સુરત: રાશન કૌભાંડમાં વધુ એક વીડિઓ વાયરલ.

રાશન કૌભાંડમાં વાયરલ વિડીયો મુજબ પરવાનેદાર ઉપર ફોજદારી રાહે કાર્યવાહી કરવી જરૂરી.

સુરત શહેર ડીંડોલી સ્થિત નવાનગર માં આવેલ વ્યાજબી ભાવની સસ્તા અનાજની દુકાન નમ્બર L – 13, લાયસન્સ નમ્બર 199/85 ના સંચાલક શ્રી તોલીરામ કાજોડજી જૈન દ્વારા લાભાર્થીઓને મળનાર સરકારી અનાજનો જથ્થો વહેલી સવારે એક્ટિવા મોપેડ ગાડી જેનો નમ્બર GJ05PN2457 પર સગેવગે કરતા જણાઈ આવ્યા હતા. ત્યારે જાગૃત નાગરિક દ્વારા સમયસૂચકતા વાપરતા અનાજ ચોરી થતા બચાવી લેવામાં આવેલ હોવાનું વીડિયો માં જણાઈ આવે છે.

ઉપરોક્ત વીડિયો ના આધારે તપાસ કરાવી અનાજ ચોરો સામે કાયદેસના પગલાં ભરવા શહેરના જાગૃત નાગરિક હિતેષ જાસોલીયા દ્વારા કલેક્ટરમાં લખિત ફરિયાદ કરીને અરજ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *