિંગ કરતી વખતે લાયસન્સ ઘરે ભૂલી ગયા છો તો ચિંતા કરવાની જરૂર નથી, ડિજિલોકર એપની મદદથી ડાઉનલોડ કરો,જાણો તેની પ્રોસેસ વિશે.

માની લો કે તમે વ્હીકલ ડોક્યુમેન્ટ અને ડ્રાઈવિંગ લાયસન્સ વગર જ ડ્રાઈવિંગ કરી રહ્યા છો અને તમને ટ્રાફિક પોલીસે રોકી લીધા. ટ્રાફિક પોલીસે તમને ડોક્યુમેન્ટ્સની ઓરિજિનલ કોપી બતાવવા કહ્યું પરંતુ તમે તેને ઘરે ભૂલીને આવ્યા છો તો તમે શું કરશો? આ સ્થિતિમાં તમારે ગભરાવાની જરૂર નથી. તમે ડ્રાઈવિંગ લાયસન્સ તમારા સ્માર્ટફોનમાં પણ રાખી શકો છો. તેને ઓરિજિનલ ડોક્યુમેન્ટ જેવી જ માન્યતા આપવામાં આવી છે, પરંતુ તેના માટે તમારી પાસે ડિજિલોકર એપ હોવી જરૂરી છે.

વર્ષ ૨૦૧૮માં સરકારે એક એડવાઈઝરી જાહેર કરી હતી તેમાં કહેવામાં આવ્યું હતું કે ડિજિલોકર(Digi Loker) અથવા એમપરિવહન(mParivahan) એપમાં સેવ ડ્રાઈવિંગ લાયસન્સ અને વ્હીકલ રજિસ્ટ્રેશનને ઓરિજિનલ ગણવામાં આવશે.

જાણો તમારા મોબાઈલના ડિજિલોકરમાં ડ્રાઈવિંગ લાયસન્સ સેવ કરવાની પ્રોસેસ :-

 • સૌ પ્રથમ એન્ડ્રોઇડ ફોન પર ગૂગલ પ્લે સ્ટોર અને આઈફોનમાં એપલ સ્ટોર પર જાઓ. અહીં mParivahan નામથી એપ સર્ચ કરો. એપ પર ક્લિક કર્યા પછી તેને ઇન્સ્ટોલ કરી લો.
 • તમારો ફોન નંબર અને આધાર કાર્ડનો ઉપયોગ કરી ડિજિલોકર પર સાઈન અપ કરો.
 • ત્યારબાદ તમારું યુઝરનેમ અને ૬ ડિજિટ પિન સાથે સાઈન અપ કરો.
 • તમારા રજિસ્ટર્ડ ફોન પર OTP (વન ટાઈમ પાસવર્ડ) મળશે.
 • હવે એક વખત સાઈન ઈન કર્યા બાદ Get Issued Documents બટન પર ક્લિક કરો.
  હવે સર્ચ બારમાં ‘ડ્રાઈવિંગ લાસયન્સ’ બટન પર ક્લિક કરો.
 • તેમાં તમે એ રાજ્ય સિલેક્ટ કરો જેનું તમારી પાસે ડ્રાઈવિંગ લાયસન્સ છે. જોકે તમે All Statesની પણ પસંદગી કરી શકો છો.
 • પોતાનો ડ્રાઈવિંગ લાયસન્સ નંબર એન્ટર કરો અને Get Document બટન પર ક્લિક કરો.
 • ડિજિલોકર હવે ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ પાસેથી તમારું ડ્રાઈવિંગ લાયસન્સ મેળવશે.
 • ત્યારબાદ તમે ઈશ્યુ થયેલાં ડોક્યુમેન્ટ લિસ્ટમાં જઈને ડ્રાઈવિંગ લાયસન્સ જોઈ શકો છો.
 • ડ્રાઈવિંગ લાયસન્સને PDF બટન પર ક્લિક કરી સોફ્ટ કોપી પણ ડાઉનલોડ કરી શકાય છે.

આવી ઓરિજનલ ડોક્યુમેન્ટ બતાવવાની જરૂર નથી,તમે ડિજિલોકરની મદદથી ફોનમાં રાખી શકો છો, આશા છે કે આ લેખ પસંદ આવ્યો હશે,તો કોમેન્ટ અને શેર કરી તમારા મિત્રોને જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *