હવેથી નાગરિકોને ઓનલાઈન સેવામાં એફિડેવિટમાંથી મુક્તિ મળશે,જાણો સંપૂર્ણ લેખ.

હવેથી નાગરિકોને ઓનલાઈન સેવામાં એફિડેવિટમાંથી મુક્તિ મળશે,જાણો સંપૂર્ણ લેખ.

નાગરિકોને ઉપલબ્ધ બનતી સેવાઓ વધારે અનુકૂળતાથી અને ઝડપી ઉપલબ્ધ બને તે માટે રાજ્ય સરકારે સેવાઓ મેળવવાની રીતમાં સુધારો કરવામાં આવ્યો છે. જેથી નાગરિકોને સેવાઓ મેળવવાની પ્રક્રિયા સરકાર વધુ સરળ બનાવશે.

સરકારી કામ કરાવવા માટે લોકો પાસે એફિડેવિટ કરાવવામાં આવતી હોય છે, પરંતુ આગામી ૧૦ જાન્યુઆરીથી ઓનલાઇન જે સેવા નાગરિકોને મળી રહે છે તેના માટે એફિડેવિટમાંથી મુક્તિ આપવાની જાહેરાત કરી છે. તેમજ આ માટેનું સામાન્ય વહીવટ વિભાગે સત્તાવાર જાહેરનામું પણ બહાર પાડી દેવામાં આવ્યું છે. જરૂરિયાત હોય તેવા કિસ્સામાં જ એફિડેવિટ લેવામાં આવશે તેવું નક્કી કરાયું છે. રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગે બહાર પાડેલા જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે કે રાજ્ય સરકારની મોટાભાગની સેવાઓ નાગરિકોને ઓનલાઇન , મોબાઇલ એપ , જનસેવા કેન્દ્ર તથા ડિજિટલ સેવાસેતુના માધ્યમથી આપવામાં આવી રહી છે.

તેમજ આ સેવા વધુ સરળ રીતે લોકોને મળી રહે તે માટેની પણ વ્યવસ્થા કરવામાં આવનાર છે. તેના કારણે જ અરજદાર દ્વારા આપવામાં આવતી માહિતીની સત્યતા ચકાસવા એફિડેવિટ લેવામાં આવતી હોય છે, પરંતુ લોકોને તકલીફ નહીં પડે તે માટે કાયદા કે નિયમમાં જરૂરી નહીં હોય તે સિવાયની તમામ પ્રકારની એફિડેવિટમાંથી મુક્તિ આપવાની જાહેરાત કરવામાં આવી છે. તેમાં પણ જાતિના દાખલા, કિમેલિયરના દાખલા જેવી સેવાઓ માટે હવેથી એફિડેવિટ લેવાના બદલે સેલ્ફ ડેક્લેરેશન જ લેવાનું રહેશે.

હેવથી ખોટું સેલ્ફ ડેક્લેરેશન આપનાર સામે ગુનો દાખલ થશે

– એફિડેવિટની કામગીરી રદ કર્યા બાદ લોકો પાસે સેલ્ફ-ડેક્લેરેશન લેવામાં આવશે, તેના કારણે ખોટા કામ થવાની પણ શકયતાઓ વધી શકે તેમ છે, આ જ કારણોસર જો ખોટું સેલ્ફ-ડેક્લેરેશન કરનાર સામે ગુનો દાખલ કરીને તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. જેથી ખોટી એફિડેવિટ કરનારની સામે આઇપીસીની કલમ ૧૭૧, ૧૯૧ અને ૧૯૯ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

– સેવાઓ માટે એફિડેવિટ રદ કરતા સેલ્ફ-ડેક્લેરેશન નમૂના(એનેક્ષર-અ) મુજબનું કરવાનું રહેશે. જે આ માહિતી સરકારના પરિપત્ર મુજબ છે.

એક એફિડેવિટ માટે ૩૦૦ રૂપિયાની વસૂલાત થતી હતી,જે હવે બંધ થઈ જશે – એક એફિડેવિટ રજૂ કરવા માટે સામાન્ય રીતે ૩૦૦ થી ૩૫૦ રૂપિયા સુધીની વસુલાત કરવામાં આવતી હોય છે. તેમજ એક અંદાજ મુજબ એક નોટરી પાસે ફક્ત સુરતમાં જ રોજના ૩૦ થી લઇને ૫૦ સુધીની નોટરી કરવામાં આવતી હોય છે, જ્યારે સુરતમાં હાલ ૮૦૦ થી ૧૦૦૦ નોટરી હોવાના કારણે ફક્ત સુરતમાં જ રોજ ૧૫૦૦ થી વધુ એફિડેવિટ અલગ અલગ કારણોસર કરવામાં આવતી હોવાનું જાણકારો કહી રહ્યા છે. તેમાં પણ લગ્ન નોંધણી કરાવતી વખતે પણ એફિડેવિટ માંગવામાં આવતી હોય છે.

ટાઇપિસ્ટ-સ્ટેમ્પ વેન્ડરતી રોજગારી પર સીધી અસર – એફિડેવિટ બંધ કરવાની જાહેરાત કરતાની સાથે જ ટાઇપિસ્ટ અને સ્ટેમ્પ વેન્ડરની આવક પર સીધી અસર થવાની છે,તેવું દેખાઈ રહ્યું છે. કારણ કે એફિડેવિટ કરવા માટે ૫૦ રૂપિયાથી લઇને ૨૦૦ રૂપિયા સુધીના સ્ટેમ્પનો વપરાશ કરવામાં આવતો હોય છે. જેથી તેના થકી ટાઇપિસ્ટ અને સ્ટેમ્પ વેન્ડરને પણ રોજની સારી એવી કમાણી થતી હતી, પરંતુ આગામી ૧૦ જાન્યુઆરીથી એફિડેવિટના નિયમોમાં સુધારો કરતા બંનેની રોજગારી પર સીધી અસર થવાની છે.

તેથી,જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો કોમેંન્ટ અને શેર કરી તમારા મિત્રોને અથવા અન્ય કોઈ સંબંધીને પણ જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *