રેલવે સ્ટેશન પર ટર્મિનલ, સેન્ટ્રલ અને જંકશન કેમ લખવામાં આવે છે? જાણો વિગતવાર.

ભારતીય રેલવે સ્ટેશન પર ટર્મિનલ, સેન્ટ્રલ અને જંકશન કેમ લખવામાં આવે છે?તેમજ સાથે સાથે બોર્ડ પર ‘સમુદ્ર સપાટીથી ઊંચાઈ’ કેમ લખેલી હોય છે? તે જાણો અહીં.

રેલ્વે સ્ટેશનનાં નામ તો તમે સાંભળ્યા જ હશે અને તમે રેલવેમાં મુસાફરી પણ કરી હશે. તો શું તમારા ધ્યાનમાં આવ્યું કે રેલવે સ્ટેશન પર લગાવેલા બોર્ડમાં સ્ટેશનના નામ સાથે સમુદ્ર સપાટીની ઊંચાઈ તેમજ જે-તે રેલ્વે સ્ટેશનનાં મુખ્ય નામ સાથે ટર્મિનલ, સેન્ટ્રલ અને જંકશન શા માટે લખવામાં આવે છે. શું તમને ખબર છે કે આ બોર્ડ પર શા માટે લખવામાં આવે છે. તો ચાલો આ વિશે વિગતવાર જાણીએ.

સૌ પ્રથમ જાણીએ ટર્મિનલ, સેન્ટ્રલ અને જંકશન કેમ લખવામાં છે ? – દા. ત. મુંબઈ સેન્ટ્રલ, બાંદ્રા ટર્મિનલ, સુરત જંકશન વગેરે. કદાચ તમને એવું લાગતું હોય કે, આવું લખવા પાછળ કોઈ તથ્ય નથી તો તમે અજાણ છો. આજે અમે તમને જણાવીશું કે જે-તે શહેરનાં રેલ્વે સ્ટેશનનાં નામ પાછળ ટર્મિનલ, સેન્ટ્રલ અને જંકશન લખવા પાછળનું રહસ્ય શું છે?

ટર્મિનલ – ટર્મિનલ એટલે એવું સ્ટેશન કે ત્યાંથી આગળ કોઈ રેલવે ટ્રેક ન હોય. મતલબ ટ્રેન જે દિશામાંથી આવી છે, એ જ દિશામાં પાછી જવાની છે. અત્યારે ભારતમાં કુલ ૨૭ ટર્મિનલ સ્ટેશન આવેલા છે. જેમાં છત્રપતિ શિવાજી અને લોકમાન્ય તિલક ટર્મિનસ એ જાણીતા ટર્મિનલ સ્ટેશનો છે.

સેન્ટ્રલ – સેન્ટ્રલનો મતલબ એવો છે કે જે-તે શહેરમાં એકથી વધુ રેલવે સ્ટેશન આવેલા છે. બીજો મતલબ એવો છે કે તે સ્ટેશન શહેરનું સૌથી વધુ વ્યસ્ત અને મુખ્ય રેલવે સ્ટેશન છે. ભારતમાં મુંબઈ, ચેન્નઈ, કાનપુર, મેંગલોર અને ત્રિવેન્દ્રમ એમ કુલ ૫ જાણીતા સેન્ટ્રલ સ્ટેશનો છે.

જંકશન – જંકશનનો મતલબ એવો છે કે અહીંયા ટ્રેનનાં આવવા-જવાના ૩ કે તેથી વધુ રસ્તા છે. એટલે કે ટ્રેન એક રસ્તેથી આવી શકે અને બીજા બે રસ્તેથી જઈ શકે છે.

હવે જાણીએ ‘સમુદ્ર સપાટીથી ઊંચાઈ’ કેમ લખેલી હોય છે?

આ કારણે લખવામાં આવે છે આ માહિતી

રેલ્વે સ્ટેશન પર લગાવવામાં આવેલ બોર્ડ પર સ્ટેશનનું નામ અને સમુદ્ર સપાટીથી ઊંચાઇ લખેલ હોય છે. આ લખવા પાછળનું કારણ એ છે કે આ જાણકારી રેલ્વેનાં ડ્રાઇવર અને ગાર્ડ માટે હોય છે. ઉદાહરણ જોઇએ તો જ્યારે કોઇ ટ્રેન ૧૦૦ મીટર સમુદ્ર તળની ઊંચાઇથી ૧૫૦ મીટર સમુદ્ર સપાટીની ઊંચાઇ તરફ જઇ રહેલ છે તો આ બોર્ડને જોઇને ડ્રાઇવરને એ વાતનો આઇડીયા થઇ જાય છે તેને કઇ રીતે આ ટ્રેનનાં એન્જીનને સ્પીડ આપવાની છે. કારણ કે ઉંચાઈ પર ટ્રેન જતી હોય ત્યારે ટ્રેનને વધુ તાકાની જરૂર પડે છે એટલે કેટલો પાવર આપવો તે ડ્રાઈવર આ બોર્ડના આધારે નક્કી કરે છે.

વીજળીના તારોની ઊંચાઈ જાળવવા માટે – સાઇન બોર્ડની મદદથી ટ્રેનનાં સંચાલનમાં મદદ મળી રહે છે. સાથે ટ્રેનની ઉપર લાગેલા વીજળીનાં તારોને એક સમાન ઊંચાઇ આપવામાં પણ મદદ મળી રહે છે. જેના કારણે વીજળીના તારો ટ્રેન સાથે દરેક સમયે સંપર્કમાં રહે એટલે કે વીજળીના તારો સાથે ટ્રેનનું કનેક્શન જળવાઈ રહે છે.

ઊંચાઈ આ કારણે લખવામાં આવે છે – તો હવે જ્યારે તમે ફરી વાર ટ્રેન દ્વારા ક્યાંય પણ ટ્રાવેલ કરવા જઇ રહ્યાં છો તો આ બોર્ડ પર આપ જરૂરથી ધ્યાન આપો. જો કે આપને તો હવે ખ્યાલ આવી ગયો હશે કે આખરે સ્ટેશન પર લગાવેલા આ બોર્ડ પર સમુદ્ર સપાટીથી ઊંચાઇ કેમ લખેલ હોય છે.

ભારતીય રેલવે વિશે- ભારતમાં કુલ ૩૮૫ જંકશન આવેલા છે. જેમાં

૩ રૂટવાળા : ૧૮૧
૪ રૂટવાળા : ૧૦૯
૫ રૂટવાળા : ૨૦ (દા.ત. વિજયવાડા જંકશન)
૬ રૂટવાળા : ૦૪ (દા.ત. અમરેલી જંકશન)
૭ રૂટવાળા : ૦૧ (મથુરા જંકશન)

આશા છે તમને આ લેખ પસંદ આવ્યો હશે,તો કોમેન્ટ અને શેર કરી તમારા મિત્રોને પણ જરૂર જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *