બિનખેડૂત લોકો માટે ખેતીની જમીન ખરીદવાની શું છે શરતો અને નિયમો. જાણો અહીં વિગતવાર.

શું તમે બિનખેડૂત છો તો ખેતી કરવા માટે જમીન ખરીદી શકાય?,શું છે તેના માટેના નિયમો, જાણો અહીં.

કોઈ વ્યક્તિ ખેતી કરવા માંગતો હોય અથવા તો ખેતી લાયક જમીન ખરીદવા માંગતો હોય પરંતુ તેનું નામ ખેડૂતમાં નથી તો તે જમીન ખરીદી શકે કે નહીં? આવા ઘણા પ્રશ્નો તમને થતા હશે તેનો જવાબ અહીં તમને મળી જશે. તો ચાલો જાણીએ ખેડૂત માટેના નિયમો

ખેતમજુરો પોતાની જમીન ધારણ કરી શકે છે :- સૌપ્રથમ તો આપણે ખેતમજૂર કોને ગણવા ? તેવો પ્રશ્ન થાય, તો જે વ્યકિત ૫ વર્ષથી ખેતમજૂરી કરતો હોય અને જે વ્યક્તિના પોતાના નામે કે સંયુકત નામે કોઈ ખેતીની જમીન નથી કે વારસાઈમાં તેને આવી જમીન મળવાની નથી. ખેતમજૂર ખેતમજૂરી સિવાય અન્ય કોઈ વ્યવસાય કે આનુસંગીક વ્યવસાય ન કરતી હોવી જોઈએ. આવી વ્યકિતની વાર્ષિક આવક રૂપિયા ૫૦૦૦ થી વધુ હોવી ન જોઈએ.આવી વ્યક્તિઓએ મામલતદાર પાસેથી પ્રમણપત્ર મેળવી તેઓ પોતાની જાતને ખેતમજૂર પ્રસ્થાપિત કરીને ત્યારબાદ ખેતીની જમીન ખરીદી શકે છે.

કોઈ વ્યકિતને ખેતીની જમીન બિનખેતીના કામ માટે જોઈતી હોય તો તે લઈ શકે ? :- જમીનના માલિકે કલમ-૫૫ ના ઠરાવોનું પાલન કર્યું હોવું જરૂરી છે. કોઈ જમીન જે ગામમાં આવેલી હોય તે ગામનો કોઈ પણ ખેડૂત તે જમીનના માલિક પાસેથી તે જમીન પટે લેવાને તૈયાર ન હોય તેવા સંજોગોમાં તે જમીન કોઈ ઔધોગિક-વેપાર ધંધાના સાહસમાં લાભ લેવા માટે અથવા કેળવણી વિષયક કે ધર્માદા સ્થાપવા માટે જોઈતી હોય. તે જમીન સહકારી મંડળીને જોઈતી હોય તો જમીન ગીરવે લઈ શકાય છે. પરંતુ તે માટે ગીરવે લેનારે વ્યક્તિએ કલેક્ટર પાસેથી “પોતે ખેડુતનો ધંધો કરવા ધારે છે અને જમીનને જાતે ખેડવા કબુલ થાય છે” એ મતલબનું પ્રમાણપત્ર મેળવવાનું હોય છે.

જો કોઈ જમીનનો માલિક એવા કોઈ વ્યક્તિને દાનમાં આપવા માંગતો હોય કે જે વ્યક્તિ કોઈ પણ જમીનની માલિકી ધરાવતો ન હોય. પરંતુ તેણે પોતે ખેડૂતનો ધંધો કરવા ઇચ્છે છે અને જાતે જમીન ખેડવા ઈચ્છે છે. એ મતલબનું પ્રમાણપત્ર મામલતદાર પાસેથી મેળવેલ હોય છે. ખેતીવાડીનો માન્ય અભ્યાસક્રમ (Behaviour of Agriculture) કરેલ વ્યકિત પોતાનો વ્યવસાય કરવા માંગતી હોય અને પોતે જાતે ખેતી કરવાની બાહેંધરી આપતો હોય. ખેડૂત પ્રમણપત્ર મેળવનારે એક વર્ષમાં ઉપયોગ કરવો જરૂરી. ખેતીની જમીનનો કબજો લીધાની તારીખથી ૧ વર્ષની મુદ્દતમાં જે કારણ સારું પરવાનગી મેળવેલ હોય તે કારણસરનું કામ શરૂ કરી દેવું પડે છે.

બિનખેડૂત વ્યકિત પોતાની જમીન ખરીદ કરી શકે? :- પરપ્રાંતીય ખેડૂત ગુજરાતમાં ખેડૂત ન ગણાય અને તે ગુજરાતમાં ખેતીની જમીન ખરીદી શકે નહી. ખેડૂત સાથે બિનખેડૂત વ્યક્તિ સહભાગીદાર તરીકે પોતાની જમીન ખરીદી શકે નહી. મતલબ કે ખેડૂત સાથેનો બિનખેડૂત ભાગીદાર ખેતીની જમીન ખરીદીને ખેડૂત બની શકે નહી. ગુજરાતનો વ્યક્તિ પણ આવા સંજોગોમાં ગુજરાતમાં ખેતીની જમીન ખરીદી શકતો નથી.

બિનખેડૂત એવી વ્યકિત કે જેણે આજ દિન સુધી ખેતી અંગેનું કોઈ કામકાજ કર્યું ન હોય અને તે વારસાગત ખેડૂત નથી.

પુરૂષ પોતે ખેડૂત ન હોય પણ તેમની પત્ની ખેડૂતપુત્રી હોય તો ખરીદી શકાય? :- પતિ ખેડૂત ન હોય પણ પત્ની ખેડૂતપુત્રી હોય તો પત્નીએ સૌપ્રથમ પોતાના પિતાના ખાતામાં વારસાઈથી સહમાલિક તરીકે નામ દાખલ કરાવી ખેડૂતનું પ્રમાણપત્ર મેળવવાનું હોય છે. ત્યાર બાદ તેણી પોતે ખેતીની જમીન ખરીદી શકે છે અને તેણીના વારસદારો પુત્ર, પુત્રી (પતિ નહી) વારસાગત રીતે ખેડૂત ગણાશે અને તેમના નામે પણ ખેતીની જમીન ખરીદી શકાય છે.

નર્મદા યોજનાના કારણે વિસ્થાપીત થતી વ્યકિત પછી તે ખેડૂત હોય કે બિનખેડૂત હોય મહેસુલ વિભાગના તારીખ ૧૩-૦૮-૯૧ના ઠરાવ ગણાતા ૧૩૯૦ એમ.આર. ૧૫ – જ મુજબ ગુજરાત રાજ્યમાં ખેડૂત તરીકે ગણાવાના રહે છે. ગેરકાયદેસર રીતે પ્રાપ્ત કરેલ ખેતીની જમીન જપ્ત થઈ શકે છે. ઉપરોકત નિયમો અનુસાર જો કોઈએ ગેરકાયદેસર રીતે જમીન તબદિલ કરીને જમીનનો કન્જો ધરાવતો હોય તો તેવી વ્યકિતઓને જમીન ખાલી કરાવવા માટે કલેક્ટર દ્વારા કાર્યવાહી કરીને કલમ-૭૫ થી મળેલ સમાનુસાર જમીન ખાલી કરાવી શકે છે.

આશા છે કે તમને આ લેખ પસંદ આવ્યો હશે,તો કોમેંન્ટ અને શેર કરી તમારા મિત્રો,વડીલોને પણ જણાવો.

One thought on “બિનખેડૂત લોકો માટે ખેતીની જમીન ખરીદવાની શું છે શરતો અને નિયમો. જાણો અહીં વિગતવાર.

  • August 23, 2023 at 5:48 am
    Permalink

    ખેત મજુર કોને ગણવા માટે જૂના સૌરાષ્ટ્ર રાજ્યના મહેસૂલ વિભાગ પરીપત્ર મળી શકે

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *