ફેસ્ટિવલની સીઝનમાં ક્રેડિટ કાર્ડથી ઓનલાઇન શોપિંગ કરતા મળશે અઢળક ઓફરનો લાભ,જાણો ક્યાં ક્યાં લાભ મળે છે. 

ફેસ્ટિવલની સીઝનમાં ક્રેડિટ કાર્ડથી ઓનલાઇન શોપિંગ કરતા મળશે અઢળક ઓફરનો લાભ,જાણો ક્યાં ક્યાં લાભ મળે છે. 

ફેસ્ટિવ સીઝન શરૂ થઈ ગઈ છે તેવામાં જો તમને રૂપિયાની જરૂર હોય તો ક્રેડિટ કાર્ડ તમારી આ જરૂર પૂરી કરી શકે છે. આ ઉપરાંત ક્રેડિટ કાર્ડ ઉપયોગના અન્ય ઘણા ફાયદાઓ છે. તેનાથી ક્રેડિટ સ્કોર પણ સુધરે છે અને સાથે જ ઓનલાઇન શોપિંગ પર ઘણી સારી ઓફર્સ પણ મળે છે. આજે તમને ક્રેડિટ કાર્ડના ફાયદા વિશે જણાવી રહ્યા છીએ.

ઓનલાઇન શોપિંગ પર કેશબેક મળે છે – ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવા પર તમને અટ્રેક્ટિવ કેશબેક સહિત અનેક પ્રકારની અમેઝિંગ ઓફર્સ પણ મળે છે. ઘણી ઓનલાઇન શોપિંગ વેબસાઇટથી ખરીદી કરવા પર તમને ૧૦% સુધીનું કેશબેક પણ મળી શકે છે. તેથી, ક્રેડિટ કાર્ડથી શોપિંગ કરવાથી પણ વધારે ફાયદો ઉઠાવી શકાય છે.

EMIની સુવિધા મળે છે – ઘણીવાર આપણે કોઈ લેપટોપ અથવા સ્માર્ટફોન ખરીદવા ઇચ્છતા હોઇએ તો તે આપણા બજેટની બહાર હોય છે. આવી પરિસ્થિતિમાં તમે ક્રેડિટ કાર્ડની મદદથી સરળતાથી આવી વસ્તુઓ EMI પરથી ખરીદી શકો છો. તેમાં તમારે મોટી રકમ ખર્ચ કરવાને બદલે EMI દ્વારા નાની-નાની રકમનો હપ્તો ચૂકવવાનો રહે છે. જો કે, આ સુવિધા પર તમારે વ્યાજ ચૂકવવું પડે છે. જે સામાન્ય રીતે ઘણું ઓછું હોય છે.

ઇમરજન્સીમાં મદદરૂપ – જો તમને અચાનક પૈસાની જરૂર હોય તો ક્રેડિટ કાર્ડ ખૂબ મદદગાર સાબિત થાય છે. બેંક ખાતાંમાં વધારે પૈસા ન હોય અથવા લોન પ્રોસેસ કરવામાં લાગતા સમયની સરખામણીએ ક્રેડિટ કાર્ડ એ પૈસા મેળવવાનો સૌથી સહેલો રસ્તો છે. જો કે, જો તમે વધારે ખર્ચ કરી નાખ્યો હોય તો ક્રેડિટ કાર્ડ પર પણ તમારે ઓવર લિમિટ ફી ચૂકવવી પડી શકે છે. પરંતુ તે બહુ વધારે નથી હોતી. એટલે કે, ક્રેડિટ કાર્ડથી ઇમરજન્સીમાં તમારું કામ પૂરું થઈ શકે છે. આ ઉપરાંત, ક્રેડિટ કાર્ડધારકોને ઇમરજન્સીમાં પ્રિ-અપ્રૂવ્ડ લોન પણ સરળતાથી મળી જાય છે.

ફ્રોડની શક્યતા ઓછી રહે છે – ડેબિટ કાર્ડથી ઓનલાઇન પેમેન્ટ કરવા પર જો તમે છેતરપિંડીનો ભોગ બનો તો તમારા બેંક ખાતાંમાં જમા થયેલા બધા પૈસા જઈ શકે છે. તેને પરત લાવવામાં ઘણો સમય લાગી શકે છે. ક્રેડિટ કાર્ડમાં આ ભૂલ સુધારવા માટે સમય મળે છે. આ ઉપરાંત, ક્રેડિટ કાર્ડથી એટલા જ પૈસા જશે જેટલી તમારી ક્રેડિટ કાર્ડની લિમિટ છે.

કાર્ડ ચોરી અથવા ખોવાઈ જાય ત્યારે બેંકની જવાબદારી રહે છે – ક્રેડિટ કાર્ડ ચોરી થઈ જાય અથવા ખોવાઈ જાય અને બેંકમાં રિપોર્ટ દાખલ કરાવો ત્યારે કાર્ડથી થતા કોઇપણ ટ્રાન્ઝેક્શનની જવાબદારી તમારી નહીં રહે. રિપોર્ટ નોંધાવ્યા બાદ ઝીરો લાયાબિલિટીની સુવિધા મળી શકે છે.

ઇમરજન્સીમાં પ્રિ-અપ્રૂવ્ડ લોન મળી જાય છે- ક્રેડિટ કાર્ડધારકોને ઇમરજન્સીમાં પ્રિ-અપ્રૂવ્ડ લોન સરળતાથી મળી જાય છે. જો કે, તેના માટે તમારો રેકોર્ડ સારો હોવો જરૂરી છે. પ્રિ-અપ્રૂવ્ડ લોનમાં કોઈ ડોક્યૂમેન્ટેશન નથી થતું. જેના કારણે તે ઝડપથી પ્રોસેસ થઈ જાય છે. ક્યારેક થોડા કલાકોમાં જ લોન મળી જતી હોય છે.

ક્રેડિટ કાર્ડ સ્કોર સુધારે છે – જો તમે ક્રેડિટ કાર્ડથી પૈસા ખર્ચો અને સમયસર તેનું પેમેન્ટ કરો તો તમે સારો ક્રેડિટ સ્કોર બનાવી શકો છો. ક્રેડિટ સ્કોર તમને સરળતાથી અને ઓછા વ્યાજ દર પર લોન અપાવવામાં મદદ કરે છે.

બેઝિક અથવા નો-ફ્રિલ્સ કાર્ડથી કરો શરૂઆત – પહેલીવાર ક્રેડિટ કાર્ડ લઇ રહ્યાં છો તો બેઝિક, કોઇ વાર્ષિક ફી વગરના કાર્ડથી શરૂઆત કરો. તેને નો ફ્રિલ્સ કાર્ડ કહેવામાં આવે છે. આ એક ઓછા ખર્ચ લિમિટવાળું કાર્ડ હોય છે. પ્રારંભમાં લિમિટવાળા પ્રીમિયમ અથવા સુપર પ્રીમિયમ કાર્ડને મેળવવાનું લક્ષ્ય ન રાખો. એ માટે તમારી આવકનું લેવલ હાઇ હોવું જોઇએ અને તેની ફી પણ વધારે હોય છે. તમારા પહેલા કાર્ડથી સારી ક્રેડિટ હિસ્ટ્રી બનાવો. ત્યારબાદ પ્રીમિયમ કાર્ડ મેળવવા માટે યોગ્યતા મેળવી લેશો.

તેથી,જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો કોમેન્ટ અને શેર કરી તમારા મિત્રોને જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *