પોલીસ કર્મચારીઓનો ગ્રેડ-પે મામલો શું છે? તેમજ પોલીસકર્મી શા માંટે આંદોલન કરે છે? જાણો આ ૭ પોઈન્ટ વિશે.

પોલીસ કર્મચારીઓનો ગ્રેડ-પે મામલો શું છે? તેમજ પોલીસકર્મી શા માંટે આંદોલન કરે છે?,જાણો આ ૭ પોઈન્ટ વિશે

પોલીસ આંદોલન સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી શરૂ થયેલી આ લડત હવે નિર્ણાયક મોડ પર પહોંચી છે. આ લેખમાં અમે તમને આ સાત પોઈન્ટ જણાવીશું જેના પરથી તમે આંદોલનને સંપૂર્ણ સમજી શકશો.

આ આંદોલન કોનું છે? – ગુજરાતમાં અંદાજે ૧ લાખ પોલીસકર્મચારીઓ છે. જેમાં વર્ગ ૩ ના કર્મચારીઓ લગભગ ૭૦ હજાર છે. આ આંદોલન માત્રને માત્ર વર્ગ-૩ના પોલીસ કર્મચારીઓનું જ છે. આ પોલીસકર્મીઓમાં કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, ASI, જેલ સિપાઈ, SRP જવાનો અને નશાબંધીના કર્મચારીનો સમાવેશ થાય છે.

આ આંદોલન કોણ કરે છે? – પોલીસકર્મીઓ આંદોલન કરી શકતાં નથી એટલે તેમના વતી તેમના પરિવારજનોએ બાજી સંભાળી છે. જેમાં તેમના સગા સંબંધીઓ પણ સામેલ થયા છે. આ આંદોલનને કેટલીક સંસ્થાઓ, સમૂદાયો અને રાજકીય નેતાઓનું પણ સમર્થન મળ્યું છે. જો કે આ આંદોલનને સૌથી મોટું સમર્થન તો સોશિયલ મીડિયા યૂઝર્સનું છે.

પોલીસકર્મીઓ શા માટે આંદોલન કરે છે? – આ આંદોલનકારીઓની કુલ 23 માગણી છે. જેમાં સૌથી મોટી માગ ગ્રેડ પેની છે. બીજી મોટી માગ યુનિયન બનાવવા માટેની મંજૂરીની છે. આ બે માગણી પુરી થઈ જાય તો અન્ય માગણીઓ ગૌણ બની જાય.

ગ્રેડ પેનું ગણિત જાણો – વર્ગ-૩ નાં પોલીસકર્મીઓને શરૂઆતના પાંચ વર્ષ માટે માસિક રૂ. ૨૦ હજાર ફિક્સ પગાર મળે છે. ત્યારબાદ કોન્સ્ટેબલને ૧૮૦૦ ના ગ્રેડ પે પ્રમાણે લગભગ ૧૯,૫૦૦ રૂપિયા જેટલો પગાર મળે છે. જેમાં ૭૮૪ રૂપિયા DA એટલે કે ડિયરનેસ એલાઉન્સ, ૩૦૦ રૂપિયા મેડિકલ એલાઉન્સ, ૨૦ રૂપિયા સાયકલ અલાઉન્સ, ૨૫ રૂપિયા વોશિંગ એલાઉન્સ અને ૬૦ રૂપિયા અન્ય એલાઉન્સ છે. આ જ રીતે હેડ કોન્સ્ટેબલનો ગ્રેડ પે રૂ. ૨ હજાર છે, આ પ્રમાણે તેમને માસિક પગાર રૂ. ૨૪ હજાર મળે છે. જ્યારે ASIને ગ્રેડ પે રૂ. ૨૪૦૦ છે, જે મુજબ તેને માસિક પગાર રૂપિયા ૨૯ થી ૩૦ હજાર મળે છે.

કયાં પોલીસકર્મીને કેટલો ગ્રેડ પે જોઈએ છે? – કોન્સ્ટેબલોની માગ છે કે, તેમને ગ્રેડ પે ૨૮૦૦ મળવો જોઈએ, આ શક્ય બને તો પગાર વધીને ૩૦ હજારથી વધી જાય. આ જ પ્રમાણે હેડ કોન્સ્ટેબલોની ૩૬૦૦ ના ગ્રેડ પેની છે. તો તેમનો પગાર ૩૫ હજારથી વધી જાય. જ્યારે ASIના ગ્રેડ પેની માગ ૪૨૦૦ ની છે. આ શક્ય બને તો તેનો પગાર ૪૫ હજાર આસપાસ થાય. જો સરકાર આ માગ પૂરી કરે તો દરેક કર્મચારીનો પગાર લગભગ દોઢો થઈ જાય.

આ આંદોલન અચાનક જ કેમ ભડક્યું? – અચાનક જ આંદોલન શરૂ થવાનું મુખ્ય એક જ કારણ છે. આ કારણ છે કે એસટી નિગમના કર્મચારીઓના પગારમાં વધારો. પોલીસકર્મીઓનું કહેવું છે કે, જો એસટીના કર્મચારીઓનો ગ્રેડ પે વધતો હોય તો તેમનો કેમ ના વધે?

અગાઉ ક્યારે આવું આંદોલન થયું છે? – ગુજરાતમાં વર્ષ ૧૯૮૬ માં પોલીસ યુનિયને આંદોલન કર્યું હતું. આ આંદોલથી સરકારને નાકે દમ આવી ગયો હતો. ત્યારબાદ વર્ષ ૧૯૮૯ માં યુનિયન પર પ્રતિબંધ મૂકી દેવાતાં યુનિયન જ ખતમ થઈ ગયું હતું.

જો પોલીસકર્મીઓને કોઈ ફરિયાદ હોય તો તે શું કરે? – આ માટે ‘ડાક ફરિયાદ સમિતિ’ છે, પણ તે માત્ર નામ પૂરતી જ છે. આ સમિતિ દર મહિને મીટિંગ કરે છે. પણ કોઈ કર્મચારી સવાલ ઉઠાવે તો તેને કોઈ જ સમર્થન મળતું નથી. કારણ કે, દરેકને ડર છે કે, જો ફરિયાદ કરશે તો હેરાન થવાનો વારો આવશે.

તેથી,પોલીસકર્મી ગ્રેડ-પે વધારવા બાબતે આંદોલન કરી રહ્યા છે,જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ અને શેર કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *