ફેસબુક માર્કેટપ્લેસ દ્વારા તમારા પ્રોડક્ટને કઈ રીતે કરાવી શકો છો લિસ્ટ. જાણો અહીંયા.

ફેસબુક માર્કેટપ્લેસ શું છે? અને કઈ રીતે કામ કરે છે? આ રીતે તમારા પ્રોડક્ટને કરાવી શકો છો લિસ્ટ.

આજલાક સોશ્યલ મીડિયા ચેટિંગ અને મનોરંજન સુધી સિમિત ન રહીને કમાણીનું સાધન પણ બન્યું છે. સમયાંતરે દરેક સોશ્યલ મીડિયા માધ્યમ પોતાના ગ્રાહકો માટે અવનવી સુવિધાઓ લોન્ચ કરે છે. જે તમારા વ્યવસાયને વધારવામાં આને તેનું વેચાણ વધારવામાં મદદ કરી શકે છે. ફેસબુક તે સોશ્યલ મીડિયામાંથી એક છે જે બિઝનેસ માટે ઘણી સુવિધાઓ પૂરી પાડે છે. ફેસબુકની આવી જ એક સર્વિસ છે જેનું નામ છે ફેસબુક માર્કેટપ્લેસ. તે બિઝનેસ માટે પોતાના નવી પ્રોડક્ટનો વ્યાપ વધારવા માટે અને બિઝનેસને પ્રમોટ કરવાનું એક સારું માધ્યમ બન્યું છે. તો સૌથી પહેલા જાણીએ ફેસબુક માર્કેટપ્લેસ શું છે.

શું છે ફેસબુક માર્કટપ્લેસ? – ફેસબુક માર્કેટપ્લેસ ફેસબુક દ્વારા લોન્ચ કરવામાં આવેલ માર્કેટપ્લેસ સર્વિસ છે જે તમને ફેસબુક દ્વારા પ્રોડક્ટ વહેંચવા કે ખરીદવાની સુવિધા આપે છે. તમારે માત્ર પ્રોડક્ટની ફોટો અપલોડ કરવાની છે અને તેને વેચવાની છે. ફેસબુક માર્કેટપ્લેસ તમારી પોતાની દુકાન જેવું છે, જેના દ્વારા તમે ફ્રીમાં તમારા પ્રોડક્ટ વેચી શકો છો. જ્યારે પણ તમારા દ્વારા લિસ્ટ કરાયેલ પ્રોડક્ટ કોઇના ધ્યાનમાં આવશે તો તે મેસેન્જર દ્વારા તમારો સંપર્ક કરી શકે છે. આમ સીધી વાતચીત દ્વારા સંભવિત ગ્રાહકોનો વિશ્વાસ જીતી શકાય છે. તે એક એલ્ગોરિધમ પર કામ કરે છે. જે યુઝર્સને તેના દ્વારા પસંદ કરવામાં આવતી પ્રોડક્ટ્સ બતાવે છે. આપને જણાવી દઇએ કે હાલ ફેસબુક માર્કેટપ્લેસ યુએસમાં જ સપોર્ટ કરે છે.

કઇ રીતે સેલિંગ કરવું ? – તમે ફેસબુક માર્કેટપ્લેસ પર ડેસ્કટોપ અથવા મોબાઇલ બંને દ્વારા સેલિંગ કરી શકો છો.

ડેસ્કટોપ દ્વારા –

 • ફેસબુક ઓપન કરી તેમાં તમારા જે-તે આઇડી વડે લોગીન કરો.
 • ડાબી બાજુએ આવેલ માર્કેટપ્લેસ ઓપ્શન પર ક્લિક કરો.
 • Create New Listing પર ક્લિક કરો.
 • Item for Sale સિલેક્ટ કરો.
 • Add Photos પર ક્લિક કરી તમારી પ્રોડક્ટનો ફોટો અપલોડ કરો.
 • હવે તમારી પ્રોડક્ટ વિશે માહિતી ઉમેરો. કિંમતમાં ૦ લખો જો તમે આઇટમને ફ્રી આઇટમ તરીકે લિસ્ટ કરાવવા ઇચ્છતા હોય. Next પર ક્લિક કરો.
 • ડિલિવરી મેથોડ સિલેક્ટ કરી અને Next પર ક્લિક કરો.
 • લિસ્ટિંગ પોસ્ટ કરવા માટે પબ્લિશ પર ક્લિક કરો.

મોબાઇલ દ્વારા –

 • ફેસબુક એપ ઓપન કરી લોગીન કરો.
 • નીચે ટૂલબારમાં આપેલ Marketplace ઓપ્શન પર ક્લિક કરો.
 • Sell સિલેક્ટ કરો.
 • પોપ-અપમાં Create New Listing સિલેક્ટ કરી Items પસંદ કરો.
 • તમારી પ્રોડક્ટ વિશે માહિતી એન્ટર કરો અને પ્રોડક્ટનો ફોટો અપલોડ કરીને Next પર ક્લિક કરો.
 • ડિલિવરી મેથોડ પસંદ કરીને Publish પર ક્લિક કરો.
 • આ વસ્તુઓ તમે માર્કેટપ્લેસ પર ન કરી શકો સેલ

માર્કેટપ્લેસ પર અમુક વસ્તુઓ એવી પણ છે જે તમે સેલ કરી શકતા નથી. જેમાં ડિજીટલ પ્રોડક્ટ, હથિયાર, બારૂદ કે વિસ્ફોટક, પ્રાણીઓ, ગેરકાયદેસર, પ્રિસ્ક્રિપ્શન અથવા ડ્રગ્સ, ઇન્જેસ્ટિબલ સપ્લિમેન્ટ્સ, રીઅલ, વર્ચ્યુએલ કે ખોટા ચલણ, ભ્રામક અથવા અપમાનજનક વસ્તુઓ.

ફેસબુક માર્કેટપ્લેસ પેમેન્ટ પ્રોસેસ :- ફેસબુક માર્કેટપ્લેસ પર પેમેન્ટ પદ્ધતિ સેલર પર આધારિત છે. પરંતુ કંપની વેચાણ સમયે પેમેન્ટ કરવા માટે મેસેન્જર અથવા PayPalનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખે છે. તમે બંને પાર્ટી માટે પેમેન્ટ માટે કઇ મેથોડ વધુ શ્રેષ્ઠ છે તે મેસેન્જર દ્વારા જાણી શકો છો. ઉદાહરણ તરીકે જો તમે પે-પલ અથવા વેન્મોન પેમેન્ટ મેથોડ તરીકે પસંદ કરો છો, પરંતુ ખરીદનાર પાસે તે નથી, તો જો તે સ્થાનિક હોય તો તમે કેશ ચૂકવવા વિશે પૂછી શકો છો. જો તમે તમારું ડેબિટકાર્ડ અથવા પે-પલ એકાઉન્ટ મેસેન્જર સાથે લિંક કર્યુ હોય તો તમે ફેસબુક મેસેન્જર દ્વારા પણ પૈસા ચૂકવી શકો છો.

શિપિંગ અને રીટર્ન્સ :- જો તમે શોપ તરીકે વહેંચી રહ્યા છો તો જ તમે શિપિંગ સુવિધાનો ઉપયોગ કરી શકો છો. તેનો અર્થ છે કે તમને શિપમેન્ટ દીઠ ૫ ટકા પ્રતિ સેલિંગ ફી અથવા $૮.૦૦ અથવા તેનાથી ઓછા શિપમેન્ટ માટે $૦.૪૦નો એક સમાન ચાર્જ પણ લાગી શકે છે. એક વખત તમે ઓનલાઇન ચેકઆઉટ અને શિપિંગ પર સાઇન અપ કરો છો પછી તમારી પાસે પૂરતો સમય હશે કે તમે ખરીદનાર સુધી પ્રોડક્ટ પહોંચાડી શકો. નહીંતર ફેસબુક દ્વારા ઓર્ડર કેન્સલ કરી નાખવામાં આવશે. તમે શિપિંગ કોસ્ટ જાતે પણ ચૂકવી શકો છો અથવા ખરીદનારને પણ ચૂકવવા કહી શકો છો.

ફેસબુક સેલિંગ માટેની ટિપ્સ :-

૧. માર્કેટ સ્પર્ધાને ધ્યાનમાં રાખી કાળજી પૂર્વક તમારી પ્રોડક્ટના ભાવ નક્કી કરો.
૨. સમયસર ગ્રાહકના સવાલોના જવાબ આપો.
૩. પ્રોડક્ટ વિશે શક્ય તેટલી તમામ માહિતી આપો.
૪. સારી લાઇટિંગનો ઉપયોગ કરીને હાઇ ક્વોલિટી ફોટો લો.
૫. તમારી પ્રોડક્ટ સુધી લોકો ઝડપથી પહોંચી શકે તે માટે ટેગ્સનો ઉપયોગ કરો.
૬. તમે ઓફર્સ અને વાતચીત માટે તૈયાર તેવી ખાતરી આપો.

તેથી,જો આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ અને શેર કરી તમારા મિત્રોને શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *