પતિ પત્નીની મરજી વિરુદ્ધ પરાણે સંબંધ રાખે તે કાયદાકીય રીતે ગુનો બને છે? જાણો મેરિટલ રેપ શું છે?

મેરિટલ રેપ શું છે? ભારતમાં કાયદો શું કહે છે? જાણો અહીં વિગતવાર.

એક યુવતીના લગ્ન ૨૦૧૬ માં થયા. થોડા દિવસ સુધી બધું જ બરોબર ચાલ્યું, પરંતુ એ બાદ પતિ-પત્ની વચ્ચે વિવાદ શરૂ થવા લાગ્યા. પત્નીનો આરોપ છે કે પતિ દહેજની માગ કરે છે, તેની સાથે મારપીટ અને ગાળા-ગાળી કરે છે. ત્યાં સુધી પતિ પત્નીની મરજી વિરુદ્ધ પરાણે સંબંધ પણ રાખે છે. અત્યાચારથી કંટાળીને પત્ની સાસરેથી પોતાના પિયર પરત આવે છે. એ બાદ પત્નીએ પોતાના પતિ વિરુદ્ધ રેપ, અપ્રાકૃતિક સંબંધ અને દહેજની માગનો કેસ કરી દીધો.

મામલો કોર્ટ પહોંચ્યો તો લોઅર કોર્ટે પતિને ત્રણેય મામલામાં દોષી ગણાવ્યો, પરંતુ હાઈકોર્ટમાં પતિને રેપના આરોપમાંથી મુક્ત કરી દીધો. આવું પહેલી વખત નથી થયું, જ્યારે પતિને પત્નીની સાથે રેપના આરોપમાંથી મુક્ત કરવામાં આવ્યો હોય. ભારતીય કાયદામાં પતિ-પત્ની વચ્ચે આ પ્રકારના મેરિટલ રેપની કલમ ૩૭૫ થી અલગ રાખવામાં આવી છે. તો ચાલો જાણીએ મેરિટલ રેપ વિશે.

મેરિટલ રેપ શું હોય છે? – જ્યારે એક પુરુષ પોતાની પત્નીની સહમતી વગર તેની સાથે સેક્સ્યૂઅલ ઈન્ટરકોર્સ કરે છે તો તેને મેરિટલ રેપ કહેવામાં આવે છે. મેરિટલ રેપમાં પતિ કોઈપણ પ્રકારના બળનો પ્રયોગ કરે છે, પત્ની કે કોઈ એવો શખસને જેની પત્ની ચિંતા કરતી હોય તેને ઈજા પહોંચાડવાનો ડર દેખાડતો હોય કે પછી કોઈ અન્ય પ્રકારનું નુકસાન થશે કે જેનાથી મહિલાની અંદર એવો ડર બેસે છે કે જો વિરોધ કરશે તો ઓ વાત તેની વિરુદ્ધ જશે.સમયની સાથે સમાજમાં મહિલાઓની ભૂમિકાઓ અને અધિકારો અંગે જાગરૂકતા વધી છે. આ સાથે જ સમાજમાં મેરિટલ રેપને ગુનો ગણાવવામાં આવે છે.

૧૯૩૨ માં પોલેન્ડ દુનિયાનો પહેલો એવો દેશ બન્યો જેણે મેરિટલ રેપને ગુનો ગણાવ્યો. સમયની સાથે દુનિયાના અનેક દેશોએ આ મુદ્દાને ગુનાની શ્રેણીમાં સામેલ કર્યા છે. જોકે ભારત હજુ સુધી આ દેશોની યાદીમાં સામેલ નથી.

મેરિટલ રેપને લઈને ભારતના કાયદા શું છે? – ભારતના રેપના કાયદામાં જો આરોપી મહિલાનો પતિ છે તો તેના પર રેપનો કેસ જ દાખલ ન થઈ શકે. IPCની કલમ ૩૭૫ માં રેપની વ્યાખ્યા કરવામાં આવી છે, જે કાયદા મેરિટલ રેપને અપવાદ ગણાવે છે, જેમાં કહેવામાં આવ્યું છે કે જો પત્નીની ઉંમર ૧૮ વર્ષથી વધુ છે તો પુરુષને પોતાની પત્નીની સાથે સેક્સ્યૂઅલ ઈન્ટરકોર્સ રેપ ન ગણવામાં આવે. ભલે તે ઈન્ટરકોર્સ પુરુષ દ્વારા પરાણે કે પત્નીની મરજી વિરુદ્ધ કરવામાં આવ્યો હોય. ભારતીય કાયદામાં આ પ્રકારની હરકતને શારીરિક અને માનસિક અત્યાચાર ગણવામાં આવે છે.

ભારતમાં મહિલાની પાસે પતિના અત્યાચાર વિરુદ્ધ ફરિયાદનો પણ કોઈ અધિકાર નથી? – આ પ્રકારના અત્યાચારની શિકાર થયેલી મહિલા, પતિ વિરુદ્ધ સેક્શન ૪૯૮A અંતર્ગત સેક્સ્યુઅલ અસોલ્ટનો કેસ દાખલ કરાવી શકે છે. તે સાથે જ ૨૦૦૫ માં ડોમેસ્ટિક વાયોલન્સ વિરૂદ્ધ બનેલા કાયદામાં પણ મહિલાઓ પોતાના પતિ વિરૂદ્ધ સેક્સ્યૂઅલ અસોલ્ટનો કેસ કરાવી શકે છે. આ સાથે જ જો તેને ઈજા થઈ હોય તો તે IPCની કલમ અંતર્ગત પણ કેસ કરાવી શકે છે.

મેરિટલ રેપને સાબિત કરવો તે એક મોટો પડકાર છે. ચાર દીવાલની અંદર થયેલા ગુનાના પુરાવા દેખાડવા ઘણું જ મુશ્કેલ હોય છે. તે સવાલ કરે છે કે જે દેશોમાં મેરિટલ રેપનો કાયદો છે ત્યાં આ વાત કેટલી સફળ રહી છે. તેનાથી ગુના પર કેટલો અંકુશ આવ્યો છે તે કોઈ જ નથી જાણતું.

હાલ કેટલા દેશોમાં મેરિટલ રેપ ગુનો ગણાય છે?- ૧૯ મી શતાબ્દીમાં ફેમિનિસ્ટ પ્રોટેસ્ટ પછી પણ લગ્નગ્રંથીથી બંધાયેલા પુરુષોને પત્નીની સાથે સેક્સનો કાયદાકીય અધિકાર હતો. ૧૯૩૨ માં પોલેન્ડ દુનિયાનો પહેલો દેશ બન્યો જેને મેરિટલ રેપને ગુનાકીય પ્રવૃત્તિ ગણાવી. ૧૯૭૦ સુધી સ્વીડન, ડેનમાર્ક, નોર્વે, સોવિયત સંઘ, ચેકોસ્લોવાકિયા જેવાં દેશોએ પણ મેરિટલ રેપને ગુનાકીય યાદીમાં સામેલ કર્યા. ૧૯૭૬ માં ઓસ્ટ્રેલિયા અને ૮૦ના દશકામાં સાઉથ આફ્રિકા, કેનેડા અને અમેરિકા, ન્યૂઝીલેન્ડ, આયર્લેન્ડ, મલેશિયા, ઘાના અને ઇઝરાયેલે પણ આ યાદીમાં સામેલ થઈ ગયા.

સંયુક્ત રાષ્ટ્ર સંઘની પ્રોગ્રેસ ઓફ વર્લ્ડ વુમન રિપોર્ટ મુજબ ૨૦૧૮ સુધી દુનિયાના ૧૮૫ દેશોમાં માત્ર ૭૭ દેશ એવા હતા જ્યાં મેરિટલ રેપને ગુનો જાહેર કરવાને લઈને સ્પષ્ટ કાયદાઓ છે. બાકી ૧૦૮ દેશોમાંથી ૭૪ એવા દેશ છે જ્યાં મહિલાઓ માટે પોતાના પતિ વિરુદ્ધ રેપ કે માત્ર ગુનાકીય ફરિયાદ દાખલ કરાવવાની જોગવાઈ છે. તો ૩૪ દેશ એવા છે જ્યાં ન તો મેરિટલ રેપ અપરાધ છે કે ન તો મહિલા પોતાના પતિ વિરુદ્ધ રેપ માટે ગુનાકીય ફરિયાદ દાખલ કરાવી શકે છે. આ ૩૪ દેશોમાં ભારત પણ સામેલ છે.

આ ઉપરાંત દુનિયાના ૧૨ દેશમાં એવી જોગવાઈ છે, જેમાં બળાત્કારનો ગુનેગાર જો મહિલા સાથે લગ્ન કરી લે તો તેને આરોપમાંથી મુક્ત કરવામાં આવે છે. UN આ વાતને ઘણી જ ભેદભાવપૂર્ણ અને માનવાધિકારો વિરુદ્ધની ગણાવે છે.

તેથી,જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો કોમેન્ટ અને શેર કરી તમારા મિત્રોને જણાવો.

2 thoughts on “પતિ પત્નીની મરજી વિરુદ્ધ પરાણે સંબંધ રાખે તે કાયદાકીય રીતે ગુનો બને છે? જાણો મેરિટલ રેપ શું છે?

 • July 18, 2022 at 3:18 am
  Permalink

  ખૂબ સરસ જાણકારી સેર કરવા બદલ ખૂબ ખૂબ આભાર.
  જમીન મહેસૂલ અંગે નાં કાયદા અંતર્ગત પ્રશ્નોના જવાબ જાણી શકાય?
  જો જણાવશો તો આપનો ખૂબ ખૂબ આભાર!
  આપનો શુભેચ્છક..
  ધનસુખલાલ પાર (જુનિયર એડવોકેટ- વલસાડ)

  Reply
  • July 18, 2022 at 3:22 am
   Permalink

   Practice as Junior (Advocate) practicner ( Criminal and Civil both)

   Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *