ડિજિટલી રૂપિયા ટ્રાન્સફર કરતી વખતે ભૂલથી ખોટા અકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ ગયા હોય તો તમારી રકમ આ રીતે પરત મેળવો.

ડિજિટલ પૈસા ટ્રાન્સફર કરતી વખતે ભૂલથી ખોટા બેંક અકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર થઈ ગયા હોય તો ટેન્શન ના લો, રકમ પરત લેવા જાણો આ ટિપ્સ.

ટેક્નોલોજીને લીધે એક બેંકમાંથી બીજા બેંક અકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરવાની પ્રોસેસ સરળ બની ગઈ છે. ફોનપે, ગૂગલ પે, એમેઝોન પે અને ઇન્ટરનેટ બેન્કિંગ જેવા અન્ય ઘણા પેમેન્ટ એપથી ડિજિટલ ટ્રાન્જેક્શનમાં વધારો થયો છે. ઘણીવાર બેંક અકાઉન્ટમાં મની ટ્રાન્સફર કરતી વખતે ભૂલ કરવાથી, બેંક અકાઉન્ટ નંબર ખોટો એન્ટર કરવાથી ખોટા અકાઉન્ટમ ટ્રાન્સફર થઇ જાય છે. ઘણા બધા યુઝર્સની આ તકલીફને ધ્યાનમાં રાખીને આજે તમને અમુક નેટબેન્કિંગ ટિપ્સ આપી રહ્યા છીએ..

સૌથી પહેલા બેંકને આ વિશે જાણકારી આપો – જો ભૂલથી તમે બીજી કોઈ વ્યક્તિના અકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરી દીધા છે તો સૌપ્રથમ બેંકને આ વિશે ફોન કે ઈમેલથી સૂચના આપો. ભૂલ થયા પછી શક્ય હોય તો બેંકના બ્રાંચ મેનેજરને મળી લો. જે બેંકમાં રૂપિયા ટ્રાન્સફર કર્યા છે, તે જ બેંકમાં આ ભૂલનું સોલ્યુશન આવી શકે છે. બેંકને ભૂલથી થયેલા ટ્રાન્જેક્શનની માહિતી આપો. તેમાં ટ્રાન્જેક્શનની તારીખ અને સમય, અકાઉન્ટ નંબર અને જે અકાઉન્ટ નંબરમાં ભૂલથી ટ્રાન્સફર થયા છે તેની ડિટેલ હોવી જોઈએ.

બેંકે તરત જ એક્શન લેવી પડશે – ભૂલથી ટ્રાન્સફરના મોટાભાગના કેસમાં રિસીવર રૂપિયા પરત કરવા તૈયાર થઈ જાય છે, પરંતુ તે રૂપિયા આપવાની ના પાડે તો તમે કેસ કરી શકો છો. તમારી સાથે લીગલ એક્શન લેવાનો અધિકાર છે. તમે બેંક પર ફરિયાદ કરીને લીગલ એક્શન લઇ શકો છો. RBIની ગાઈડલાઈન પ્રમાણે, ભૂલથી રૂપિયા કોઈ અન્ય અકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ ગયા હોય તો બેંકે જલ્દી એક્શન લેવી પડશે. બેંકને જ સાચા અકાઉન્ટમાં રૂપિયા પરત કરવાની વ્યવસ્થા કરવી પડશે.

રકમ પરત મળી શકે છે – તમે જે બેંકના અકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કર્યા છે, તે અકાઉન્ટ નંબર ખોટો છે કે પછી IFSC કોડ ખોટો છે, તો રૂપિયા આપોઆપ જ તમારા ખાતામાં આવી જશે, પરંતુ જો આવું ના થાય તો તમે બ્રાંચ મેનેજરને મળો. તેમને ભૂલથી થયેલા ટ્રાન્જેક્શન વિશે સમજાવો. રૂપિયા કઈ બેંકના અકાઉન્ટમાં ગયા છે તે ચેક કરો. જો કોઈ બીજી બેંકના ખાતામાં ભૂલથી પૈસા ટ્રાન્સફર થયા હોય તો રકમ પરત લેવામાં ઘણો ટાઈમ લાગે છે.

ઘણીવાર બેંક આવા કેસનું સોલ્યુશન લાવવામાં ૨ મહિનાનો સમય લે છે. તમે તમારી બેંક પાસેથી નક્કી કરી શકો છો કે કયા શહેરની કઈ બેંકની બ્રાંચના કયા ખાતામાં રૂપિયા ટ્રાન્સફર થયા છે. તે બ્રાંચ પર વાત કરીને તમે રૂપિયા પરત લઇ શકો છો.

ઓનલાઈન પેમેન્ટ વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું? –

  • રૂપિયા ટ્રાન્સફર કરતી વખતે રિસીવરનો બેંક અકાઉન્ટ નંબર ચેક કરી લો.
  • ઉતાવળમાં બેંક અકાઉન્ટ નાખવાને લીધે એક આંકડો પણ ખોટો હોય તો પૈસા ખોટી જગ્યાએ ટ્રાન્સફર થઈ શકે છે.
  • રૂપિયા મોકલ્યા પહેલાં અકાઉન્ટ બેનીફિશિયરી એડ કરો. જેથી વારંવાર ટ્રાન્જેક્શન કરવામાં સરળતા રહે.
  • પ્રથમવાર બીજાના અકાઉન્ટમાં રૂપિયા મોકલવાની શરુઆત ઓછી રકમથી કરો, જેથી રૂપિયા ખોટા અકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જાય તો નુકસાન ઓછું થાય.

તેથી,કોઈપણ ટ્રાન્જેકશન કરતી વખતે આટલી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ અને શેર કરી તમારા મિત્રોને જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *