કિસાન ક્રેડિટ કાર્ડના આ છે ફાયદા, કિસાન ક્રેડિટ કાર્ડ લેવા માટે આ લેખ વાંચો, કરો આજે જ અરજી.

શું તમે કિસાન ક્રેડિટ કાર્ડ(KCC)લેવા માગો છો, તો જાણો SBIમાંથી કેવી રીતે આ કાર્ડ લઈ શકો છો તેમજ KCC ના ફાયદા શું છે?

દેશના ખેડૂતો માટે ક્રેડિટ કાર્ડ ખૂબ જ ઉપયોગી હોય છે. તમામ બેંક કિસાન ક્રેડિટ કાર્ડ જારી કરે છે. તેના દ્વારા ખેડૂતો ઈમર્જન્સીમાં લોન લઈને પોતાનું કામ પૂરું કરી શકે છે. દેશની સૌથી મોટી બેંક SBIમાંથી જો તમે કિસાન ક્રેડિટ કાર્ડ લેવા માગતા હો તો અમે તમને જણાવી દઈએ કે કેવી રીતે મેળવી શકો.

કિસાન ક્રેડિટ કાર્ડ ફાયદા –

૧.ખેતીના ખર્ચને પહોંચી વળવામાં મદદ કરે છે – SBIનું કિસાન ક્રેડિટ કાર્ડ ખેડૂતોને તેમની ખેતીના ખર્ચને પહોંચી વળવા માટે સમયસર અને પર્યાપ્ત લોન પ્રદાન કરે છે. આ એક સરળ પ્રક્રિયા દ્વારા ખેડૂતોના આકસ્મિક ખર્ચા અને સંલગ્ન પ્રવૃત્તિઓને લગતા ખર્ચ પણ પૂરા કરે છે. કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) એક રિવાલ્વિંગ કેશ ક્રેડિટ અકાઉન્ટની જેમ હોય છે. જો ખાતામાં પૈસા જમા છે તો તે રકમ પર બચત બેંકના જેટલું વ્યાજ મળશે.

લોનની ચુકવણીનો સમય ૫ વર્ષનો છે. જો કે, વાર્ષિક સમીક્ષા દરમિયાન તમે ૧૦ ટકા વધુ લોન મળી શકે છે.

૨. ઈન્ટરેસ્ટ સબવેન્શન – ૩% વ્યાજ સબવેન્શનની સાથે ૩ લાખ રૂપિયાની સુવિધા મળે છે. પાકના સમયગાળા અને પાક માટે માર્કેટિંગ સમયગાળા અનુસાર ચૂકવણીની સુવિધા ઉપલબ્ધ છે. KCC માટે રૂપે કાર્ડ આપવામાં આવે છે.

૩.એક લાખનો અકસ્માત વીમો – તમામ પાત્ર KCC RuPay કાર્ડધારકો માટે રૂ.૧ લાખનો અકસ્માત વીમો ઉપલબ્ધ છે. તેના અંતર્ગત તે ખેડૂતોને લોન મળે છે જે ખેતીના માલિક હોય છે. તે ઉપરાંત ખેડૂતોનું ગ્રુપ પણ તેના અંતર્ગત લોન લઈ શકે છે. ૩ લાખ રૂપિયા સુધીની લોન છે તો તેના પર ૭% વ્યાજ લાગુ થશે. તેનાથી વધારેની લોન પરના વ્યાજ દરો સમયાંતરે બદલાતા રહે છે.

આ અકસ્માત વીમાનો લાભ ૭૦ વર્ષથી નીચેના ખેડૂતોને મળે છે. પાકને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત કવર પણ કરવામાં આવે છે. સુરક્ષાના હિસાબથી પ્રાથમિક પાકનું હાઈપોથિકેશન કરવામાં આવે છે. SBI કિસાન ક્રેડિટ કાર્ડ માટે કેવી રીતે અરજી કરવી.

SBIથી અરજી ફોર્મ ડાઉનલોડ કરી શકો છો –
https://sbi.co.in/documents/14463/22577/application+form.pdf/24a2171c-9ab5-a4de-08ef-7a5891525cfe

અરજી ક્યાંથી કરી શકશો – ખેડૂતો ડાયરેક્ટ SBI બ્રાંચ જઈને પણ KCCનું એપ્લિકેશન ફોર્મ લઈ શકે છે. તમારે ફોર્મ ભરવું પડશે. બેંક અરજીની સમીક્ષા કરશે. તમામ ડિટેલ સાચી હોવા પર બેંક તમારી અરજી મંજૂર કરશે. તેમજ ઓનલાઈન યોનો SBI દ્વારા KCC રિવ્યુ કરી શકાય છે. યોનો એપ દ્વારા પણ અરજી કરી શકાય છે.

યોનો એપમાં લોગ ઈન કરો – SBI ની યોનો એપ્લિકેશનમાં તમારે લોગઈન કરીને યોનો કૃષિ પર જવું. અહીં તમારે ખાતા પર ક્લિક કરવું પડશે. બાદમાં કિસાન ક્રેડિટ કાર્ડ પર ક્લિક કરો. વ્યક્તિગત ડિટેલની સાથે જમીનની ડિટેલ ભરો. પાકની ડિટેલ ભરો. એપ્લિકેશન જમા કરો. ડોક્યુમેન્ટ રીતે સરનામું, આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ વગેરે તમે આપી શકો છો. બેંક સુરક્ષા માટે પોસ્ટ ડેટેડ ચેક જમા કરવા માટે પણ કહી શકો છો.

તેથી,જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો કોમેન્ટ અને શેર કરી તમારા મિત્રોને પણ જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *