ઇ સ્પોર્ટસ એટલે શું, ગેમિંગ સ્ટુડિયોથી કેવી રીતે કમાણી કરી શકાય, જાણો અહીં.

ઇ-સ્પોર્ટસ(gaming) એટલે શું? ગેમિંગ સ્ટુડિયોથી કેવી રીતે કમાણી કરી શકાય, જાણો અહીં.

સ્પોર્ટસ એક એવી ક્રીયા છે, જેનાથી આપણે સૌ પરિચિત છીએ. બદલાતા સમયની સાથે વાત કરવી છે ઈ-સ્પોર્ટ્સની. જો કોવિડ સમય પહેલાંની સ્કૂલલાઇફ વિશે વાત કરીએ તો સ્પોર્ટ્સને લગતી ઘણીબધી એક્ટિવિટીઝ આપણે સ્કૂલમાં જ કરતા આવ્યા છીએ. જો આપણે એ દિવસોને યાદ કરીએ તો રિસેસમાં ખોખો, કબડ્ડી તથા દોડ-પકડ રમવાથી લઈને હોમવર્ક ન કર્યું હોય તો સાહેબથી બચવા માટે સંતાકૂકડી રમતા પણ આપણને આપ-મેળે આવડી ગયું હતું. પરંતુ હવે ડિજિટલ સ્પોર્ટસની દુનિયા, એટલે કે ગેમિંગ ઈન્ડસ્ટ્રી અને ઈ-સ્પોર્ટ્સ અંગે વાત કરવાની છે.

ઇ-સ્પોર્ટ્સ એટલે શું? :- ઇ-સ્પોર્ટસનો સીધો અર્થ થાય છે ‘ઇલેક્ટ્રોનિક સ્પોર્ટ્સ’, જે ડિજિટલ પ્લેટફોર્મ પર રમાય છે. ઇ-સ્પોર્ટસની ગેમ્સને કમ્પ્યુટર અથવા મોબાઇલ ડિવાઇસ દ્વારા ઈન્ટરનેટ અથવા લોકલ-લેનના નેટવર્કથી રમાય છે. કોઇપણ મલ્ટીપ્યેયર ગેમ રમનારી વ્યક્તિને આપણે ઇ-સ્પોર્ટ્સ પ્લેયર ના કહી શકીએ. આમાં કુલ ૫ કેટેગરીમાં ગેમ્સ હોય છે, જેમ કે ફર્સ્ટ પર્સન, થર્ડ પર્સન, ફૂટબોલ, ફાઇટિંગ, આર્કેડ વગેરે.

ઇ-સ્પોર્ટસમાં PUBG PC, કોલ ઓફ ડ્યૂટી (COD), DOTA 2, એપેક્સ લિજેન્ડ, બેટલ ગ્રાઉન્ડ્સ મોબાઇલ ઈન્ડિયા (BGMI) જેવી રજિસ્ટર્ડ મલ્ટિપ્લેયર કોમ્પિટિટિવ ગેમ્સનો સમાવેશ કરવામાં આવે છે. ત્યાર પછી આ ગેમની વિવિધ ટૂર્નામેન્ટ દ્વારા દેશભરના પ્રોફેશનલ ગેમર્સ સાથે સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. આ સ્પર્ધામાં જેનું પ્રદર્શન ટોપ-૩માં આવે તો તેને મોટી રકમ ઈનામ રુપે અપાય છે.

શું બધી ગેમ ખરીદવી પડે છે? ગેમિંગ સ્ટુડિયોની કમાણી કેવી રીતે થાય છે?

– ગેમ ડેવલપરઃ ગેમ પર્ચેઝ અને ગેમિંગ સ્ટુડિયોની કમાણી એક-બીજા સાથે સંકળાયેલી રહે છે. આમ જોવા જઇએ તો કોઇપણ ગેમ ૩ તબક્કમાં વિભાજિત થયેલી હોય છે.

૧. ફ્રી ટુ પ્લેઃ– કેટલીક ગેમ્સ ફ્રી ટુ પ્લે હોય છે, જેમાં અપસ્ટોર અથવા કમ્પ્યુટરની વેબસાઇટ પરથી લોકો વિનામૂલ્યે રમી શકે છે. જોકે આવી ગેમ્સમાં અવારનવાર જાહેરાતો આવતી રહે છે, જેમ કે કોઇ લેવલને પાર કરવામાં ગેમર નિષ્ફળ રહે તો તેને ૧ જાહેરાત જોવાના બદલામાં કેટલાક પોઇન્ટ અપાય છે, જેને વાપરીને તે અઘરા લેવલ સરળતાથી સ્કિપ કરી શકે છે. ફ્રી ટુ પ્લે ગેમ ડેવલપ કરનાર સ્ટુડિયોની મોટા ભાગની આવક જાહેરાતોથી થાય છે.

૨. ફ્રીમિયમ ગેમ્સઃ- બીજા તબક્કામાં ફ્રીમિયમ ગેમ્સનો સમાવેશ થાય છે, આમાં કોઇપણ વ્યક્તિ ગેમને ફ્રીમાં ડોઉનલોડ કરી શકે છે, પરંતુ એની અંદર ઘણાં આકર્ષક વર્ચ્યુઅલ એલિમેન્ટ્સ હોય છે, જેને ખરીદવા માટે એને ડેવલપરને રૂપિયા આપવા પડે છે. ઉદાહરણ તરીકે ઈન્ડિયાને ફેમસ મોબાઇલ ગેમ BGMI (બેટલગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયા), એમાં ગેમ સ્કિન્સ તથા વિવિધ એલિમેન્ટને ખરીદવાં પડે છે.

૩. પ્રીમિયમ ગેમ્સઃ- ત્રીજા તબક્કામાં પ્રીમિયમ ગેમ્સનો સમાવેશ થાય છે, જેને ડાઉનલોડ કરવા માટે ગેમિંગ સ્ટુડિયો દ્વારા નિશ્ચિત કરેલી રકમ ચૂકવવાની હોય છે. આ પ્રમાણે ગેમિંગ સ્ટુડિયો તબક્કાવાર રૂપિયાની કમાણી કરે છે.

ઇ-સ્પોર્ટસ પ્લેયરની કમાણીનો સ્ત્રોત કયો છે? :- એક પ્રોફેશનલ ગેમરને યુટ્યૂબ, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ તથા ટૂર્નામેન્ટ જીતવા પર નિશ્ચિત રકમ મળે છે. કોઇપણ ગેમર પોતાની ગેમિંગ ક્લિપ્સને યુટ્યૂબ પર પબ્લિશ કરી શકે છે, જેમાં લોકોના એન્ગેજમેન્ટ પ્રમાણે મોનિટાઇઝેશન તથા એડ રેવન્યુ દ્વારા તે કમાણી કરી શકે છે. આ પ્રમાણેના પ્રોફેશનલ ગેમર્સને વિવિધ બ્રાન્ડ સ્પોનર પણ કરે છે તથા જાહેરાતો પણ આપે છે. આટલું જ નહીં, કોઇપણ ગેમિંગ સ્ટુડિયો હજારો તથા લાખોની પ્રાઇઝ મની સાથે ટૂર્નામેન્ટનું આયોજન પણ કરે છે, જેમાં ગેમર્સ ભાગ લઇને મુખ્ય ૩ વિજેતા નિશ્ચિત કરેલી રકમ જીતી પણ શકે છે.

પ્રોફેશનલ ગેમર અથવા ઇ-સ્પોર્ટસ પ્લેયર તરીકે કારકિર્દી કેવી રીતે બનાવી શકાય? :- આમ તો અત્યારે દરેક વ્યક્તિ પાસે મોબાઇલ હશે અને સમય પસાર કરવા માટે એક-બે ગેમ તો રમતા જ હોય છે. એવામાં હવે જો પ્રોફેશનલ ગેમર તરીકે કારકિર્દી બનાવવાની વાત કરીએ તો દરેક ગેમર જે એવરેજ રમી શકતો હોય તે ઇ-સ્પોર્ટ્સમાં જોડાઈ શકે તેમ હોતું નથી.

આપણા દેશમાં ગેમિંગને એક કરિયર તરીકે ઘડવા માટે હજુ એટલી સુવિધાઓ ઉપલબ્ધ નથી, આ ઈન્ડસ્ટ્રી હજુ એના શરૂઆતી તબક્કામાં છે, તેથી કોઇપણ વ્યક્તિએ પોતાના અભ્યાસને પ્રથમ પ્રધાન્ય આપીને ફ્રી ટાઇમમાં કોઇપણ ગેમની અંદર કુશળતા મેળવવા પ્રયાસ કરવો જોઇએ, જેના માટે.

  • સૌથી પહેલા તમે પોતાની સગવડ અનુસાર ગેમિંગ પ્લેટફોર્મની પસંદગી કરો (કમ્પ્યુટર કે મોબાઈલ)
  • પ્લેટફોર્મ નક્કી થયા પછી પોતાની મનપસંદ ગેમ અથવા જેમાં પહેલેથી ગ્રિપ સારી હોય એવી ગેમ રમવાની શરૂ કરી દો અને એમાં જ પ્રેક્ટિસ કરો.
  • પ્રેક્ટિસ શરૂ કર્યા પછી એક ગેમરને તેની સ્ટ્રેટેજી તથા વિવિધ ફંક્શન્સ વિશે સમજવું જોઇએ.
    લોકલ અને ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટ તથા વિવિધ ઇવેન્ટમાં ભાગ લઇને પોતાનું બેસ્ટ પ્રદર્શન આપવાનો પ્રયત્ન કરવો જોઇએ.
  • ઇ-સ્પોર્ટ્સ ઓર્ગેનાઇઝેશન્સ ટૂર્નામેન્ટનું આયોજન કરતા હોય છે. તમે તેમને ઇ-મેઇલ દ્વારા સંપર્ક કરી શકો છો, જેમાં તમારે પોતાના બેસ્ટ ટૂર્નામેન્ટ વીડિયો, ગેમિંગ અચીવમેન્ટ્સ તથા વિવિધ ઉપલબ્ધિના ડેટાને મર્જ કરી એક અરજી મોકલવાની રહેશે. જો તેમને અનુકૂળ લાગતો તો તમને સિલેક્ટ કરશે.

તેથી,આ ગેમિંગ ઇન્ડસ્ટ્રી માં કરિયર બનાવી શકો છો જો તમને માહિતી પસંદ આવી હોય કોમેન્ટ અને શેર કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *