આ લોકોઉપર પોલીસ નાર્કો ટેસ્ટ નહી કરી શકે, જાણો નાર્કો ટેસ્ટ અંગે સંપૂર્ણ માહિતી.

નાર્કો ટેસ્ટ શું હોય છે? તે શા માટે કરવામાં આવે છે?,જાણો અહીં સંપૂર્ણ માહિતી.

આજના સમયમાં દેશમાં અપરાધીઓની સંખ્યા વધતી જઈ રહી છે. દરેક દિવસે તમને ન્યુઝ પર અપરાધની ખબર સાંભળવા મળતી હશે. સરકાર પણ અપરાધ ને ઓછા કરવા માટે પહેલાથી વધારે કડક નિયમ બનાવી રહી છે. જો તમે આ વિશે નથી જાણતા તો આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે નાર્કોટેસ્ટ શું હોય છે અને કેવી રીતે કરવામાં આવે છે.

નાર્કો ટેસ્ટ શું છે? અને શા માટે કરવામાં આવે છે ? – નાર્કો ટેસ્ટ અપરાધી પાસેથી સાચું જાણવા માટે કરવામાં આવે છે. આ ટેસ્ટને ફોરેન્સિક એક્સપર્ટ, તપાસ અધિકારી, ડોક્ટર અને મનોવૈજ્ઞાનિક ની હાજરીમાં કરવામાં આવે છે. આ ટેસ્ટ અંતર્ગત આરોપીને એવી દવા આપવામાં આવે છે જેથી તેનું મગજ નબળી અવસ્થામાં જતું રહે છે એટલે કે તેની લોજીકલ સ્કીલ ઓછી થઈ જાય છે અને તે સમજી વિચારીને જવાબ આપી શકે નહિ.

આ ટેસ્ટમાં અપરાધીને એક “Truth Drug” નામની દવા આપવામાં આવે છે અથવા તો સોડિયમ પેન્ટોથોલ કે સોડિયમ એમીટલ નામનું ઇન્જેક્શન આપવામાં આવે છે. આ દવાની અસરથી આરોપી એવી અવસ્થામાં જતો રહે છે કે જેથી તે પૂરી રીતે બેભાન પણ ન થાય અને પૂરી રીતે ભાનમાં પણ ન હોય એટલે કે વ્યક્તિની તાર્કિકક્ષમતા ઘટી જાય છે અને વ્યક્તિ બહુ ઝડપથી અને બહુ વધુ પણ ન બોલી શકે. આ દવાની અસરથી વ્યક્તિ પોતાની વિચારવાની અને સમજવાની ક્ષમતા ગુમાવી બેસે છે.

આ પ્રકારની સ્થિતિમાં વ્યક્તિને કેસના સંબંધિત વસ્તુ જ પૂછવામાં આવે છે કેમ કે દવાની અસરથી વ્યક્તિની વિચારવાની અને સમજવાની ક્ષમતા થોડીવાર માટે ખતમ થઇ જાય છે તેથી સંભાવના લગાવવામાં આવે છે કે આરોપી જે પણ બોલે છે તે સાચું જ બોલશે.

આ ટેસ્ટની મદદથી આરોપી પાસેથી સાચું જાણવાની સાથે તેની શરીરની પ્રતિક્રિયા પણ જોવામાં આવે છે. આ કેસમાં વ્યક્તિને કમ્પ્યુટર સ્ક્રીન ની સામે સુવડાવવામાં આવે છે અને અમુક વસ્તુ દેખાડવામાં આવે છે. પહેલા તો તેને સામાન્ય વસ્તુ જેવી કે ફળ, ફૂલ વગેરે દેખાડવામાં આવે છે ત્યારબાદ તેને કેસને સંબંધિત વસ્તુ દેખાડવામાં આવે છે. ત્યારબાદ વ્યક્તિની શરીરની પ્રતિક્રિયા જોવામાં આવે છે. જો વ્યક્તિના મગજ અને શરીરની પ્રતિક્રિયા કંઈક અલગ જોવા મળે તો અનુમાન લગાવી શકાય કે તેનો આ કેસની સાથે કંઈક સંબંધ જરૂર છે.

નાર્કો ટેસ્ટ કરવાથી શું વ્યક્તિનું મૃત્યુ પણ થઇ શકે ? – નાર્કો ટેસ્ટ કરતા પહેલા વ્યક્તિનું શારીરિક પરીક્ષણ કરવામાં આવે છે. જેમાં તે ચેક કરવામાં આવે છે કે શું વ્યક્તિ ટેસ્ટ કરવા લાયક છે કે નહીં. તે વ્યક્તિ બીમાર, વધારે ઉમ્ર કે શારીરિક અને માનસિક રૂપથી નબળુ હોય તો તેના પર આ ટેસ્ટનું પરિક્ષણ કરી શકાય નહીં.

વ્યક્તિની ઉંમર, જાતિ અને સ્વાસ્થ્યના આધારે નાર્કો ટેસ્ટની દવા આપવામાં આવે છે. ઘણી વખત વધુ માત્રા માં ડોઝ આપવાના કારણે વ્યક્તિ કોમામાં પણ જઈ શકે છે અને મોત પણ થઈ શકે છે એટલા માટે ટેસ્ટ કરતાં પહેલાં ઘણો વિચાર કર્યા બાદ જ ટેસ્ટ કરવામાં આવે છે.

નાર્કો ટેસ્ટ માટે કાયદો શું છે? – વર્ષ ૨૦૧૦માં કે. જી. બાલકૃષ્ણન ની ત્રણ જજોની બેંચે કહ્યું હતું કે જે વ્યક્તિનું નાર્કો ટેસ્ટ લેવાનું હોય તે વ્યક્તિની અનુમતિ પણ આવશ્યક છે. જોકે CBI અને અન્ય એજન્સીઓએ કોઈ વ્યક્તિનો નાર્કોટેસ્ટ કરતા પહેલા કોર્ટની મંજૂરી લેવી જરૂરી છે.

એવું નથી કે નાર્કોટેસ્ટ કરવાથી અપરાધી બધું સાચું જ બોલવા મડે છે. ઘણીવાર અપરાધી વધારે ચાલાક હોય છે અને તે ટેસ્ટ કરવાવાળી ટીમ ને પણ બનાવી જાય છે. આમ નાર્કો ટેસ્ટ વિશે કહી શકાય કે વ્યક્તિ પોલીસ, CBI કે અન્ય એજન્સીઓને કેસ સંબંધિત માહિતી જરૂર આપે છે પણ તે ૧૦૦% ટકા સાચું જ બોલે તે કહી ન શકાય.

હવે તમે નાર્કો ટેસ્ટ શું છે તેના વિશે જાણી ગયા હશો. તે અપરાધીઓ ને સાચું બોલવા માટે ખૂબ જ મદદ કરે છે અને દેશના લગભગ બધા મોટા ક્રાઇમ એજન્સી દ્વારા તેનો પ્રયોગ કરવામાં આવે છે. તેથી,જો આ લેખ પસંદ આવ્યો હોય તો કોમેન્ટ અને શેર કરી તમારા મિત્રોને પણ જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *