તમારા EPFO ખતામાં PFનું વ્યાજ ન આવ્યું હોય તો અહીં કરો ફરિયાદ, અને જાણો કેવી-રીતે ચેક કરવું બેલેન્સ.

તમારા EPFO ખતામાં PFનું વ્યાજ ન આવ્યું હોય તો અહીં કરો ફરિયાદ, અને જાણો કેવી-રીતે ચેક કરવું બેલેન્સ.

દેશના કરોડો કર્મચારીઓના PF ખાતામાં સરકારે વ્યાજ જમા કરવાનું શરૂ કરી દીધું છે. નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ માટે સરકાર EPF સેવિંગ પર ૮.૫ ટકાના દરે વ્યાજ આપી રહી છે. વ્યાજના પૈસા PF ખાતામાં આવ્યા કે નહીં, તમે ઘરે બેઠા ચેક કરી શકો છો. આ ઉપરાંત જો તમારા ખાતામાં વ્યાજની રકમ જમા નથી થઈ તો તમે તેની ફરિયાદ પણ કરી શકો છો.

PF બેલેન્સ ચાર રીતે ચેક કરી શકાય છે. ઘણી વખત, ટોલ ફ્રી નંબર પર મિસ્ડ કોલ આપવા પર, કા તો લાગે નહીં અથવા વ્યસ્ત આવે છે. આવી સ્થિતિમાં, તમે બીજો વિકલ્પ પસંદ કરીને એક મિનિટમાં તમારું બેલેન્સ ચેક કરી શકો છો. તો ચાલો જાણીએ આ વિશે વિગતવાર.

– SMS દ્વારા બેલેન્સ ચેક કરો
– મિસ્ડ કોલ દ્વારા બેલેન્સ ચેક કરો
– EPFOની​વેબસાઈટ દ્વારા
– ઉમંગ એપ દ્વારા

SMS દ્વારા ૧ મિનિટમાં બેલેન્સ ચેક કરો – આ માટે તમારો UAN નંબર EPFO ​સાથે રજીસ્ટર હોવો જરૂરી છે. તમારે ૭૭૩૮૨૯૯૮૯૯ પર ‘EPFOHO UAN ENG’ મોકલવાનું રહેશે. આ સર્વિસ અંગ્રેજી, હિન્દી, પંજાબી સહિત ૧૦ વિવિધ ભાષાઓને સપોર્ટ કરે છે.

મિસ્ડ કોલ દ્વારા તમારું બેલેન્સ ચેક કરો – આ માટે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી ૦૧૧ ૨૨૯૦૧૪૦૬ પર મિસ્ડ કોલ આપો. અહીં તમારું UAN, PAN અને આધાર લિંક હોવું પણ જરૂરી છે. આ નંબર પર મિ કોલ કર્યા પછી તમારું બેલેન્સ આવી જશે.

જો તમારા EPFO ​એકાઉન્ટમાં વ્યાજ ન આવ્યું હોય તો ક્યાં ફરિયાદ કરવી? – આ માટે તમારે https://epfigms.gov.in/ વેબસાઇટ પર જવું પડશે. આ વેબસાઈટ પર જઈને તમારે Register Grievance પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી PF મેમ્બર, EPF પેન્શનર, એમ્પ્લોયર, અધર્સમાં તમારું સ્ટેટસ પસંદ કરો, ત્યારબાદ PF એકાઉન્ટ સંબંધિત ફરિયાદ માટે PF મેમ્બરપસંદ કરો. આ બધી પ્રોસેસ પૂર્ણ થયા પછી, UAN નંબર અને સિક્યોરિટી કોડ એન્ટર કરો અને ડિટેલ્સ મેળવો પર ક્લિક કરો. UAN સાથે લિંક્ડ એકાઉન્ટમાંથી પર્સનલ ડિટેલ્સ જાણકારી સામે આવી જશે.

ત્યાર બાદ Get OTP પર ક્લિક કરો. તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP આવશે. જેમ જ તમે OTP સબમિટ કરો છો, પર્સનલ ડિટેલ્સ ભર્યા પછી, PF નંબર પર ક્લિક કરો જેના પર ફરિયાદ દાખલ કરવાની છે. તે પછી એક પોપ અપ આવશે. અહીં તમારે PF ઓફિસર, એમ્પ્લોયર, એમ્પ્લોયી ડિપોઝિટ લિંક્ડ ઇન્શ્યોરન્સ સ્કીમ અથવા એક્સ-પેન્શનમાંથી એક વિકલ્પ પસંદ કરવાનો રહેશે. ડિટેલ્સ અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો અને સબમિટ પર ક્લિક કરો. આ પછી તમારી ફરિયાદ નોંધવામાં આવશે અને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને ઈમેલ પર ફરિયાદ રજીસટ્રેશન નંબર આવશે.

આ રીતે તમે તને વેબસાઈટ દ્વારા ફરિયાદ નોંધાવી શકો છો,આશા છે કે તમને આ લેખ પસંદ આવ્યો હશે,તો કોમેન્ટ અને શેર કરી તમારા મિત્રોને પણ જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *