વારંવાર સરકારી અનાજ સગેવગે કરતો વિડીઓ વાયરલ હોવા છતાં સરકાર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી થતી નથી.

રાંદેર માં વ્યાજબી ભાવનું સરકારી અનાજ સગેવગે કરતો દુકાન સંચાલક કેમેરા માં આબાદ ઝડપાયો.

સરકારી અનાજ લાભાર્થીઓ સુધી પહોંચતો હોવાની વાતો કાગળ પર જ થતી હોવાની વિગતો સાબિત કરતો હોવાનું હાલના વાયરલ થયેલ વીડિયો ઉપરથી જાણી શકાય. છે.

આજીજી કરતો ઇસમ કેમેરા નું સંચાલન કરનાર વ્યક્તિ ને વિડ્યો નહીં ઉતારવા જણાવી\ રહ્યો છે. સાથે વાતચીત ના અંશો (ઉસ દિન ભી તું ભાગ ગયા થા, વહાં સે…) સાબીત કરી રહ્યા છે કે આ ઘટના વારંવાર પુનરાવર્તિત થઈ રહી છે.

રાંદેર પુરવઠા ઝોનલ કચેરીના ત્રિજ્યા મા આવતી વ્યાજબી ભાવની દુકાન પંડિત દિનદાયલ ગ્રાહક ભંડાર ના સંચાલક કૈલાસબેન હરીસિંહ રાજપૂત : દુકાન નમ્બર 15586 આર-૨૭ સરનામું ૭ દિવ્યજયોત, સ્વામિનારાય મંદિર પાસે અડાજણ રોડ, સુરત. દ્વારા સરકારી અનાજ પ્લાસ્ટિક ની ગુણ માં ભરી પ્વપ્રાઇવેટ ટેમ્પો દ્વારા સગેવગે કરતા આબાદ ઝડપાઇ ગયો છે.

વારંવાર આવી ઘટનાઓ સામે આવી રહી છે. તે જોતા તંત્ર ની નિષ્ફળતા સ્પષ્ટ છતી થવા પામી છે. સદર ઘટના માં વાયરલ થયેલ વીડિયો માં કાર્યવાહી કરવા જાગૃત નાગરિકો દ્વારા ગાંધીનગર સચિવ સુધી તેમજ પીએમઓ માં ફરિયાદ આપવાની તજવીજ હાથ ધરી છે. જોવું રહ્યું કે પ્રશાસન કેવી કાર્યવાહી કરશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *