શું તમને દાંત નો દુખાવો છે, તો એકદમ સરળ આ ઘરેલૂ ઉપચાર જાણી લો.

શું તમને દાંત નો દુખાવો છે, તો એકદમ સરળ આ ઘરેલૂ ઉપચાર અપનાવી દાંત-દાઢનો દુખાવો કાયમ માટે દૂર કરો,જાણો અહીં.

આ ઘરેલુ ઉપાય અપનાવવાથી દાઢનો દુ:ખાવો ફરી ક્યારેય થશે નહીં.આજકાલ તમે જોતા જ હશો કે,આપણે સારામાં સારી ટૂથપેસ્ટનો ઉપયોગ કરીએ છીએ છતાં પણ નાની ઉંમરે લોકોને દાઢનો દુ:ખાવો થાય છે.આન કારણે ઘણા લોકોને દાઢ પડાવી પડે છે.હા,પહેલાના જમાનામાં જોઈએ તો લોકો ટૂથપેસ્ટનો ઉપયોગ કરતા ન હતા,છતાં પણ એ લોકોના દાંત મજબૂત રહેતા હતા.

એ લોકોને દાઢ પડાવી નહોતી પડતી.એનું કારણ જોઈએ તો આપણે અત્યારે જે ટૂથપેસ્ટનો ઉપયોગ કરીએ છીએ એમાં કેમિકલનો વપરાશ થયેલ હોય છે.એના કારણે ફીણ ઉત્પન્ન થાય છે.એ કેમિકલ આપણા શરીરમાં જાય તો એ કેમિકલ આપણા શરીરને નુકસાન કરે છે. જે લોકોને દાઢ દુખતી હોય એમને એકપણ પૈસાની દવા લીધા વગર દાઢનો દુ:ખાવો કાયમ માટે કેવી રીતે દૂર કરવો ? ફરીથી દુ:ખાવો ન થાય એ માટે ખૂબ ઉપયોગી માહિતી જાણીશું.

લીમડા નું દાંતણ :- પહેલા તો સવારે વહેલા ઉઠી લીમડાનું દાતણ કરવાનું રાખો. લીમડાના બ્રશ કરવાથી દાંત વચ્ચે ચાવવાથી દાંતની કસરત થાય છે,એના કારણે દાંતના પેઠા મજબૂત થાય છે.અને લીમડામાં જે કડવો રસ ઉત્પન્ન થાય છે એ કડવો રસ મોઢાની અંદર જાય છે એના કારણે કોઈ પણ જગ્યાએ બેક્ટેરિયા હોય તો નાશ પામે છે.અને જો નિયમિત લીમડાનું દાતણ કરો તો જીવો ત્યાં સુધી દાંત કે દાઢમાં ક્યારેય દુ:ખાવો થશે નહીં.

હુંફાળુ પાણી :-  હુંફાળુ પાણી દાંતના દુખાવાથી છૂટકારો મેળવવામાં બહુ કારગર છે. હુંફાળા પાણીથી કોગળા કરવાથી બેક્ટેરિયા મરી જાય છે. આ ઉપરાંત હુંફાળુ પાણી મોંમાં રહેલી ગંદકીને પણ બહાર નીકાળે છે. તેમાં તમે મીઠું કે ફટકડી પણ નાંખીને કોગળા કરી શકો છો.

બરફ :- તમારો જે દાંત દુખતો હોય ત્યાં કે તેની બહારની ચામડી પર બરફનો ટુકડો થોડી વાર મુકવાથી દાંતનો દુખાવો થોડા સમય માટે છૂ થઈ જાય છે .

લવિંગ :- દાંતના દુખાવામાં લવિંગ બહુ જ અકસીર દવા છે. આ એન્ટિ ઈમ્ફલેમેન્ટરી, એન્ટિ બેક્ટેરિયલ, એન્ટિ ઓક્સીડેન્ટ અને એનસ્થેટિકની જેમ કામ કરે છે. લવિંગમાં રહેલા ઔષધિય ગુણોના કારણે તે દાંતના દુખાવામાં કારગર સાબિત થયું છે . તમે પાણીમાં ૫-૬ લવિંગ ઉકાળીને પણ તે પાણીથી કોગળા કરી શકો છો.

લસણ :- દાંતમાં જ્યાં દુખાવો થતો હોય એ જગ્યા પર લસણની પેસ્ટ કરીને લગાવવી જોઈએ .

સરસવનું તેલ – સરસવના તેલમાં ચપટી મીઠું નાંખીને જે દાંત દુખતા હોય ત્યાં મસાજ કરવાથી ફાયદો થાય છે .

હીંગ :- ચપટી હીંગમાં થોડો મોસંબીનો રસ ભેળવીને દુખતા દાંત પર લગાવવાથી દુખાવો ગાયબ થાય છે.

બીજું જોઈએ તો જ્યારે આપણે ચા-કોફી,દૂધ,કોલ્ડ્રિંક્સ,ચોકલેટ,ભોજન કોઈ પણ વસ્તુ ખાઓ એ પછી અડધો ગ્લાસ પાણી લઈ મોઢામાં કોગળા કરી મોં સાફ રાખવું.રાત્રે સૂતા પહેલા હુંફાળું પાણીની અંદર અડધી ચમચી મીઠું નાખી,આ પાણીના કોગળા કરવા જોઈએ.

મિત્રો,જો તમે આ ૭ બાબતો ધ્યાનમાં લઈ નિયમિત અપનાવશો તો ક્યારેય દાંત-દાઢનો દુ:ખાવો થશે નહીં. તેથી,જો આ લેખ પસંદ આવ્યો હોય તો કોમેન્ટ અને શેર કરી તમારા મિત્રોને પણ જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *