જો તમારી સેલરી સિવાય પણ આવકના અન્ય સોર્સ હોય તો ITRમાં ઉલ્લેખ કરવો જરૂરી છે, નહિ તો થઇ શકે છે તકલીફ.

જો તમારી સેલરી સિવાય પણ આવકના અન્ય સોર્સ હોય તો ITRમાં ઉલ્લેખ કરવો જરૂરી છે, નહિ તો આવકવેરા વિભાગ તમને નોટિસ ફટકારી શકે છે,જાણો આ વિશે વિગતવાર.

ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરતાં સમયે કરદાતા તરીકે તમારે ખાતરી કરી લેવી જોઈએ કે તમે તમામ આવકનો ઉલ્લેખ કર્યો છે કે કેમ. આવકવેરા વિભાગને એમ્પ્લોયરે પ્રમાણ પત્ર (ફોર્મ-૧૬) સિવાય અન્ય સોર્સની આવકની પણ માહિતી આપવી પડે છે. બેંક અને નાણાકીય સંસ્થાઓના ‘એન્યુઅલ ઈન્ફોર્મેશન રિટર્ન’ અને ‘સ્પેસિફાઈડ ફાઈનાન્શિયલ રિટર્ન’ તેમાં સામેલ હોય છે. તેથી જો તમે આવકનો કોઈ સોર્સ છૂપાવો છો અને આવકવેરા વિભાગને તેની ગંધ આવી જાય તો તમને નોટિસ મળી શકે છે.

આવકવેરા વિભાગ પાસે દરેક કરદાતાની દરેક મોટી લેવડ-દેવડની માહિતી હોય છે. કરદાતા આવક સંબંધિત વિવરણ સબમિટ કરે ત્યાર ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટનું પોર્ટલ આ તમામ માહિતીઓનું વેરિફિકેશન કરે છે. CA વિનોદ પારીખના જણાવ્યા પ્રમાણે, આ ક્રોસ વેરિફિકેશન પ્રક્રિયામાં જો કોઈ ફેરફાર જોવા મળે છે જો આવકવેરા વિભાગ નોટિસ ફટકારી તમારી પૂછપરછ કરી શકે છે.

આવકવેરા વિભાગ પાસે આ માહિતી હોય છે –

૧. બેંક અથવા પોસ્ટ ઓફિસ સેવિંગ અકાઉન્ટમાં નાણાકીય વર્ષમાં ૧૦ લાખ રૂપિયા અથવા વધારે રકમની જમા રકમ.

૨. ક્રેડિટ કાર્ડનું બિલ પેમેન્ટ-

  • એક નાણાકીય વર્ષમાં ૨ લાખ રૂપિયા અથવા વધારે ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટ
  • એક નાણાકીય વર્ષમાં ૧ લાખ અથવા વધારે રકમનું ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટ

૩. એક નાણાકીય વર્ષમાં ૨ લાખ રૂપિયા અથવા વધારે રકમનું મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ.

૪. નાણાકીય વર્ષમાં ૫ લાખ અથવા વધારે રકમના બોન્ડ અથવા ડિબેન્ચરમાં રોકાણ.

૫. એક લાખ રૂપિયા અથવા વધારે શેર-IPOનું રોકાણ.

૬. ૩૦ લાખ રૂપિયા અથવા વધારે રકમની સ્થાયી સંપત્તિની ખરીદદારી.

૭. લિસ્ટેડ સિક્યોરિટીઝ અથવા મ્યુચ્યુઅલ ફંડ વેચવા પર કેપિટલ ઈન્કમ

૮. કંપનીઓ પાસેથી મળેલા ડિવિડેંડની ઈન્કમ

૯. બેંક અથવા અન્ય નાણાકીય સંસ્થામા જમા રકમ પર મળતું વ્યાજ

૧૦. એક નાણાકીય વર્ષમાં ૧૦ લાખ રૂપિયા અથવા વધારે વિદેશી નાણાંની ખરીદી

૧૧. ૨ લાખ રૂપિયા કરતાં વધારે રકમની કોઈ વસ્તુની કેશમાં ખરીદી

૧૨. એક નાણાકીય વર્ષમાં ૧૦ લાખ રૂપિયા અથવા વધારે રકમના રોકડમાં ડિમાન્ડ ડ્રાફ્ટ/પે ઓર્ડર/બેંકર્સ

ITR ફાઈલ કરાવતાં પહેલાં આ વાતનું ઘ્યાન રાખો –

  • ફોર્મ ૨૬ASમાં દર્શાવેલી તમામ આવક રિટર્નમાં દર્શાવવામાં આવી હોય
  • TDS સર્ટિફિકેટ્સ અને ફોર્મ ૨૬ASની TDS ફિગર વેરિફાય કરો.
  • પ્રોપર્ટી, જ્વેલરી, પેન્ટિંગ્સ વગેરે વેચવા માટે કેપિટલ ગેન્સનો ઉલ્લેખ કરેલો હોવો જોઈએ.
  • નાણાકીય વર્ષમાં જે એલિજિબલ ઈન્વેસ્ટમેન્ટ કરવામાં આવ્યા હોય તેના પર છૂટ લીધેલી હોય.
  • ડિવિડેંડ ઈન્કમ હવે ટેક્સેબલ થઈ ગઈ છે. આ ઈન્કમ અધર સોર્સિસ ઈન્કમમાં શૉ કરી છે કે કેમ તેની ખાતરી કરો.
  • એક્સમ્પ્ટ ઈન્કમ અર્થાત ટેક્સ ફ્રી ઈન્કમની માહિતી આપી હોય.

તેથી તમે ITR માં આવકના અન્ય સ્ત્રોતો છુપાવી ન શકો,કારણ કે જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો કોમેન્ટ અને શેર કરી તમારા મિત્રોને પણ જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *