અશ્લીલ કન્ટેન્ટ વાળા ફોટોગ્રાફ અને વિડિઓ અંગે ભારતમાં કાયદો શું કહે છે, શું છે સજા માટેની જોગવાઈ, જાણો વિગતવાર.

પોર્નોગ્રાફી અને ઈરોટિક શું છે? પોર્નોગ્રાફી અને ઈરોટિક કન્ટેન્ટ વચ્ચે શું તફાવત છે? અશ્લીલ કન્ટેન્ટ અંગે ભારતમાં કાયદો શું કહે છે?જાણો અહીં.

પોર્નોગ્રાફી શું છે?- પોર્નોગ્રાફી એટલે કે એવું કન્ટેન્ટ જે કોઈને સેક્સ્યૂઅલી ઉત્તેજિત કરવામાં આવે છે. ઓક્સફોર્ડ ડિક્શનરી અનુસાર, પોર્નોગ્રાફીનો અર્થ નગ્ન થઈ એવી હરકતો કરવા અંગે છે, જેને જોઈને દર્શક ઉત્તેજના અનુભવે. એમાં ફોટા, વીડિયો આવે છે. સેક્સ્યૂઅલ પાર્ટ્સ દર્શાવવામાં આવે છે.

ઈરોટિક શું છે?- ઈરોટિક પણ ઉત્તેજિત કરનાર કન્ટેન્ટ જ છે, પરંતુ એનું પેકેજિંગ થોડું અલગ હોય છે. એમાં આર્ટિસ્ટિક રીતે સેક્સના થીમને આગળ વધારવામાં આવે છે. પેઈન્ટિંગ, મૂર્તિ, ફોટોગ્રાફી, ડ્રામા ફિલ્મ, સંગીત કે લિટરેચર એમાં આવે છે.

સેક્સને માનવીય સંવેદના તરીકે રજૂ કરવું એ જ ઈરોટિક છે. અહીં એનો ઉદ્દેશ કલાત્મક્તા હોય છે, માત્ર નગ્નતા નહીં. ઈરોટિક કન્ટેન્ટમાં ન્યુડિટી થવું જરૂરી નથી. ઉલ્લુ અને અલ્ટ બાલાજી જેવા ઓટીટી પ્લેટફોર્મ્સ પર ઈરોટિક કન્ટેન્ટ ઉપલબ્ધ છે, જે માત્ર વયસ્કો માટે છે.

પોર્નોગ્રાફી અને ઈરોટિકમાં તફાવત શું છે?- આ દુનિયાભરમાં ચર્ચાનો વિષય છે. અમેરિકન ફિલ્મનિર્માતા લુસી ફિશરને એન્ટરટેનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં મહિલાઓ અને કામકાજી માતાઓને ફિલ્માવવામાં મહારત હાંસલ છે. તેમનું કહેવું છે કે ઈરોટિકમાં રેશમનો અહેસાસ છે, જ્યારે પોર્નોગ્રાફી નાયલોનનો. ઈરોટિક મિડલ ક્લાસના શિક્ષિત લોકો માટે છે. જ્યારે પોર્નોગ્રાફી એકલા, અનાકર્ષક અને અશિક્ષિત લોકો માટે.

સીધી વાત કરીએ તો સેક્સ્યૂઅલ પાર્ટ્સને દર્શાવવું પોર્ન છે અને એને દર્શાવ્યા વિના જોનારાને ઉત્તેજિત કરવા ઈરોટિકા છે. બંનેનો ઉદ્દેશ ઉત્તેજિત કરવાનો છે.

– વધુ એક મોટો તફાવત બનાવનારાઓનો દૃષ્ટિકોણ પણ છે. પોર્નનું મુખ્ય ઉદ્દેશ માત્ર પૈસા કમાવાનો છે, જ્યારે ઈરોટિકમાં એસ્થેટિક્સ છે. પ્રોડક્શન અને પેકેજિંગનું મહત્ત્વ વધુ હોય છે. એનો ઉદ્દેશ માત્ર પૈસા કમાવાનો નથી, પણ સમગ્ર પેકેજને કલાત્મક રીતે રજૂ કરવાનો છે.

કેટલાક લોકો તો ઈરોટિકને હાઈક્લાસ પોર્નોગ્રાફી કહેવાથી પણ ખુદને રોકી શકતા નથી. તેઓ કહે છે, આ એક ઉત્તમ ક્લાસના કન્ઝ્યુમર માટે ડિઝાઈન કરેલી પ્રોડક્ટ છે. બંનેનો ઉદ્દેશ સેક્સ્યૂઅલી ઉત્તેજિત કરવાનો છે.

શું ભારતમાં પોર્ન જોવું પણ ગેરકાયદે છે?- ના,ભારતમાં એકાંતમાં પોર્ન કન્ટેન્ટ જોવું ગેરકાયદે નથી. સુપ્રીમ કોર્ટે જુલાઈ ૨૦૧૫ માં એમ જરૂર કહ્યું હતું કે તે કોઈ એડલ્ટ વ્યક્તિને એકલામાં પોતાના રૂમમાં બેસીને પોર્ન જોવાથી રોકી ન શકે. આ તેની સ્વતંત્રતાનો મુદ્દો છે. એનો અર્થ એ નથી કે બધું ચાલશે. આઈટી એક્ટમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફી જોવી, શેર કરવા પર પ્રતિબંધ છે અને તે ગેરકાયદે છે.

શું ભારતમાં કાયદો પોર્નોગ્રાફી અને ઈરોટિક કન્ટેન્ટ વચ્ચે તફાવત કરે છે?- ના, વાસ્તવમાં આ મામલે સમગ્ર દુનિયામાં જ કાયદાકીય રીતે કોઈ સ્પષ્ટ પરિભાષા નથી. આ એક આર્ટિસ્ટિક નેરેટિવ છે, જે ઈરોટિકના પક્ષમાં રહે છે. આપણે ત્યાં આ પ્રકારના કન્ટેન્ટને અશ્લીલ સામગ્રી કહે છે. એમાં ભદ્દી, ઈરોટિક તમામ પ્રકારના કન્ટેન્ટ આવે છે. એના માટે ઈન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ ૨૦૦૦, ઈન્ડિયન પીનલ કોડ (IPC અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યૂઅલ ઓફેન્સિસ (પોક્સો) એક્ટ ૨૦૧૨ માં સજા નક્કી કરવામાં આવી છે.

અશ્લીલ કન્ટેન્ટ અંગે ભારતમાં કાયદો શું કહે છે?- ઈન્ડિયન પીનલ કોડ (IPC)ના સેક્શન ૨૯૨માં ઉત્તેજક સામગ્રીને અશ્લીલ કહેવાઈ છે. આ સેક્શન કહે છે કે અશ્લીલ સામગ્રી દ્વારા કોઈ લાભ કમાવવાની કોશિશ કરે છે તો તેને સજા આપી શકાય છે. સેક્શન ૨૯૩ માં એવું કહેવામાં આવ્યું છે કે ૨૦ વર્ષથી ઓછી વયના લોકોને આ કન્ટેન્ટ ન વેચી શકાય કે ન તેમને બતાવી શકાય.

  • ઈન્ડિસન્ટ રિપ્રેઝન્ટેશન ઓફ વુમન (પ્રોહિબિશન) એક્ટ ૧૯૮૬ માં મહિલાઓને કોઈપણ રીતે અશિષ્ટતા સાથે રજૂ કરવા અંગેની સામગ્રી પ્રતિબંધિત છે. એમાં આ પ્રકારની સામગ્રીના પ્રકાશન, એરેન્જમેન્ટ કે ટ્રાન્સમિશન પર પ્રતિબંધ લગાવાયો છે. ૨૦૧૨ થી આ કાયદામાં એક એમેન્ડમેન્ટ પેન્ડિંગ છે, જેમાં ઈન્ટરનેટ, કેબલ ટીવી અથવા સેટેલાઈટ આધારિત કમ્યુનિકેશન દ્વારા આ પ્રકારના કન્ટેન્ટના ટ્રાન્સફર પર પ્રતિબંધ લગાવાયો છે.
  • ઈન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની સેક્શન ૬૭ માં અશ્લીલ સામગ્રીના ઈલેક્ટ્રોનિક્સ ફોર્મમાં પ્રકાશન અને ટ્રાન્સમિશન પર પ્રતિબંધ છે. આ સેક્શન કહે છે કે ઉલ્લંઘન કરનારાને વધુમાં વધુ ૩ વર્ષની સજા થઈ શકે છે. એના પર ૫ લાખ રૂપિયા સુધીનો દંડ પણ લાગી શકે છે.
  • IT એક્ટના સેક્શન ૬૭A એ લોકો પર લાગુ થાય છે, જ્યાં સેક્સ્યૂઅલી ઉત્તેજિત કરનારી હરકતો કરવામાં આવે છે. ભલે એમાં સીધા જ સેક્સને ન દર્શાવાયું હોય, વીડિયોમાં યુવક કે યુવતીનાં વસ્ત્રો ઉતારવા જેવાં દૃશ્યો પણ અશ્લીલ કન્ટેન્ટની કેટેગરીમાં રખાયાં છે. એમાં મહત્તમ પાંચ વર્ષની જેલ અને ૧૦ લાખ રૂપિયા સુધીની સજાની જોગવાઈ છે.

તેથી,જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો કોમેન્ટ અને શેર કરી તમારા મિત્રોને પણ જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *