શું તમને બૂસ્ટર ડોઝ મળી શકે છે ? બૂસ્ટર ડોઝ લેતા પહેલા શું કરવું પડશે?,જાણો અહીં સંપૂર્ણ માહિતી.

બૂસ્ટર ડોઝ કોને-કોને આપવામાં આવશે? બૂસ્ટર ડોઝ લેતા પહેલા શું કરવું પડશે?,જાણો અહીં સંપૂર્ણ માહિતી.

દેશમાં વધતા કોરોનાના કેસની વચ્ચે ૧૦ જાન્યુઆરીએથી ગંભીર બીમારીથી પીડિત વૃદ્ધોને બૂસ્ટર ડોઝ આપવાની શરૂઆત થઈ ગઈ છે. સ્વાસ્થ્ય કર્મચારી અને ફ્રન્ટલાઈન વર્કર્સને પણ વેક્સિનનો ત્રીજો ડોઝ આપવામાં આવી રહ્યો છે. જો પહેલા દિવસની વાત કરીએ તો લગભગ ૧૦ લાખ લોકોને બૂસ્ટર ડોઝ આપવામાં આવ્યો હતો. આ અભિયાનમાં લગભગ ૫.૭૫ કરોડ લોકોને પ્રિકોશન ડોઝ (બૂસ્ટર) આપવામાં આવશે. તો જાણી લઈએ બૂસ્ટર ડોઝ વિશે વિગતવાર માહિતી.

કોને બૂસ્ટર ડોઝ આપવામાં આવશે?- તમામ વૃદ્ધોને કોરોના વેક્સિનનો ત્રીજો ડોઝ નહીં મળે. બૂસ્ટર ડોઝ માત્ર તે વૃદ્ધોને આપવામાં આવશે જે હાર્ટ ડિસીઝ, ડાયાબિટીસ, કિડની અથવા અન્ય ગંભીર બીમારીથી પીડિત છે. સ્વાસ્થ્ય મંત્રાલયના અનુસાર, આવા વૃદ્ધોએ પોતાના ડોક્ટરની સલાહ પછી જ બૂસ્ટર ડોઝ લેવો.

બૂસ્ટર ડોઝ અને વેક્સિનના ત્રીજા ડોઝ વચ્ચે કેટલા દિવસનો ગેપ હોવો જોઈએ? :- કોરોના વેક્સિનના બીજા ડોઝ અને બૂસ્ટર ડોઝની વચ્ચે ૯ મહિનાનો ગેપ હોવો જોઈએ. એટલે કે જો તમે ૯ મહિના પહેલા બીજો ડોઝ લીધો છે તો તમે બૂસ્ટર ડોઝ લઈ શકો છો. જો ૯ મહિનાથી ઓછો સમય થયો છે તો તમે ત્રીજો ડોઝ નહીં લઈ શકો.

કેવી રીતે જાણવા મળશે કે કયા વૃદ્ધ લોકો બૂસ્ટર ડોઝ લઈ શકે છે?- જે વૃદ્ધોને બૂસ્ટ ડોઝ લેવાનો છે, તેમને સ્વાસ્થ્ય મંત્રાલયની તરફથી એક મેસેજ મોકલવામાં આવી રહ્યો છે. આ મેસેજ તે લોકોને મોકલવામાં આવી રહ્યો છે, જેમને ૯ મહિના પહેલા વેક્સિનનો બીજો ડોઝ લીધો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, જો તમને મેસેજ નથી મળ્યો તો તમારે બીજા ડોઝનો સમય જોઈ લેવો.

વેક્સિનેશન સેન્ટર પર કયા ડોક્યુમેન્ટ લઈ જવા પડશે? :- વેક્સિનેશન સેન્ટર પર તમારી સાથે વોટર ID કાર્ડ, આધાર કાર્ડ, પાસપોર્ટ અથવા ડ્રાઈવિંગ લાયસન્સ માંથી કોઈપણ એક લઈને જવું.

શું બૂસ્ટર ડોઝ માટે વૃદ્ધોને પૈસા આપવા પડશે?- જો તમે કોરોના વેક્સિનનો ત્રીજો બૂસ્ટર ડોઝ સરકારી હોસ્પિટલમાં લેવા જશો તો તમને ફ્રીમાં વેક્સિન આપવામાં આવશે. તેના માટે પૈસા આપવાની જરૂર નહીં પડે.

શું કોઈપણ વેક્સિનના બૂસ્ટર ડોઝમાં લઈ શકાય છે?- ના,જો તમે કોવેક્સિનના ૨ ડોઝ લીધા છે તો બૂસ્ટર ડોઝમાં પણ કોવેક્સિન જ આપવામાં આવશે. જો તમે કોવીશિલ્ડના ૨ ડોઝ લીધા છે તો તેનો જ બૂસ્ટર ડોઝ તમને આપવામાં આવશે.

શું બૂસ્ટર ડોઝ લીધા પછી કોઈ સર્ટિફિકેટ મળશે? – ગયા વખતની જેમ આ વખતે પણ વેક્સિનેશન સેન્ટર પર બૂસ્ટર ડોઝ લીધા પછી એક સર્ટિફિકેટ તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવી જશે.

તેથી,જો આ માહિતી પસંદ આવી હોય તો કોમેંન્ટ અને શેર કરી તમારા મિત્રોને પણ જરૂર જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *