જાણો તમારા વિસ્તાર(તાલુકા)માં મળતી વિવિધ ગ્રાન્ટની માહિતી વિશે.

ઘણાલોકો નહિ જાણતા હોય કે તેમના વિસ્તાર કે તાલુકામાં દર વર્ષે કેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવે છે? અને ક્યાં વાપરવામાં આવે છે? તો ચાલો આપણે આજે જાણીએ આપણા વિસ્તારની મળતી ગ્રાન્ટ વિશે.

૧.સાંસદ સભ્યની ગ્રાન્ટ – દર વર્ષે સાંસદસભ્યને પોતાના મતવિસ્તારની ગ્રામ પંચાયતમાં કામ કરવા માટે ૫ કરોડ ની ગ્રાન્ટ મળેછે.એટલે કે ૫ કરોડ×૫ વર્ષ માટે=૨૫ કરોડ મળે છે.

૨.ધારાસભ્ય ની ગ્રાન્ટ – દર વર્ષે ધારાસભ્ય ને પોતાના વિસ્તાર ની ગ્રામ પંચાયતના કામો કરવા માટે ૧.૫ કરોડ ની ગ્રાન્ટ મળેછે. એટલે કે પાંચ વર્ષ માટે ૫×૧.૫=૭.૫કરોડ મળે છે

૩.રાજ્યસભા ના સાસદસભ્ય ની ગ્રાન્ટ – રાજ્યસભા ના સાંસદસભ્યને પોતાના મતવિસ્તારમાં વાપરવા માટે ૫ કરોડ ની ગ્રાન્ટ મળેછે. એટલે કે પાંચ વર્ષમાં ૫×૫=૨૫ કરોડ.

૪.સ્વભંડોળ ની ગ્રાન્ટ – ગ્રામ પંચાયત દ્વારા ઉઘરાવવા માં આવતા વેરા માંથી થતી ટોટલ આવકના અમૂક ટકા સ્વભંડોળ ની ગ્રાન્ટ તરીકે મળેછે.

૫.જીલ્લા પંચાયત ના સભ્ય ની ગ્રાન્ટ

૬.ATVT(આપણો તાલુકો વાઈબ્રન્ટ તાલુકા)ની ગ્રાન્ટ – દરવર્ષે ૧ કરોડની ગ્રાન્ટ સરકાર ૧ તાલુકાને આપેછે અને તાલુકામાં થી ગામડે ગામડે વહેચણી થાય,કોઈને ૧ લાખ,કોઇને ૨ લાખ કોઈને પાંચ લાખ. આ ગ્રાન્ટ ફરજીયાત આવે છે અને ફરજિયાત વાપરવી પડે છે. એટલે કે પાંચ વર્ષમાં ૫ કરોડ.

૭.જીલ્લા આયોજન મંડળ ની ગ્રાન્ટ – આ ગ્રાન્ટ દરવર્ષે ૧ કરોડની આવે ,એટલે કે પાંચ વર્ષમાં ૫ કરોડ.

૮.DMF(District mineral Fund)ની ગ્રાન્ટ – જે જીલ્લાઓમાં રેતીની કે કોઈ ખાણ-ખનીજ ની લીજ આપવામાં આવી હોય એ લીજ માથી લીજધારકો જે ખનીજ બહાર કાઢે એનાથી આસપાસ ના વાતાવરણને,આબોહવાને અને ગામની જમીને નુકશાન થાય,જેની જમીન લીજ માં જાય એમને નુકશાન થાય એટલે સરકાર ને રોયલ્ટી ની જે આવક થાય એ જીલ્લામાં થી એના ૬૦% રુપિયા પાછા ગ્રાન્ટ તરીકે જે ગામડાઓમાં લીજ આપવામાં આવી હોય એ ગ્રામ પંચાયત ને મળે.

૯.સ્વચ્છતા ની ગ્રાન્ટ – ગામની વસ્તીદીઠ એટલેકે મતદાન યાદીમાં જેનું નામ હોય એવી વસ્તી જે હોય ૨૦૦૦ ની વસ્તી ગણતરી મૂજબ ૨૫ રૂપિયા લેખે મળે એટલે કે ૫૦૦૦×૨૫=૧,૨૫,૦૦૦

૧૦.ઓક્ટ્રોયની ગ્રાન્ટ – ઓક્ટ્રોય ની ગ્રાન્ટ સરકાર દરવર્ષે “સરપંચ”ના સીધા ખાતામાં જમા કરે છે.આ ગ્રાન્ટ જે ગામમાં ૩૫૦૦ લોકોની વસ્તી હોય તે ગામમાં લમછમ અંદાજે ૧,૨૧,૦૦૦ જેટલી ગ્રાન્ટ આવેછે.

૧૧. નાણાંપંચ ની ગ્રાન્ટ – ભારતસરકાર પંચવર્ષીય આયોજન કરે કે આગલા પાચ વર્ષમાં શિક્ષણ ક્ષેત્રે,રોડ-રસ્તા ક્ષેત્રે, પર્યાવરણ ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે ગામડાઓમાં શું કરવાનું છે? એ આયોજન પરથી ભારત સરકાર રૂપિયા ફાળવે. માથાદીઠ એમાં ચારેક હજાર ની વસ્તી હોય તો લમછમ ૧૬-૧૭ લાખ રૂપિયા ગ્રાન્ટ આપે.

૧૨. પરફોર્મન્સ ગ્રાન્ટ – કોઇ ગ્રામ પંચાયત ને સરકારે જે કાઈ ગ્રાન્ટ આપી છે,જે કામ કરવા માટે આપી છે, એ કામ કરી નાખે અને પૂરેપૂરી ગ્રાન્ટ વાપરી નાખે તો એનો મતલબ એવો થયો કે ગ્રામ પંચાયતે ખૂબ સારું કામ કર્યુ છે. એટલે સારું કામ કરવા બદલ જે ગ્રાન્ટ આપે તેને પરફોર્મન્સ ગ્રાન્ટ કહેવાય.

દા.ત. કોઈ રોડ બનાવવા માટે સરકાર ૨ લાખની ગ્રાન્ટ આપે અને ગ્રામ પંચાયત ૨ લાખ વાપરી નાખે અને ગ્રામ પંચાયત કાગળ ઉપર ખોટી રીતે કે કોઈ પણ રીતે રોડ બનાવી નાખે તો સરકાર માં એવું સાબિત થયું કે આ ગ્રામ પંચાયત સક્રિય છે,એટલે જેવી ગ્રાન્ટ આવી કે તરત જ રોડ બનાવી નાખ્યો, આનું પરફોર્મન્સ સારું છે.
આવી રીતે મળતી ગ્રાન્ટ ને પરફોર્મન્સ ગ્રાન્ટ કહેવાય.

૧૩ ગ્રામ સભાની ગ્રાન્ટ – આવી રીતે ટોટલ લગભગ એક વર્ષ ની ૧૨-૧૩ કરોડની ગ્રાન્ટ તાલુકામાં ફાળવવામાં આવે છે.

આ સિવાય હજી ઘણી બધી ગ્રાન્ટ છે..તેથી,જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ અને શેર કરી અન્ય લોકો ને પણ જણાવો.

One thought on “જાણો તમારા વિસ્તાર(તાલુકા)માં મળતી વિવિધ ગ્રાન્ટની માહિતી વિશે.

  • September 14, 2022 at 6:57 am
    Permalink

    લીંબડી તાલુકો ગામ ધનશયામપુર નો સરપંચ છુ તો મારે ગાનટ વિછે માહિતી મેળવી છે અને આ લેખ બહું ગમ્યો છે

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *