શું તમે ટીચર બનવા માંગો છો તો આવો જાણીએ ટીચર બનવા માટે જરૂરી લાયકાત કેટલી હોવી જોઈએ અને કઈ પરીક્ષા પાસ કરવી પડે છે.

ટીચર બનવા કઈ પરીક્ષા આપવી પડે છે? ટીચર બનવા માટે જરૂરી લાયકાત કેટલી હોવી જોઈએ,જાણો આ વિશે વિગતવાર.

છેલ્લા ઘણા વર્ષોમાં ટીચિંગ ફિલ્ડમાં યુવાનોનો ઇન્ટરેસ્ટ(વ્યાપ) વધી રહ્યો છે. દેશના ખૂણે-ખૂણે સ્કૂલ, કોલેજ અને યુનિવર્સિટીઝ ખૂલી રહી છે. અહીં નોકરીઓનો પણ ઢગલો છે. એજ્યુકેશન સબ્જેક્ટ ઉપરાંત યોગ, ફિટનેસ, સ્પોર્ટ્સ જેવા ફિલ્ડમાં પણ પ્રોફેશનલ ટીચર્સની માગ સતત વધી રહી છે. ટીચરની સેલરીમાં ઘણા ફેરફાર થયા પછી હવે સ્ટાર્ટિંગમાં જ સારો પગાર મળે છે. જો તમે પણ આ ફિલ્ડમાં કરિયર બનાવવા ઇચ્છતા હો તો અહીં આપેલી જાણકારી તમને ચોક્કસથી કામમાં લાગશે. ટીચિંગ ફિલ્ડમાં સારી કમાણી ઈન્કમની સાથે સન્માન પણ મળશે

ટીચર બનવા માટે જરૂરી લાયકાત.

  • ભારતમાં ટીચર બનવા માટે B.Ed કરેલું હોવું જરૂરી છે. આ સિવાય તમે વધારે ક્વોલિફિકેશન માટે M. Ed પણ કરી શકો છો.
  • તમે બેઝિક ટ્રેનિંગ સર્ટિફિકેટ (BTC), ડિપ્લોમા ઈન એજ્યુકેશન (D.Ed) કે ટીચિંગ ટ્રેનિંગ સર્ટિફિકેટ કોર્સ પણ કરી શકો છો.
  • ટીચિંગમાં સરકારી નોકરી કરવા ઇચ્છુક કેન્ડિડેટ CBSEની આયોજિત સેન્ટ્રલ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ (CTET) માં સામેલ થઇ શકે છે.

ટીચર બનવા માટે આ પરીક્ષા ક્વોલિફાઇડ કરવી જરૂરી. 

૧.TGT અને PGT- આ ટેસ્ટ સ્ટેટ લેવલે લેવામાં આવે છે. ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં આ એક્ઝામ ફેમસ છે. TGT માટે ગ્રેજ્યુએટ અને B.Ed પૂરું કરેલું હોવું જરૂરી છે અને PGT માટે પોસ્ટ ગ્રેજ્યુએટ અને B.Ed કરેલું હોવું જોઈએ. TGT પાસ કરેલા ટીચર્સ ધોરણ ૬ થી ૧૦ સુધીના બાળકોને ભણાવે છે જ્યારે PGT પાસ કર્યા પછી સેકન્ડરી અને સિનિયર સેકન્ડરી વિદ્યાર્થીઓને ભણાવી શકે છે.

૨.TET – દેશના ઘણા રાજ્યોમાં આ એક્ઝામ B.Ed અને D.Ed કરતા વિદ્યાર્થીઓ માટે લેવામાં આવે છે. જેમનું B.Edનું રિઝલ્ટ ના આવ્યું હોય તે વિદ્યાર્થીઓ પણ આ એક્ઝામ આપી શકે છે. એક્ઝામ પાસ કર્યા પછી રાજ્ય સરકાર અમુક નક્કી કરેલા વર્ષો માટે એક સર્ટિફિકેટ આપે છે. આ સમય ૫ થી ૭ વર્ષનો હોય છે. આ દરમિયાન કેન્ડિડેટ ટીચરની ભરતીમાં અપ્લાય કરી શકે છે.

૩.CETE – કેન્દ્રીય વિદ્યાલય, દિલ્હીની સ્કૂલ, તિબેટિયન સ્કૂલ અને નવોદય વિદ્યાલયમાં ટીચર બનવા માટે આ એક્ઝામ પાસ કરવી પડે છે. CETE માટે એક્ઝામ CBSE લે છે અને તેમાં ગ્રેજ્યુએટ પાસ અને B. Ed ડિગ્રીવાળા વિદ્યાર્થીઓ સામલે થઇ શકે છે. એક્ઝામ પાસ કરવા માટે ૬૦% માર્ક્સ લાવવા જરૂરી છે. એક્ઝામ પાસ કરતા કેન્ડિડેટને ૭ વર્ષની વેલિડિટીવાળું સર્ટિફિકેટ આપવામાં આવે છે.

૪.UGC NET – કોલેજમાં લેક્ચરરની નોકરી માટે UGC NETની એક્ઝામ મહત્ત્વની છે. આ પેપર વર્ષમાં બે વખતે ડિસેમ્બર અને જૂન મહિનામાં હોય છે. નેટ એક્ઝામમાં ત્રણ પેપર હોય છે. કેન્ડિડેટ્સ અંગ્રેજી કે હિન્દી એમ બંનેમાંથી કોઈ પણ મીડિયમમાં પેપર આપી શકે છે.

તેથી, જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો કોમેન્ટ અને શેર કરી તમારા મિત્રોને જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *