આ વાત ધ્યાનમાં રાખ્યા વીના સેકન્ડ હેન્ડ ફોન ખરીદનાર જરૂર પસ્તાતા હશે. જાણીલો અહીં ધ્યાનમાં રાખવા જેવી ખાસ બાબતો.

સેકન્ડ હેન્ડ ફોનની ખરીદતા પહેલા ધ્યાન રાખો આટલી વાત, જાણો અહીં સંપૂર્ણ વિગત.

એવું જરૂરી નથી કે નવી વસ્તુ જ સારી હોય. ઘણી વખત સેકન્ડ હેન્ડ વસ્તુ પણ પૈસા વસૂલ સાબિત થાય છે. જો તમે સેકન્ડ હેન્ડ ફોન ખરીદવાનો વિચાર કરી રહ્યા છો તો તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે કે સ્માર્ટફોન બહુ જુનો ના હોવો જોઈએ. જો એક વર્ષ કરતા વધુ જુનો સ્માર્ટફોન લેવો તમારા માટે ખોટ નો સોદો સાબિત થઈ શકે છે. આ એટલા માટે છે કારણ કે જુના સ્માર્ટફોન માં હેંગની સમસ્યા ખુબજ હોય છે.

ફોન ચોરી નો તો નથી ને? :- સેકન્ડ હેન્ડ ફોનની ખરીદીમાં સૌથી મોટો ડર એ રહે છે કે ફોન ચોરીનો તો નથી ને? આ ડર હોવો સ્વાભાવિક છે કારણ કે જરૂરી નથી કે ફોન માત્ર ચોરીનો જ હોય બની શકે તેનો ઉપયોગ અગાઉ અપરાધિક ગતિવિધિમાં થયો હોય છે. એટલે, ખરીદતા પહેલા પુછી લો ફોન ચોરીનો છે કે કોઈએ અન્ય વ્યક્તિએ વાપરેલો.

સેકન્ડ હેન્ડ ફોનની ખરીદી કરો તો હંમેશાં તેની સાથે ઓરિજિનલ બિલ હોય તેવા ફોનની પસંદગી કરો. ઓરિજિનલ બિલની હાર્ડ કે સોફ્ટ કોપીમાં ખરીદદારનું નામ પણ ચકાસો.

IMEI નંબર જરૂર ચકાસો :- IMEI નંબર જાણવો જરૂરી છે એ બધાને ખબર છે પરંતુ સેકન્ડ હેન્ડ ફોન ખરીદતાં પહેલાં IMEI નંબર કઈ કઈ જગ્યાએ ચેક કરવો જોઈએ તે પણ જાણવું જરૂરી છે. ફોનના સેટિંગમાં IMEI નંબર ફોનના બોક્સ અને બિલ સાથે મેચ થાય તે જરૂરી છે. જો ફોનમાં રિમૂવેબલ બેટરી હોય તો બેટરીની પાછળ પણ IMEI નંબર આપેલો હોય છે. તેનાથી એ માલુમ કરી શકાય છે કે ફોનની બેટરી બદલવામાં આવી છે કે કેમ.

ફિઝિકલ એક્ઝામિનેશન કરો :- ફોનના ટચની તપાસ કરવી જરૂરી છે. ફોનના ટચને પારખવા માટે ફોનમાં ૧-૨ મિનિટ ગેમ રમો. તેનાથી ફોનનું પર્ફોર્મન્સ અને ટચ સેન્સિટિવિટી જાણી શકાય છે. ફોનની ડિસ્પ્લેમાં સ્ક્રેચ છે કે નહિ તે પણ ચકાસો. ફોનના સ્પીકર અને ચાર્જિંગ પોર્ટની પણ તપાસ કરો.

વોરન્ટી અથવા એક્સટેન્ડેડ વોરન્ટી હોય તો વધુ સારુ :- સેકન્ડ હેન્ડ ફોન જો વોરન્ટી અથવા એક્સટેન્ડેડ વોરન્ટી સાથે મળી રહ્યો હોય તો તે ખુબ સારી વાત છે. વોરન્ટી સાથેના ફોનમાં ચોરી કે નકલી ફોન હોવાની આશંકા ઓછી થઈ જાય છે. સાથે જ ફોનનું પર્ફોર્મન્સ લો હોય અથવા કોઈ સમસ્યા હોય તો વોરન્ટી હોવાને કારણે તેનો ઉકેલ લાવી શકાશે.

નકલી ફોનની માયાજાળમાં ન ફસાવો :- સેકન્ડ હેન્ડ ફોનની ખરીદી વખતે તે નકલી છે કે કેમ તેની તપાસ કરો. નકલી ફોનમાં ફોનનાં સેટિંગમાં આપેલો મોડેલ નંબર અથવા બેક પેનલ પર આપેલો મોડેલ નંબર મેળ ખાતો નથી. સાથે જ ફોનના મોડેલ નંબરને ઈન્ટરનેટ પર સર્ચ કરી જુઓ કે જે મોડેલ તમે ખરીદી રહ્યા છો તે મોડેલ નંબર સાચો છે કે કેમ.

ઓનલાઈન સેકન્ડ હેન્ડ ફોનની કિંમત જાણી લો :- જો તમને લાગે છે કે તમે જે સ્માર્ટફોન ખરીદી રહ્યા છો તેની કિંમત વધારે લેવામાં આવી રહી છે, તો પછી તમે સેકન્ડ હેન્ડ સ્માર્ટ ફોન ની કિંમત ઓનલાઈન ચકાસી શકો છો. જો તમે ઓનલાઈન લઈ રહ્યા છો તો તમે ઓનલાઈન તીની કિંમત ચેક કરી શકો છો.

તેથી,જો આ લેખ પસંદ આવ્યો હોય તો કોમેન્ટ અને શેર કરી તમારા મિત્રોને જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *