સ્માર્ટફોનમાં ઓછી સ્પેસથી પરેશાન છો, આ રીતે તમારા ફોનની સ્ટોરેજ વધારી શકો છો.

શું તમારા સ્માર્ટફોનમાં ઓછા સ્પેસથી કંટાળી ગયા છો? તો જાણીલો ફોન સ્ટોરેજ વધારવાની રીત. 

મોટા ભાગના સ્માર્ટફોનમાં ૬૪ GB કે ૧૨૮ GBનું ઈન્ટર્નલ સ્ટોરેજ મળતું હોય છે. આવાં ફોન મિડ રેન્જ અર્થાત ૧૫ થી ૨૦ હજાર રૂપિયાની કિંમતમાં મળે છે. આટલું ઈન્ટર્નલ સ્ટોરેજ ઝડપથી કન્ઝ્યુમ થવા લાગે છે. હાઈ રિઝોલ્યુશનવાળા ફોટોઝ અને ફુલ HD અથવા ૪ K વીડિયો રેકોર્ડિંગ સ્ટોરેજ કન્ઝ્યુમ કરે છે.

સ્ટોરેજની સમસ્યા મીડિયા ફાઈલ્સ ડિલીટ કરી દૂર કરી શકાય છે. તો ઓનલાઈન સ્ટોરેજ અર્થાત ક્લાઉડ સ્ટોરેજની મદદ લઈ શકાય છે. આ સિવાય મેમરી કાર્ડ પણ વિકલ્પ હોઈ શકે છે. તમે ઈચ્છો તો મેમરી કાર્ડને ફોનનાં ઈન્ટર્નલ સ્ટોરેજમાં કન્વર્ટ કરી શકો છો. તો ચાલો જાણીએ સ્ટોરેજ વધારવાની રીત વિશે.

૧. ફોનનું ઈન્ટર્નલ સ્ટોરેજ વધારવાની રીત :- આ પ્રોસેસથી તમે ફોનનું ઈન્ટર્નલ સ્ટોરેજ અને માઈક્રો SD કાર્ડનું સ્ટોરેજ એક કરી શકો છો. માની લો કે તમારા ફોનનું ઈન્ટર્નલ સ્ટોરેજ ૪ GBનું છે અને SD કાર્ડ ૩૨GBનું છે. તો ફોનની કુલ મેમરી ૩૬ GBની થઈ જશે. આ ટ્રિક અપ્લાય કર્યા બાદ તમે તમામ ફાઈલ્સ મેમરી કાર્ડમાં સેવ કરી શકો છો. તેના માટે આ સ્ટેપ્સ ફોલો કરો.

  • ફોનનાં સેટિંગ્સમાં જઈ Storage & USBના ઓપ્શન પર ટેપ કરો.
  • હવે Portable Storageના ઓપ્શનમાં નીચેની તરફ SD કાર્ડનો ઓપ્શન જોવા મળશે.
  • અહીં SD કાર્ડ પર ટેપ કરો.
  • ઓપન થતાં નવા પેજ પર ટોપ રાઈટ સાઈડ 3 ડોટ પર ક્લિક કરો.
  • હવે તમને ૨ ઓપ્શન જોવા મળશે, તેમાં Settings પર ટેપ કરો.
  • હવે તમે Format as internal ઓપ્શન પર ટેપ કરો.
  • હવે Erase & Format ઓપ્શન પર ટેપ કરો. કાર્ડ ઈન્ટર્નલ સ્ટોરેજ બનવાની પ્રોસેસ શરૂ થઈ જશે.
  • આ પ્રોસેસમાં થોડો સમય લાગી શકે છે. તેથી આ દરમિયાન ફોન સાથે ચેડાં ન કરો.
  • પ્રોસેસ પૂરી થયા બાદ તમારા ફોનનું ઈન્ટર્નલ સ્ટોરેજ વધી જશે.

૨. ક્લાઉડની મદદથી સ્ટોરેજ વધારો :- જો તમે એન્ડ્રોઈડ યુઝર છો તો ગૂગલ ક્લાઉડની સર્વિસની મદદથી સ્ટોરેજ વધારી શકો છો. જોકે તેના માટે તમારે પૈસા દેવા પડશે. ક્લાઉડ સ્ટોરેજ માટે one.google.com પર જઈ પ્લાન સિલેક્ટ કરવાનો રહેશે. ક્લાઉડમાં ૧૫ GBની ફ્રી સ્પેસ મળે છે. ત્યારબાદ ૧૦૦ GB માટે ૧૩ રૂપિયા પ્રતિ મહિનો અને વાર્ષિક ૧૩૦૦ રૂપિયા, ૨૦૦GB માટે દર મહિને ૨૧૦ રૂપિયા અને વર્ષના ૨૧૦૦ રૂપિયા, ૨TB માટે દર મહિને ૬૫૦ રૂપિયા અને વર્ષે ૬૫૦૦ રૂપિયા, ૧૦TB માટે દર મહિને ૩૨૫૦ રૂપિયા અને ૩૦TB માટે મહિનાનો ૯૭૫૦ રૂપિયાના ગૂગલ વન પ્લાન અવેલેબલ છે.

3. વ્હોટસએપ હિડન ફાઈલ્સ ડિલીટ કરો :- સ્માર્ટફોનના ઈન્ટર્નલ સ્ટોરેજમાં વ્હોટ્સએપના અનેક ફોલ્ડર હોય છે. તેમાં ઘણી સ્પેસ કન્ઝ્યુમ થાય છે. આ ડેટા કામનો પણ નથી હોતો. આવા ફોલ્ડર ડિલીટ કરી તમે ફોનમાં સ્પેસ બનાવી શકો છો. તેના માટે શું કરશો.

૪. SENT ફોલ્ડર:- વ્હોટ્સએપ ફોટો અને વીડિયો સાથે GIF, PDF, કોન્ટેક્ટ, ઓડિયો અને અન્ય ફાઈલ હોય છે. મોટા ભાગના યુઝર્સ આ ફોલ્ડર્સ ડિલીટ કરતા નથી. વ્હોટસએપ પર ફોરવર્ડેડ ફાઈલ્સ પણ સ્પેસ કન્ઝ્યુમ કરે છે. સેપ્સ માટે તમામ સેન્ટ ફોલ્ડર ડિલીટ કરો.

૫. આ રીતે ડિલીટ કરો ફોલ્ડર:- આ ફોલ્ડર તમારા ફોનના સ્ટોરેજમાં સેવ હોય છે. તેના માટે ફાઈલ મેનેજરમાં WhatsApp –> Media –> WhatsApp Video –> Sent પર જાઓ, સેન્ટ આઈટેમ્સમાં વીડિયો, વોલપેપર, એનિમેશન, ઓડિયો, ડોક્યુમેન્ટસ, ઈમેજ એમ અલગ અલગ ફોલ્ડર હોય છે. આ ફોલ્ડર ફોનની ઘણી સ્પેસ ખાઈ જાય છે, આવા સેન્ટ ફોલ્ડરને ડિલીટ કરી દો.

તેથી,જો આ લેખ પસંદ આવ્યો હોય તો કોમેન્ટ અને શેર કરો તમારા મિત્રોને જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *