હવે કોઈ પણ ડોક્યુમેન્ટ વગર આધાર કાર્ડ સાથે અપડેટ કરાવી શકો છો તમારો મોબાઈલ નંબર,જાણો અહીં સંપૂર્ણ પ્રોસેસ.

મોબાઈલ નંબર શા માટે અપડેટ કરવો જરૂરી છે ? કોઈ પણ ડોક્યુમેન્ટ વગર તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે અપડેટ કરાવી શકો છો ,જાણો અહીં સંપૂર્ણ પ્રોસેસ.

આધાર કાર્ડ નંબર લિંક કરાવવો જરૂરી છે. જો તમે મોબાઈલ નંબર બદલી દીધો છે અને તેને આધાર સાથે અપડેટ નથી કર્યો તો જલ્દીથી આ કામ પૂરું કરી દો. મોબાઈલ નંબર અપડેટ કરાવવા માટે કોઈ ડોક્યુમેન્ટની જરૂર નહીં પડે. તો ચાલો તમને આધારમાં મોબાઈલ નંબર અપડેટ કરવાની પ્રોસેસ જણાવી રહ્યા છીએ.

જાણો આખી પ્રોસેસ.

  • સૌપ્રથમ તમારી નજીકના આધાર કેન્દ્ર પર જાઓ.
  • અહીં તમને ફોન નંબર લિંક કરવા માટે એક ફોર્મ આપવામાં આવશે.
  • આ ફોર્મને આધાર કરેક્શન ફોર્મ કહેવાય છે. તેમાં સાચી જાણકારી ભરો.
  • હવે ૨૫ રૂપિયા ફી આપીને ભરેલું ફોર્મ જમા કરી દો.
  • એ પછી તમને એક સ્લિપ આપવામાં આવશે. આ સ્લિપમાં અપડેટ રિકવેસ્ટ નંબર હશે.
  • આ રિકવેસ્ટ નંબરથી તમે ચેક કરી શકો છો કે નવો નંબર ફોન સાથે લિંક થયો છે કે નહીં.
  • ત્રણ મહિનામાં તમારું આધાર કાર્ડ નવા નંબર સાથે લિંક કરવામાં આવશે.
  • જ્યારે તમારું આધાર નવા નંબર સાથે લિંક થઈ જશે ત્યારે તે જ નંબર પર OTP આવશે.
  • આ OTPનો ઉપયોગ કરીને તમે ઓનલાઇન તમારું આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.
  • મોબાઈલ નંબર લિંકનું સ્ટેટસ તમે UIDAIના ટોલ ફ્રી નંબર પર કોલ કરીને પણ જાણી શકો છો.

મોબાઈલ નંબર શા માટે અપડેટ કરવો જોઈએ?

​​​​​​​દેશમાં મોટાભાગની સરકારી યોજનાઓને આધાર સાથે જોડવામાં આવી છે. આ સુવિધાઓનો લાભ લેવા માટે તમે આધાર નંબરનો ઉપયોગ વેરિફિકેશન પ્રોસેસ માટે કરશો તો તમારા મોબાઈલ નંબર પર આ માટે OTP મોકલવામાં આવશે.

આ OTP તમારા રજિસ્ટર્ડ કે ઈમેલ આઈડી પર મોકલવામાં આવે છે. તેવામાં જો તમારો મોબાઈલ નંબર બદલાઈ ગયો છે તો આ OTP તમારા જૂના નંબર પર જ આવશે અને પછી તમે OTP પ્રોસેસ પૂરી નહીં કરી શકો. તેનાથી તમારે ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે.

તો આ હતી ઓનલાઈન મોબાઈલ નંબર લિંક કરવાની પ્રોસેસ ની માહિતી,આશા છે કે આપને આ લેખ પસંદ આવ્યો હશે તો આ લેખમાં કોમેન્ટ અને શેર કરી તમારા મિત્રોને પણ જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *