તમે ફટાકડા ફોડતા હોવ તો આ વાતની જાણકારી હોવી જરૂરી છે. જાણો ઇતિહાસ વિશે.

શું તમે જાણો છો દુનિયામાં ફટાકડાની શોધ ક્યારે થઈ હતી?

તેમજ ભારતમાં પણ ક્યારે થઈ હતી, જાણો અહીં ફટાકડાનો ઇતિહાસ વિશે સંપૂર્ણ માહિતી.

દિવાળી પર ફટાકડા ફોડતી વખતે શું તમે ક્યારેય વિચાર્યું છે કે એ ક્યાંથી આવે છે? કોણે સૌ પ્રથમ બનાવ્યા? દિવાળી સાથે ફટાકડાનો શો સંબંધ છે? આજે વેચાઇ રહેલી ફૂલઝરી, કોઠી, ચકરડી, રોકેટ, સૂતળી બોમ્બ, મિર્ચી બોમ્બ જેવા ફટાકડા ક્યાં બનાવવામાં આવે છે? તે વિશે અમે આ લેખ માં જણાવીશું.

ફટાકડાની શરૂઆત ક્યાં થઈ હતી – લગભગ ૨૨૦૦ વર્ષ પહેલાં ચીનના લુઈયાંગમાં ફટાકડા ફોડવાની શરૂઆત થઈ એના પુરાવા મળ્યા છે. એ ફટાકડા ખરેખર વાંસની લાકડી હતી. જેને આગમાં નાખતાં ગાંઠ ફૂટવાથી મોટો અવાજ થતો હતો. તહેવારો અને મોટા પ્રસંગો પર ચીનના લોકો આગમાં વાંસ નાખીને એના ફૂટવાના અવાજથી સારા નસીબની પ્રાર્થના કરતા હતા.

ફોર્મ્યુલાની શોધ – ચીનમાં કેટલાક સૈનિકોએ પર્વત પરથી પીળા રંગની માટી લઈને એક બગીચામાં નાખી હતી. સંયોગથી ત્યાં પહેલેથી જ કોલસાના કેટલાક ટુકડા પડ્યા હતા. બીજા દિવસે એ જગ્યાએ સખત તડકો નીકળ્યા બાદ જોરથી બ્લાસ્ટ થયો અને આસપાસનાં વૃક્ષ બળીને ખાખ થઈ ગયાં. ચીનના લોકોએ આ દારૂગોળાને વાંસની લાકડીમાં ભરીને પ્રથમવાર હેન્ડમેડ ફટાકડા બનાવ્યા . બાદમાં વાંસને બદલે કાગળનો ઉપયોગ થવા લાગ્યો.

ફટાકડાનો ઇતિહાસ – યુરોપના ઇતિહાસકારોનું માનવું છે કે દારૂગોળાની ફોર્મ્યુલા સૌપ્રથમ રોજર બેકન નામના યુરોપીય રસાયણવિદે શોધી હતી. ૧૩ મી અને ૧૫ મી સદી સુધી ફટાકડા ચીનથી નીકળીને યુરોપ અને આરબ દેશોમાં ફેલાઈ ગયા હતા. યુરોપીય શાસક પોતાની જનતાને શોખીન હતા. ખુશ કરવા અને મહત્ત્વપૂર્ણ પ્રસંગો ૫૨ પોતાના મહેલને રોશન કરવા માટે આતશબાજીના ત્યાર બાદ ફટાકડા અમેરિકા પહોંચ્યા અને પ્રથમ સ્વતંત્રતા દિવસથી જ આતશબાજી જશ્નનો ભાગ બની ગઈ.

ભારતમાં ફટાકડા મુગલોથી પણ પહેલાં – ૮ મી સદીમાં લખવામાં આવેલી વેશમ્પાયનની નીતિપ્રકાશિકા’માં પણ એવા ચૂણ-રાસાયણનો ઉલ્લેખ છે. દારૂગોળાનો ઉલ્લેખ થયા બાદ પણ એ સમયે ફટાકડા પ્રચલિત થવાના કોઈ ખાસ પુરાવા નથી. ૧૫૨૬માં કાબુલના સુલતાન બાબરે મુગલસેનાની સાથે દિલ્હીના સુલતાન પર હુમલો કર્યો. એના દારૂગોળાની તોપોનો અવાજ સાંભળીને ભારતીય સૈનિકો ડરી ગયા હતા. માનવામાં આવે છે કે એ સમયે ફટાકડાની પરંપરા રહી હોત તો કદાચ સેના એટલી ડરી ન હોત.

ભારતમાં ફટાકડાની શરૂઆત ક્યારે થઈ હતી – ભારતમાં આતશબાજીની શરૂઆતના અંશ અબ્દુલ રઝાકના મળે છે, જેઓ તિમુરિડ સુલતાન શાહરુખના એમ્બેસેડર હતા અને વિજયનગરના રાજા દેવરાય દ્વિતીયના દરબારમાં તહેનાત હતા. ૧૪૪૩ ના મહાનવમી તહેવારનું વર્ણન ૨ ઝાકે કર્યું હતું. પીકે ગૌડનું પુસ્તક ‘ધ હિસ્ટ્રી ઓફ ફાય ૨ વર્કર્સ ઈન ઈન્ડિયા બિટવિન AD ૧૪૦૦ એન્ડ ૧૯૦૦’માં એક પોર્ટુગલી પ્રવાસી દુઆતે બાર્બોસાના હવાલેથી લખવામાં આવ્યું છે કે ૧૫૧૮ માં ગુજરાતમાં એક બ્રાહ્મણ પરિવારના લગ્નમાં જોરદાર આતશબાજી કરવામાં આવી હતી.

જુદા-જુદા પ્રસંગો પર ફટાકડાનો ઉપયોગ – ૧૭મી સદીમાં દિલ્હી અને આગરાના પ્રવાસ પર આવેલા એ વખતાના ફ્રાન્સના પ્રવાસી ફ્રેંકોસિસ બર્નિયરે એનો ઉલ્લેખ કર્યો છે. મધ્યયુગમાં ફટાકડા અને આતશબાજી રાજાઓનું રોયલ મનોરંજન હતું. આ સિવાય જુદા-જુદા તહેવારો, લગ્નો અને જશ્નમાં આતશબાજી કરવાનું ખૂબ જ જાણીતી થઈ ગયું હતું.

લગ્નોમાં આતશબાજીનો રિવાજ – પીકે ગૌડે પોતાના પુસ્તકમાં મરાઠી સંત કવિ એકનાથની ૧૫૭૧ માં લખેલી એક કવિતાનો ઉલ્લેખ કરે છે , જેમાં રુક્મિણી અને કૃષ્ણના લગ્નમાં આતશબાજી કર્યાની વાત છે. લગ્નમાં આતશબાજીનો આ રિવાજ ૧૯ મી સદીમાં પણ રહ્યો, જ્યારે ૧૮૨૦ માં વડોદરાના મહારાજા સયાજી રાવ દ્વિતીયએ પોતાના લગ્નમાં ત્રણ હજાર રૂપિયા માત્ર આતશબાજી પર ખર્ચ કર્યા હતા. એ સમયના હિસાબ મુજબ, આ ખૂબ જ મોટો ખર્ચ હતો, માટે ઈતિહાસમાં લખાઈ ગયો.

ભારતમાં ફટાકડાનાં કારખાનાં ક્યારે શરૂ થયેલા – ૧૯૨૩ માં અય્યા નાદર અને શનમુગા નાદર કામની શોધમાં કલકત્તા ગયા અને એક માચીસની ફેકટરીમાં કામ શરૂ કર્યું હતું. ૧૯૪૦ માં એક્સપ્લોસિવ એક્ટમાં સંશોધન કરીને ફટાકડા કાયદેસર કરવામાં આવ્યા ત્યારે નાદર ભાઈઓએ તરત જ એક ફટાકડાની ફેકટરી શરૂ કરી. ધીરે ધીરે શિવાકાશી ફટાકડાનો ગઢ બની ગયું. દેશના ૮૦ % ફટાકડા અહીં બનવા લાગ્યા . જોકે ચીનના ફટાકડા આવ્યા બાદ એની ભાગીદારીમાં થોડો ઘટાડો થયો છે. સમગ્ર દુનિયામાં ફટાકડાનું સૌથી વધુ ઉત્પાદન ચીન કરે છે. બીજા નંબર પર ભારત છે.

તેથી,જો આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ અને શેર કરી તમારા મિત્રોને પણ જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *