હાઈપરસોનિક મિસાઈલ અંગે જાણો સંપૂર્ણ માહિતી.

હાઈપરસોનિક મિસાઈલ શું છે? અને કામ કેવી રીતે કરે છે?, ક્યાં દેશો આ મિસાઈલ પર કરી રહયા છે કામ,જાણો અહીં સંપૂર્ણ માહિતી

ચીનના હાઈપરસોનિક મિસાઈલ ટેસ્ટે અમેરિકા સહિત દુનિયાની ચિંતાઓ વધારી દીધી છે. અમેરિકન જનરલ માર્ક મિલેએ તેને સ્પુટનિક જેવી મોમેન્ટ ગણાવી છે. મિલેએ તેને ખૂબ ચિંતાજનક ગણાવી. વાસ્તવમાં ૧૯૫૭ માં સોવિયેત યુનિયનના સંઘે દુનિયા પ્રથમ ઉપગ્રહ સ્પુટનિકને લોન્ચ કરીને સૌને ચોંકાવ્યા હતા. તેના પછી દુનિયાના શક્તિશાળી દેશો વચ્ચે અંતરિક્ષની રેસ શરૂ થઈ ગઈ હતી.

ચીનના ટેસ્ટ પછી એક્સપર્ટ આશંકા વ્યક્ત કરી રહ્યા છે કે દુનિયામાં એકવાર ફરીથી હથિયારોની હોડ શરૂ થઈ શકે છે. તો ચાલો જાણીએ આ હાઈપરસોનિક મિસાઈલ હોય છે શું? આ કામ કેવી રીતે કરે છે? ચીને આ ટેસ્ટ ક્યારે કર્યો?

શું છે હાઈપરસોનિક મિસાઈલ? – હાઈપરસોનિક મિસાઈલ એવી મિસાઈલ્સને કહે છે જે મેક ૫ એટલે કે અવાજની ગતિ (૩૪૩ મીટર/સેકન્ડ)થી ૫ ગણી વધુ કે તેનાથી પણ વધુ સ્પીડથી ટારગેટ તરફ આગળ વધે છે. તે એક કલાકમાં લગભગ ૬૨૦૦ કિલોમીટરની સફર કરી શકે છે. ન્યુક્લિયર વેપન લઈ જવામાં પણ સક્ષમ હાઈપરસોનિક મિસાઈલ ખૂબ ઓછી હાઈટ પર પણ સામાન્ય બેલેસ્ટિક અને ક્રૂઝ મિસાઈલથી વધુ ગતિથી ઉડ્ડયન કરી શકે છે. પોતાની સફર દરમિયાન તે દિશા પણ બદલી શકે છે એટલે કે સામાન્ય મિસાઈલની જેમ એ નિશ્ચિત માર્ગ પર જ ચાલતી નથી.

હાઈપરસોનિક મિસાઈલ કેવી રીતે કામ કરે છે? – હાઈપરસોનિક મિસાઈલની સ્પીડ ઈન્ટરકોન્ટિનેન્ટલ મિસાઈલથી ઓછી થાય છે. પરંતુ, આ મિસાઈલો વચ્ચે માર્ગમાં દિશા બદલવાની ક્ષમતાના કારણે આ દુશ્મનની ડિફેન્સ સિસ્ટમને થાપ આપવામાં સફળ રહે છે. ખૂબ ઓછી હાઈટ પર પણ ઉડવાની તાકાત તેમને દુશ્મનના રડારની પકડમાં પણ આવવા દેતી નથી.

આ અંતર્ગત એક વ્હીકલ મિસાઈલને અંતરિક્ષમાં લઈને જાય છે. તેના પછી મિસાઈલ એટલી ઝડપથી આગળ વધે છે કે એન્ટી મિસાઈલ સિસ્ટમ તેને ટ્રક કરી શકતી નથી. બેલેસ્ટિક મિસાઈલ પણ હાઈપરસોનિક ગતિથી ચાલે છે પરંતુ જ્યારે તેને એક જગ્યાએથી લોન્ચ કરવામાં આવે છે તો સમજ આવી જાય છે કે તે ક્યાં ત્રાટકશે. તેના કારણે એન્ટી મિસાઈલ સિસ્ટમ તેને આસાનીથી ટ્રેક કરી શકે છે.

કારણ કે લોન્ચ કર્યા પછી તેની દિશા બદલી શકાતી નથી. પરંતુ હાઈપરસોનિક મિસાઈલની લોન્ચિંગ પછી પણ દિશા બદલી શકાય છે. આ મિસાઈલ આર્ક અને પ્રોજેક્ટાઈલ બનાવતી નથી. આ કારણથી જ એન્ટી મિસાઈલ સિસ્ટમની પકડમાં આવતી નથી. એટલે કે, કુલ મળીને એમ કહી શકાય છે કે જો કોઈ દેશ હાઈપરસોનિક મિસાઈલ લોન્ચ કરે છે તો તેને રોકવાનું લગભગ મુશ્કેલ હશે.

ચીને ક્યારે કર્યો હાઈપરસોનિક મિસાઈલનો ટેસ્ટ?- ૧૬ ઓક્ટોબરે ચીનના હાઈપરસોનિક મિસાઈલ ટેસ્ટના સમાચાર મીડિયામાં આવ્યા. જો કે, દાવો કરાયો કે આ ટેસ્ટ નિષ્ફળ રહ્યો.

શું હાઈપરસોનિક મિસાઈલ દુનિયા માટે મોટું જોખમ છે ? – હાઈપરસોનિક મિસાઈલથી પરમાણુ બોમ્બની સાથે જ પરંપરાગત બોમ્બને પણ લોન્ચ કરી શકાય છે. પરંતુ તેનાથી શું લોન્ચ કરવાનું છે એ લોન્ચ કરનારા દેશ પર નિર્ભર કરે છે. આ જ ચિંતાનું કારણ છે. કેમકે, મિસાઈલનો ઉપયોગ જે પરિસ્થિતિઓમાં થશે એ સમયે દેશ ખરાબમાં ખરાબ વિકલ્પને જ ઉપયોગમાં લેશે.

ક્યાં દેશો હાઈપરસોનિક મિસાઈલ પર કામ કરી રહ્યા છે?

– અમેરિકા :- AGM ૧૮૩ ARRW, તેની રેન્જ ૧૦૦૦ માઈલ સુધીની.

– રશિયા :- ૩M૨૨ Zircon તેની રેન્જ ૬૨૧ માઈલ સુધીની.

– ચીન :- DF -૧૭ ,તેની રેન્જ ૧૧૦૦ માઈલ સુધીની છે.

ભારત ,જાપાન ફ્રાંસ , જર્મની પણ કરી રહ્યા છે આ ટેકનોલોજી પર કામ

તેથી,જો આ લેખ પસંદ આવ્યો હોય તો કોમેન્ટ અને શેર કરી અન્ય લોકો ને પણ જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *