શું તમને ખબર છે કાગળની શોધ કોણે અને ક્યારે કરી હતી? જાણો તેની સાથે જોડાયેલ ઈતિહાસ.

શું તમને ખબર છે કાગળની શોધ કોણે અને ક્યારે કરી હતી? જાણો તેની સાથે જોડાયેલ ઈતિહાસ.

મિત્રો,ખડકો અને ગુફાઓની દિવાલો આજે પણ પ્રાગૈતિહાસિક વારસા સમગ્ર વિશ્વમાં માણસના અભિવ્યક્તિના પ્રયત્નો તરીકે જાળવવામાં આવી છે. ધીરે ધીરે લીપીઓ વિકસિત થઈ અને તેને લખવા માટે એક માધ્યમની જરૂર પડી. જ્યારે માણસને ધાતુઓનું જ્ઞાન થયું, હવે સીસુ, તાંબુ, પિત્તળ અથવા કાંસાના પત્રો ઉપર લખવાનો પ્રયાસ થયો. આ કાર્ય અત્યંત મુશ્કેલ તો હતું, પરંતુ તેની સ્થિરતાને કારણે મહત્વપૂર્ણ વિષયો અને નિયમોને લાંબા સમય સુધી સુરક્ષિત રાખવાના ઉદેશ્યથી તેનો ઉપયોગ કરવામાં આવ્યો. પરંતુ જે શોધે લેખનના માધ્યમને સંપૂર્ણપણે બદલી દીધું હતું તે હતું કાગળ.

પરંતુ આજના સમયમાં કાગળની ઉપયોગિતા તો તમે સૌ જાણો જ છો. પથ્થર અને પાંદડાને છોડી કેવી રીતે શરૂ થયો હશે આ કાગળ યુગ ? મિત્રો, કાગળના આ રસપ્રદ ઈતિહાસની શરૂઆત બે હજાર વર્ષ અગાઉ થઈ હતી. તો ચાલો જાણીએ કાગળની શોધ વિશે

સૌપ્રથમ કાગળની શોધ ક્યા કરવામાં આવી ? – બે હજાર વર્ષ અગાઉ ચીનમાં આ રીતે કાગળ બનાવવાની શરૂઆત થયેલી. એવું માનવામાં આવે છે ચીનના કાઈ લુન ( CAI LUN ) એ ઈ.સ પૂર્વે ૧૦૫ માં હાન રાજવંશના સમ્રાટ હોતીના સમયમાં કાગળની શોધ કરી હતી. કાઈ લુને શોધ કરી તે પહેલા લખવા માટે વાંસ અને રેશમી ટુકડાનો ઉપયોગ કરવામાં આવતો હતો.

પરંતુ સમયની સાથે તેનો ઉપયોગ ખૂબ મુશ્કેલ હતો જેથી કાગળની શોધ આવશ્યક બની. જેમાં રદ્દી અને લાકડાના માવાને પાણીમાં પલાળી સીધી સપાટી ઉપર પાથરી દેવામાં આવતો અને પાણી ઉડી જાય એટલે કાગળ તૈયાર થતો, પણ તે થોડો જાડો કાગળ બનતો એટલે આગળ જતા આ પધ્ધતિમાં થોડા સુધારા થયાં અને કાગળના માવાને જાળીદાર પાટીયા ઉપર સહેજ દાબ આપીને પાથરવાની પધ્ધતિ આવી. વળી તેને સફેદ અને સુંવાળો બનાવવા માટે કેટલાંક રસાયણો પણ ઉમેરવાનું શરૂ થયું. ફ્રાંસના લુઈ રોબર્ટ નામના વિજ્ઞાનીએ કાગળ બનાવવાનું આ યંત્ર શોધ્યું હતું જેમાં લાંબા જાળીવાળા પટ્ટા ઉપર માવો પાથરવામાં આવતો અને માવામાંથી પાણી નીતરી ગયા પછી તેને દાબયંત્રમાં દબાવીને પાતળો અને સુંવાળો બનાવી યાંત્રિક પધ્ધતિથી સુકવી દેવામાં આવતો.

‘પેપર’ નામ કેવી રીતે પડ્યું ? – કાગળ મુખ્યત્વે ‘પેપીટસ’ નામના ઝાડના રસમાંથી બનાવવામાં આવતો એટલે તેનું નામ પેપર પડી ગયું. હાલમાં કાગળ અલગ અલગ વનસ્પતિના રેસા, લાકડા અને રદ્દીમાંથી બનાવવામાં આવે છે જે માટે જંગલના વૃક્ષો કાપવા પડે છે એટલે પર્યાવરણના બચાવ માટે આપણે સૌએ કાગળનો દુરુપયોગ કે બગાડ ન કરવો જોઈએ. કાગળની શોધ ચીનના લોકોએ કરી હતી પણ આજે યુરોપ અને અમેરિકાના દેશો કાગળ બનાવવામાં આગળ પડતા ગણાય છે.

કેવી રીતે નક્કી થાય છે કાગળની ગુણવત્તા – કાગળમાં હાઈ સ્પીડ પ્રિન્ટિંગમાં અશ્રુ અને સંકોચનની ક્ષમતા હોવી જરૂરી છે.જેમાં ગુરુ પ્રિન્ટિંગ માટે પાતળા શીટ્સનો અને પેકેજીંગ માટે જાડી શીટ્સનો ઉપયોગ થાય છે. છાપકામ વખતે ફોર્મ્સ સાથે શીટ્સનો યોગ્ય અંતર હોવું જોઈએ. જેથી સફેદ ચળકાટ મારતો કાગળ મળી શકે છે. યોગ્યતા મુજબ કદમાં ફેરફાર કરવાથી ઉત્તમ ગુણવતા, ટકાઉ સાથે ભેજ અને ગુંદર માટે પ્રતિરોધક કાગળ બને છે.

આશા છે કે તમને આ લેખ પસંદ આવ્યો હશે,તો કોમેન્ટ અને શેર કરી તમારા મિત્રોને પણ જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *