શું આપણી સુરક્ષા માટે હથિયાર જરૂરી છે, તો જાણીલો લાયસન્સ માટેની શું છે શરતો, અને કેટલા વર્ષ માટે રાખી શકાય હથિયાર.

આપણી સુરક્ષા માટે લઈ શકો છો હથિયાર,તેના લાયસન્સ માટેની કેટલી છે શરતો, તેમજ જાણો કેટલા વર્ષ માટે રાખી શકાય હથિયાર?

જો આપ પણ કોઈ બિઝનેસ અથવા નોકરી કરો છો, જેમાં આપને દરરોજ મોટા જોખમ સાથે ફરવાનું થતું હોય તો આપના પર હંમેશા લૂંટફાટનો ખતરો મંડરાઈ રહેતો હોય છે. ત્યારે આપ વિચારતા હોવ છો કે, જો આપને આર્મ્સ લાયસન્સ મળી જાય તો કેટલીય મુશ્કેલીના સમયે લૂંટારાઓ કે બદમાશો સામે રક્ષા કરી શકાય.

તો આજે તમને જણાવીશું કે કેવી રીતે આપ લાયસન્સ પ્રાપ્ત કરી શકશો. તેને લેવા માટેના ક્યાં નિયમો અને શરતો છે. આપને ક્યા ક્યા હથિયારો રાખવાનું લાયસન્સ મળી શકે છે.

આર્મ્સ લાયસન્સ માટે જરૂરી શરતો – આર્મ્સ લાયસન્સ એક્ટ ૧૯૫૯ અનુસાર કોઈ પણ સક્ષમ વ્યક્તિ પોતાની આત્મરક્ષા માટે પ્રશાસન પાસેથી આર્મ્સ લાયસન્સ લઈ શકે છે. તેના માટે અરજી કરવાની ઉંમર ઓછામાં ઓછી ૨૧ વર્ષ હોવી જોઈએ. તે ભારતનો નાગરિક હોવો જોઈએ. તેના પર કોઈ ગંભીર ગુનાહિત કેસ થયેલ ન હોવો જોએ. તે શારીરિક અને માનસિક રીતે એકદમ સ્વસ્થ હોવો જોઈએ. તેના પર કોઈ સરકારી દેવું ન હોવું જોઈએ.

લાયસન્સ માટે કારણ બતાવાનું રહેશે – અરજી કરતા પોતાના ફોર્મમાં એક સાથે એપ્લીકેશન પણ આપવાની રહેશે. જેમાં તથ્યો અને પુરાવા સાથે એ સ્પષ્ટ કરવાનું રહેશે કે, તેને લાયસન્સની જરૂર છે. આ ઉપરાંત જો આપ શૂટીંગ પ્લેયર છો, તો આપને હથિયારનું લાયસન્સ મળી શકે છે. જો કે તેના માટે પણ આપે હથિયાર બતાવા પડશે.

ફોર્મ સાથે કયાં ડોક્યુમેન્ટ આપવા પડશે –

  • ઉંમરનું પ્રમાણપત્ર
  • ચરિત્ર પ્રમાણપત્ર
  • આવકની જાણકારી
  • સંપત્તિની જાણકારી
  • ઓળખાણ પત્ર અને એડ્રેસ પ્રુફ
  • મેડિકલ સર્ટિફિકેટ
  • કોઈ પણ પ્રકારના દેવાની જાણકારી

કોણ આપી શકે છે લાયસન્સ – અલગ અલગ રાજ્યોમાં જિલ્લા અધિકારી, કમિશ્નર અથવા આ રેંકના અન્ય અધિકારી લાયસન્સ જાહેર કરી શકે છે. આપને ડીએમ અથવા કમિશ્નર ઓફિસમાંથી ફોર્મ લઈને ત્યાં આર્મ્સ લાયસન્સ માટે અરજી કરવાની રહેશે. આ ફોર્મની સાથે તમામ જરૂરી ડોક્યુમેંટ લગાવાના હોય છે. સાથે જ એ પણ બતાવાનું રહેશે કે, આપને પિસ્તોલ,રિવોલ્વર અથવા રાઈફલ વગેરેમાંથી ક્યા હથિયાર માટે લાયસન્સ જોઈએ છે.

કેટલી જગ્યાએ માગવામાં આવે છે રિપોર્ટ – ત્યાર બાદ ડીએમ તે એપ્લીકેશનને સંબંધિત સ્ટેશન અથવા એસડીએમ ઓફિસમાં ફોરવર્ડ કરીને રિપોર્ટ માગે છે. બંને જગ્યાએથી અરજીકર્તા વિશે ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવે છે અને તેને હથિયારના લાયસન્સની જરૂર છે તે પરખવામાં આવશે. ત્યાર બાદ રિપોર્ટ પોલીસ સ્ટેશનની કાઢી ડીએસપી ઓફિસ, ત્યાંથી એસપી ઓફિસ થઈને ડીએમ સુધી પહોંચે છે. ત્યાં પ્રશાસન તરફથી એકાઉટંટ, મામલતદાર, કલેક્ટર અથવા એડીએમ થઈને પોતાના રિપોર્ટનું આકલન કરીને લાયસન્સના મુદ્દા પર વિવેકથી નિર્ણય કરશે.

આ જગ્યાએથી ખરીદી શકશો હથિયાર – જ્યારે ડીએમ લાયસન્સ જાહેર કરે છે તો આપ હથિયાર ખરીદી શકો છો. હથિયાર ખરીદી માટે આપને બે ઓપ્શન આપવામાં આવે છે. આપ ઈચ્છો તો સરકારી ઓર્ડિંનેસ ફેક્ટ્રીમાંથી હથિયાર લઈ શકો છો. ત્યાંથી હથિયાર આપને ખૂબ સસ્તામાં મળી રહેશે. ત્યાંથી આપ લગભગ એક દોઢ લાખ રૂપિયામાં રિવોલ્વર લઈ શકો છો. આપ પ્રાઈવેટ હન હાઉસમાંથી હથિયાર ખરીદી શકો છો. જો કે, ત્યાંથી હથિયાર ખરીદવા પર આપને લગભગ દોઢ ગણો વધારે ખર્ચો થશે.

કેટલા વર્ષ માટે મળે છે આર્મ્સ લાયસન્સ – હથિયાર ખરીદ્યા બાદ આપને ડીએમ ઓફિસ અથવા સિટી મજિસ્ટ્રેટ ઓફિસમાં જઈને તેની ડિટેલ નોંધ કરાવી પડે છે. આ સાથે જ આપ નજીકના સ્ટેશનમાં જઈને વિવરણ નોંધાવાનું રહેશે. આ રજીસ્ટ્રેશન બાદ આપ પોતાનું લાયસન્સ લઈને કેરી કરી શકો છો. આર્મ્સ લાયસન્સ પાંચ વર્ષ માટે જાહેર કરી શકે છે. જે બાદ પરીથી રિન્યૂ કરવું પડે છે. રિન્યૂઅલના સમયે ફરીજી અરજીકર્તા તપાસ કરવાની હોય છે. કોઈ પણ વ્યક્તિ બેથી વધારે હથિયાર રાખી શકતો નથી.

તેથી,જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો કોમેન્ટ અને શેર કરી તમારા મિત્રોને પણ જરૂર જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *