વિશ્વમાં ભૂખમરા ની સ્થિતિમાં ભારતની સ્થિતિ પહેલા કરતા સુધરી છે કે બગડી છે ? જાણો એક ક્લીકમાં.

ગ્લોબલ હંગર ઈન્ડેક્સ (GHI) શું છે? આ ઈન્ડેક્સમાં ભારતની સ્થિતિ કેવી છે? તેમજ હંગર ઇન્ડેક્સની ગણતરી કેવી-રીતે કરવામાં આવે છે,જાણો અહીં.

હાલમાં જ ગ્લોબલ હંગર ઈન્ડેક્સ ૨૦૨૧ જારી કરવામાં આવ્યો છે. આ લિસ્ટમાં સામેલ ૧૧૬ દેશમાં ભારત ૧૦૧ નંબર પર છે. ગત વર્ષે ૧૦૭ દેશની યાદીમાં ભારત ૯૪ મા ક્રમે હતું. આ વખતની યાદીમાં માત્ર ૧૫ દેશ એવા છે, જે ભારતથી પાછળ છે. હંગર ઈન્ડેક્સ જારી થતાં જ વિવાદ પણ છેડાયો છે. વિપક્ષી પાર્ટીઓ આ મામલે સરકારને ઘેરી રહી છે, જ્યારે સરકારે હંગર ઈન્ડેક્સની મેથડોલોજી અને આંકડાઓ પર જ સવાલ ઉઠાવ્યા છે. તો ચાલી અપને સમજીએ,કે આ હંગર ઈન્ડેક્સ છે શું? એને કઈ રીતે તૈયાર કરવામાં આવે છે? પ્રતિ વર્ષ ભારતનું પ્રદર્શન કેવું રહ્યું છે?.

ગ્લોબલ હંગર ઈન્ડેક્સ શું હોય છે?- સરળ ભાષામાં સમજીએ તો ગ્લોબલ હંગર ઈન્ડેક્સ (GHI) કહે છે કે કોઈપણ દેશમાં ભૂખમરાની સ્થિતિ શું છે. એને દર વર્ષે કન્સર્ન વર્લ્ડવાઈડ અને વર્લ્ડ હંગર હેલ્પ (જર્મનીમાં Welthungerhilfe) નામનું યુરોપિયન NGO તૈયાર કરે છે. દુનિયાભરના અલગ-અલગ દેશોમાં ૪ માપદંડોનો અંદાજ મેળવીને ઈન્ડેક્સને તૈયાર કરવામાં આવે છે.

આ બનાવવાનો ઉદ્દેશ દુનિયાભરમાંથી ભૂખમરો નાબૂદ કરવા માટે થઈ રહેલા પ્રયાસોની સમીક્ષા કરવાનો છે. ઈન્ડેક્સમાં દરેક દેશનો રેન્કિંગ અલગ-અલગ માપદંડો પર નક્કી કરીને આ વિશ્લેષણ કરવામાં આવે છે કે દેશમાં ભૂખમરાનું કારણ શું છે અને એને દૂર કરવા માટે કયા-કયા ઉપાયો કરી શકાય તેમ છે.

આ ઈન્ડેક્સમાં ભારતની સ્થિતિ કેવી છે? – ૧૧૬ દેશમાંથી ભારતનું સ્થાન ૧૦૧મું છે. ભારત એ ૩૧ દેશમાં પણ સામેલ છે જ્યાં ભૂખમરાની સમસ્યા ખૂબ ગંભીર માનવામાં આવી છે. ભારત નેપાળથી ૨૪ અને પાકિસ્તાનથી ૯ ક્રમ નીચે છે. ભારતનો GHI સ્કોર ૨૭.૫ છે, જે ગંભીર કેટેગરીમાં આવે છે.

GHI સ્કોર કેવી રીતે કેલ્ક્યુલેટ કરવામાં આવે છે? – દરેક દેશનો GHI સ્કોર ૩ ડાયમેન્શનના ૪ માપદંડો પર કેલ્ક્યુલેટ કરવામાં આવે છે. આ ત્રણ ડાયમેન્શન છે. અંડરનરિશમેન્ટ :- અંડરનરિશમેન્ટ એટલે કે એક સ્વસ્થ વ્યક્તિને દિવસભર માટે જરૂરી કેલરી ન મળવી. વસતિના કુલ હિસ્સામાંથી એ હિસ્સાને કેલ્ક્યુલેટ કરવામાં આવે છે, જેમને દિવસભરની જરૂરિયાત પ્રમાણે પર્યાપ્ત કેલરી મળી રહી નથી.

ચાઈલ્ડ મોર્ટાલિટી – ચાઈલ્ડ મોર્ટાલિટીનો અર્થ દર ૧ હજાર જન્મ પર એવાં બાળકોની સંખ્યા, જેનાં મોત જન્મના પાંચ વર્ષની વયમાં જ થયાં. ત્રીજું પાસું છે ચાઈલ્ડ અંડરન્યૂટ્રિશન, એમાં ૨ કેટેગરી આવે છે.

ચાઈલ્ડ વેસ્ટિંગ – ચાઈલ્ડ વેસ્ટિંગ એટલે કે બાળકો પોતાની વયના હિસાબે ખૂબ દૂબળા કે કમજોર હોવા. ૫ વર્ષથી ઓછી વયનાં એવાં બાળકો, જેમનું વજન તેમના કદના હિસાબે ઓછું હોય છે. એ દર્શાવે છે કે એ બાળકોને પર્યાપ્ત પોષણ ન મળ્યું એ કારણથી તેઓ નબળા થઈ ગયા.

ચાઈલ્ડ સ્ટંટિંગ – ચાઈલ્ડ સ્ટંટિંગનો અર્થ એવાં બાળકો, જેમનું કદ તેમની વયના હિસાબે ઓછું હોય, એટલે કે વયના હિસાબે બાળકની હાઈટ ન વધી હોય. હાઈટનો સીધો સંબંધ પોષણ સાથે છે. જે સમાજમાં લાંબા સમય સુધી બાળકોમાં પોષણ ઓછું હોય છે ત્યાં બાળકોમાં સ્ટંટિંગની પરેશાની હોય છે.

આ ત્રણેય પાસાંને ૧૦૦ પોઈન્ટનો સ્ટાન્ડર્ડ સ્કોર આપવામાં આવે છે. આ સ્કોરમાં અંડરનરિશમેન્ટ, ચાઈલ્ડ મોર્ટાલિટી અને ચાઈલ્ડ અંડરન્યૂટ્રિશન ત્રણેયનો એક-એક તૃતીયાંશ હિસ્સો હોય છે. સ્કોર સ્કેલ પર ૦ સૌથી સારો સ્કોર હોય છે, જ્યારે ૧૦૦ સૌથી ખરાબ હિસ્સો હોય છે.

હંગર ઇન્ડેક્સમાં ટોપ-૧૦ દેશ –

૧.બેલારુસ
૨.બોસ્નિયા અને હર્જગોવિના
૩.બ્રાઝીલ
૪.ચીલી
૫.ચીમ
૬.ક્રોએશિયા
૭. ક્યુબા
૮.એસ્ટોનિયા
૯.કુવૈત
૧૦.લાત્વિયા

તેથી,જો આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ અને શેર કરી તમારા મિત્રોને પણ જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *