ડેન્ગ્યુ થી બચવા માટે આર્યુવેદીક ઉપાયો શું છે ? જાણો ડેન્ગ્યુના લક્ષણો અને નિવારણ વિશે સંપૂર્ણ માહિતી.

ડેન્ગ્યુ થઈ ગયું હોય તો તેનાથી કેવી રીતે બચી શકાય? જાણો તેના ઉપાયો, લક્ષણો વિશે સંપૂર્ણ માહિતી.

દેશના ઘણા રાજ્યોમાં ડેન્ગ્યુનો કહેર સતત વધી રહ્યો છે. દરરોજ ડેન્ગ્યુના નવા કેસ સામે આવી રહ્યા છે. દેશના ઘણા રાજ્યોમાં લોકોની સ્થિતિ ડેન્ગ્યુથી ખરાબ થઈ રહી છે. ડેન્ગ્યુનું મૂળ કારણ ફ્લેવિવાઇરસ છે. આમાં, ચાર પ્રકાર છે – ડેન્ગ્યુ ૧, ડેન્ગ્યુ ૨, ડેન્ગ્યુ ૩, ડેન્ગ્યુ ૪. ડેન્ગ્યુ એક પ્રકારનો વાયરસ છે, જે એડીજ મચ્છરના કરડવાથી ફેલાય છે. ડેન્ગ્યુ મચ્છર દિવસમાં જ કરડે છે અને આ મચ્છરોનો પ્રકોપ વરસાદ બાદ વધારે વધે છે. જાણો વિગતવાર ડેન્ગ્યુ બચવાના ઉપાયો અને લક્ષણો.

ડેન્ગ્યુનાં હળવાં લક્ષણો :-

– તાવ ૧૦૨-૧૦૫ ડીગ્રી સુધી.
– વોમિટિંગ અથવા ઊબકા આવવા.
– સ્નાયુઓ, સાંધા અને હાડકાંમાં દુખાવો.
– આંખોના પાછળના ભાગમાં દુખાવો.
– શરીર પર રેશિશ થવું.

ડેન્ગ્યુનાં ગંભીર લક્ષણો :-

– પેટમાં દુખાવો, ઘણી વખત વોમિટિંગ થવું
– નાક અથવા પેઢામાંથી લોહી વહેવું
– શરીરમાં સ્પેલિંગ થાક, બેચેની અથવા ચીડિયાપણું અનુભવવું.
– ઊલટી કરતી વખતે લોહી આવવું, આંખો લાલ થઈ જવી
– લોહીની ઊલટી અથવા મળમાં લોહી.

ડેન્ગ્યુથી બચવાના ઉપાયો :-

-બારીઓ અને દરવાજા પર નેટ લગાવો

-ઘરની અંદર મચ્છર બારી અને દરવાજામાંથી આવે છે . બારી અને દરવાજાના એન્ટ્રસ પર નેટ લગાવવાથી ડેન્ગ્યુના કહેરથી બચી શકાય છે.

મોસ્કિટો રિપેલેન્ટ લિક્વિડ, સ્પ્રે અથવા ક્રીમ લગાવો :- માર્કેટમાં ઘણા પ્રકારની મેસ્કિટો રિપેલેન્ટ મળે છે, જેમ કે ઓલ આઉટ, ગુડ નાઇટ. એને રૂમમાં લગાવવાથી મચ્છરોથી બચી શકાય છે. એ ઉપરાંત બોડી પર ઓડોમોસ જેવી રિપેલેન્ટ ક્રીમ પણ લગાવી શકો છો.

મચ્છરદાનીનો ઉપયોગ કરવો :- સૂતા સમયે મચ્છરથી બચવા માટે મચ્છરદાનીનો ઉપયોગ કરવો. મચ્છરદાની માત્ર ડેન્ગ્યુથી જ નહીં, પરંતુ અન્ય જંતુઓને પણ અટકાવે છે.

ફુલ સ્લીવ્ઝનાં કપડાં પહેરવા :- જો તમે બહાર છો, મચ્છરવાળા વિસ્તારમાં છો તો શરીરને ઢાંકવાનો પ્રયાસ કરો. ફુલ પેન્ટ અને ફુલ સ્લીવ્ઝવાળાં કપડાં પહેરવાં, જેનાથી મચ્છર તમને કરડશે નહીં.

આર્યુવેદીક ઉપાયો :-

– પપૈયાના પાંદડા ડેન્ગ્યુની સારવારમાં શ્રેષ્ઠ સારવાર તરીકે ઓળખાય છે. દિવસમાં બે વખત પપૈયાના પાનનો રસ લગભગ ૨-૩ ચમચી જેટલો લેવાથી ડેન્ગ્યુને રોકી શકાય છે. તેમાં પાપેન નામના પ્રોટીનથી ભરપૂર એન્ઝાઇમ હોય છે, જે લાલ રક્તકણો વધારવા ઉપરાંત પાચન શક્તિને સુધારે છે.

– ડેન્ગ્યુ તાવમાં લોહીની ઉણપ અને શરીરમાં નબળાઈ દૂર કરવા માટે દાડમનું સેવન ફાયદાકારક છે. વિટામિન ઇ, સી, એ અને ફોલિક એસિડ અને તેમાં રહેલા એન્ટી ઓક્સિડન્ટ અત્યંત ફાયદાકારક સાબિત થાય છે, લોહીની કમીને પૂરી કરવામાં મદદરૂપ છે.

– મેથીના લીલા પાનનું સેવન ડેન્ગ્યુને રોકવામાં મદદરૂપ છે. આના પ્રયોગથી બધા હાનિકારક અને ઝેરી પદાર્થો શરીરમાંથી બહાર નીકળી જાય છે. આ સિવાય તે શારીરિક પીડા અને અનિદ્રાની સમસ્યામાં પણ ફાયદાકારક છે. આ સિવાય મેથીના દાણાનો પણ ઉપયોગ કરી શકાય છે.

– ગળો દરેક પ્રકારના રોગમાં અમૃત સમાન છે . તેના ઉપયોગથી લાલ રક્તકણો ઉત્પન્ન થાય છે અને રોગપ્રતિકારક શક્તિ વધે છે. તુલસી સાથે તેનો ઉકાળો પીવાથી ફાયદો થાય છે. ડેન્ગ્યુથી બચવા માટે દિવસમાં બે થી ત્રણ વખત ગળાનો ઉપયોગ કરવો એ એક રામબાણ ઈલાજ છે

– ડેંગ્યુ તાવના કેસમાં બકરીના દૂધનું સેવન ખૂબ ફાયદાકારક છે. આ માટે બકરીનું કાચું દૂધ દિવસમાં બેથી ત્રણ વખત પીવાથી ફાયદો થાય છે. આ સિવાય, તે એનિમિયા દૂર કરે છે, રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે અને શરીર અને સાંધાના દુખાવામાં ફાયદાકારક છે.

ડેન્ગ્યુ થઈ જાય તો શું કરવું જોઈએ :-

– જો તમને તાવ હોય અથવા ડેન્ગ્યુનાં કોઈપણ લક્ષણ દેખાય તો જલદી જ ડોક્ટરને બતાવો .

– ડોક્ટરની સલાહ વગર દવાઓ ન લેવી, ખાસ કરીને એસ્પિરિન અથવા ઈબુપ્રોફેન હળવાં લક્ષણો હોવા ૫૨ ડૉક્ટરની સલાહથી ઘરે જ બીમાર સભ્યોની સારસંભાળ રાખી શકાય છે.

– આવી સ્થિતિમાં ડ્રિંક્સ લો, જેમાં ઈલેક્ટ્રોલાઇટ્સનું પ્રમાણ વધારે હોય

– બને એટલો આરામ કરો.

આશા છે કે તમને આ લેખ પસંદ આવ્યો હશે. તેથી,જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો કોમેંન્ટ અને શેર કરી તમારા મિત્રોને પણ જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *