ભારતનો નવો અબોર્શન કાયદો શું છે અને મહિલાઓની પ્રાઈવસીને લઈને કાયદામાં કઈ કઈ જોગવાઈ છે, જાણો વિગતવાર.

ભારતનો નવો એબોર્શન કાયદો શું છે, મહિલાઓની પ્રાઈવસીને લઈને કાયદો શું કહે છે, તેમજ જાણો અન્ય દેશોમાં અબોર્શનના નિયમો શું છે ?

બોમ્બે હાઈકોર્ટે હાલમાંજ સગીર દુષ્કર્મ પીડિતાને ૨૯ સપ્તાહની પ્રેગ્નેન્સીને ટર્મિનેટ કરવાની પરવાનગી આપી છે. હાઈકોર્ટે મેડિકલ નિષ્ણાંતોની પેનલ બનાવી હતી. પેનલે ૯ સપ્ટેમ્બરે હાઈકોર્ટને પોતાનો રિપોર્ટ આપ્યો, જેમાં પેનલે કહ્યું કે પ્રેગ્નન્સીથી સગીરા ખૂબ જ ગભરાઈ ગઈ છે. જો પ્રેગ્નન્સીને ચાલૂ રાખવામાં આવી તો સગીરાનાં માનસિક સ્વાસ્થ્ય પર ખૂબ જ ગંભીર અસર પડી શકે છે.

૬ મહિના પહેલા સુધી દેશમાં ૨૪ સપ્તાહથી વધારેની પ્રેગ્નન્સીને ટર્મિનેટ કરવી તે ગેરકાયદેસર હતી. નવા કાયદા પછી આ પહેલીવાર છે, જ્યારે ૨૯ સપ્તાહની પ્રેગ્નન્સીને ટર્મિનેટ કરવાની પરવાનગી આપવામાં આવી છે. ચાલો જાણીએ આ સંબંધમાં નવો કાયદો શું કહે છે? નવા પ્રેગ્નન્સી ટર્મિનેશન કાયદાએ મહિલાઓને કેવી રીતે સુરક્ષિત એબોર્શન કરવાના વિકલ્પ આપ્યા છે?

ભારતનો એબોર્શન કાયદો શું કહે છે ? – નવો એબોર્શન કાયદો સંસદ દ્વારા પસાર થયા બાદ ૨૫ માર્ચ, ૨૦૨૧ થી અમલમાં આવ્યો છે. નવા મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી (એમેન્ડમેન્ટ) એક્ટ, ૨૦૨૧એ ૧૯૭૧ ના મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી (MPT) એક્ટનું સ્થાન લીધું છે. WHOના જણાવ્યા અનુસાર, ભારતનો નવો પ્રેગ્નન્સી કાયદો દરેકને સમગ્ર એબોર્શન કેર પૂરી પાડવા માટે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs)ને પૂર્ણ કરે છે.

જો ગર્ભ ૨૪ અઠવાડિયાથી વધુ જૂનો હોય તો ૧૯૭૧ ના કાયદામાં એબોર્શનની મંજૂરી આપવામાં આવતી ન હતી, પરંતુ નવા કાયદા હેઠળ મેડિકલ બોર્ડની સંમતિથી આ કરી શકાય છે. નવો કાયદો મહિલાઓને ડોક્ટરની સલાહ થી ૨૦ અઠવાડિયાની ગર્ભાવસ્થા સમાપ્ત કરવાની મંજૂરી આપે છે. અગાઉ ખાસ કેટેગરી ધરાવતી મહિલાઓ માટે બે ડોકટરોની સલાહથી ૨૦ અઠવાડિયા માટે ગર્ભપાતની મંજૂરી આપવામાં આવી હતી, જે હવે વધારીને ૨૪ અઠવાડિયા કરવામાં આવી છે.

મહિલાઓની પ્રાઈવસીને લઈને કાયદો શું જણાવે છે ? – સુપ્રીમ કોર્ટના વકીલ આશુતોષ શેખર પારચાનું કહેવું છે કે કાયદામાં મહિલાઓની પ્રાઈવસીની વાત કરવામાં આવી છે. સરકારે અપરિણીત મહિલાઓને પણ કાયદેસર એબોર્શનની પરવાનગી આપી છે. પહેલા, અસુરક્ષિત રીતે એબોર્શન થતું હતું અને મહિલાઓનું જીવન જોખમમાં મૂકાય જતું હતું.

મુંબઈના એક ગાયનેકોલોજી વિભાગમાં કન્સલ્ટન્ટ ડો. સુદેશના રે કહે છે કે કાયદાકીય એબોર્શન મહિલાઓની પ્રાઈવસીનું ધ્યાન રાખશે. ૧૮ વર્ષથી મોટી ઉંમરની મહિલાઓ જો ઈચ્છે તો પોતાના માતા-પિતા તથા ગાર્ડિયન અને પાર્ટનરને જણાવ્યા વગર એબોર્શન કરાવી શકશે. સગીરના કેસમાં માતા-પિતા તથા કાયદેસર ગાર્ડિયનને પ્રક્રિયામાં સામેલ કરવાં પડશે. બિલમાં વિવાહિત મહિલા તથા તેના પતિના સ્થાને મહિલા તથા તેના પાર્ટનર લખવામાં આવ્યું છે.

ગર્ભ જો ૨૦ સપ્તાહથી વધુ હોય તો શું થશે ? – ગર્ભપાત માટે ગર્ભની ઉંમરને ૨૦ થી વધારીને ૨૪ સપ્તાહ કરવામાં આવી છે.

નવા બિલ અનુસાર જો ગર્ભ ૨૦ સપ્તાહથી વધુનો છે તો એબોર્શન કરી શકશે. પરંતુ તેની શરતો છે- ગર્ભવતી મહિલાના જીવને જોખમ હોય તથા તેના શારિરિક અથવા માનસિક સ્વાસ્થ્યને ઉંડો આઘાત લાગવાનો ડર હોય, તથા જન્મ લેનારા બાળકને ગંભીર શારિરિક તથા માનસિક વિકલાંગતાનો ડર હોય. આ કેટેગરીમાં પરિસ્થિતિઓ મહત્વપૂર્ણ રહેશે- ૧. જો ઈચ્છિત ગર્ભ ના હોય, મહિલા તથા તેના પાર્ટનરે ગર્ભાવસ્થાથી બચવા માટે જે ઉપાયોને વાપર્યા હોય, તે ફેલ થઈ જાય. ૨. જો મહિલા આરોપ લગાવે કે દુષ્કર્મના કારણે ગર્ભ રહ્યો હોય. આ પ્રકારની પ્રેગ્નેન્સી તે મહિલા માટે માનસિક રુપથી સારી નહી રહે. હાઈકોર્ટનો આદેશ આના જ આધાર પર છે. ૩. જ્યાં ભ્રૂણમાં વિકૃતિ હોય અને તેની ખબર ૨૪ સપ્તાહ પછી પડે તો મેડિકલ બોર્ડની સલાહ બાદ ગર્ભપાત કરવામાં આવી શકે છે.

અન્ય દેશોમાં અબોર્શનના નિયમો શું છે ?- યુનાઈટેડ કિંગ્ડમ(UK) :- મહિલાનું જીવન બચાવવા માટે. મહિલાના શારીરિક તથા માનસિક સ્વાસ્થ્યને થનારા ગંભીર નુકસાનને રોકવા માટે. જો બાળક ગંભીર રુપે વિકલાંગ હોવાનું જોખમ હોય.

દક્ષિણ આફ્રિકા- મહિલાના અનુરોધ પર ૧૨ સપ્તાહ સુધી એબોર્શનની પરવાનગી છે. એબોર્શન તો ૨૦ સપ્તાહ બાદ પણ થઈ શકે છે, જો મહિલા તથા ભ્રૂણના જીવનને જોખમ હોય અથવા ભ્રૂણના અસામાન્ય હોવાનું જોખમ હોય.

અમેરિકા- અલગ-અલગ રાજ્યોમાં એબોર્શન માટે અલગ-અલગ કાયદા છે. ૧૯૭૩ માં અમેરિકી સુપ્રીમ કોર્ટે એબોર્શનને માન્ય ગણ્યું , જોકે અલબામા જેવાં ઘણાં રાજ્યોમાં સ્વાસ્થ્યને ગંભીર જોખમ તથા ભ્રૂણમાં ઘાતક વિકૃતિને છોડીને દરેક કેસમાં ગર્ભપાત પણ પ્રતિબંધ છે.

૬૭ % દેશોમાં એબોર્શન માટે ઓછામાં ઓછા એક હેલ્થકેર પ્રોવાઈડરની મંજૂરીની જરૂરત છે. જોકે, WHO ( વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન ) એ એબોર્શન માટે કોઈ સમયસીમા નક્કી કરી નથી.

તેથી,જો આપને આ લેખ પસંદ આવ્યો હોય તો કોમેન્ટ અથવા શેર કરી અન્ય લોકોને જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *