શું વેજિટેરિયન તરીકે પેક કરેલ ફૂડમાં પણ નોન-વેજ મિશ્રણ હોઈ શકે ? જાણો કઈ રીતે પારખી શકાય આ મિશ્રણ.

કઈ રીતે વેજિટેરિયન ફૂડમાં મેળવવામાં આવે છે નોન-વેજ? તેમજ શું છે ફૂડ પર લેબલિંગનો નિયમ?,જાણો અહીં.

લોકો વેજિટેરિયન કે શાકાહારી પ્રોડક્ટ ખરીદતાં પહેલાં એના પેકેટ પર લખેલા સામગ્રી (ઈન્ગ્રિડિયન્ટ્સ)ને જુએ. પેકેટ પર લખેલા સાઈન કે કોડ નેમ અનુસાર જ તેઓ એને વેજ પ્રોડક્ટ સમજીને ખરીદે છે, પરંતુ જો તમને એ ખ્યાલ આવે કે તમે જે વસ્તુને પેકેટ પર બનેલી ગ્રીન સાઈન કે કોડનેમના આધારે વેજ સમજીને ખરીદી છે એ વાસ્તવમાં નોન-વેજિટેરિયન ચીજોથી બનાવાઈ છે તો તમને કેટલો મોટો આંચકો લાગશે? દિલ્હી હાઈકોર્ટે પણ હાલમાં જ પોતાના એક નિર્ણયમાં ફૂડ બિઝનેસ ઓપરેટર્સને કહ્યું છે કે તેઓ પોતાની પ્રોડક્ટમાં ઉપયોગમાં લેવાતી ચીજોના માત્ર કોડનેમની જાણકારી જ નહીં, પરંતુ તેને વનસ્પતિ કે જાનવરોમાં એમ શામાંથી બનાવાઈ છે એની સ્પષ્ટ જાણકારી પણ આપે.

તો ચાલો, જાણીએ કેવી રીતે થાય છે વેજ આઈટેમ્સમાં પણ નોન-વેજનો ઉપયોગ? શું છે ખાવાની ચીજો પર લેબલિંગનો નિયમ?

કઈ રીતે વેજિટેરિયન ફૂડમાં મેળવવામાં આવે છે નોન-વેજ? :- ભલે અનેક પ્રોડક્ટ્સને વેજિટેરિયન ફૂડ તરીકે વેચવામાં આવતી હોય અને એના પર એને વેજિટેરિયન જણાવનાર ગ્રીન સર્કલ પણ લાગેલું હોય છે, પણ તેમાં એવા ઈન્ગ્રિડિયન્ટ્સનો પણ ઉપયોગ થાય છે, જે જાનવરોથી બનેલા હોય છે.

ઈન્સ્ટન્ટ નૂડલ્સ અને પોટેટો ચિપ્સમાં મળી આવતા ફૂડ એડિટિવ કેમિકલ ડિસોડિયમ ઈનોસિનેટ છે તે વ્યાવસાયિક રીતે માંસ કે માછલીમાંથી તૈયાર કરવામાં આવે છે.આ સામાન્ય રીતે સુવરની ચરબીમાંથી મળી આવે છે.

જ્યારે વેજિટેરિયન પ્રોડક્ટમાં પણ આ પ્રકારની કોઈ સામગ્રી કે ઈન્ગ્રિડિયન્ટનો ઉપયોગ થાય છે, ત્યારે માત્ર એ સામગ્રીના કોડનો ખુલાસો કરવામાં આવે છે. પેકેજિંગ પર એ વાતનો ખુલાસો કર્યા વિના જ કે એ સામગ્રીનો સોર્સ શું છે, એટલે કે એ વનસ્પતિથી બનેલી છે કે જાનવરમાંથી કે લેબમાં રાસાયણિક રીતે તૈયાર કરાઈ છે.

અનેક ખાવાની ચીજોમાં જાનવરોથી પ્રાપ્ત સામગ્રી (ઈન્ગ્રિડિયન્ટ) હોય છે, એ માત્ર લીલું ટપકું લગાવીને વેજિટેરિયન તરીકે પાસ થઈ જાય છે.

શું છે ફૂડ રેગ્યુલેશન ૨૦૧૧ અનુસાર, ફૂડ પરનો લેબલિંગનો નિયમ?

– માંસાહારી કે નોન-વેજ ફૂડ એવું ફૂડ છે, જેમાં કોઈ જાનવરના એક હિસ્સા કે સમગ્ર હિસ્સાનો ઉપયોગ કરવામાં આવે છે. એમાં પક્ષીઓ, તાજાં પાણીના કે સમુદ્રી જાનવરો કે ઈંડાં અથવા કોઈ જાનવરમાંથી નીકળતી પ્રોડક્ટ સામેલ છે, પરંતુ દૂધ કે દૂધની પ્રોડક્ટ તેમાં સામેલ નથી.

– તમામ માંસાહારી કે નોન-વેજિટેરિયન ફૂડ પર એક બ્રાઉન આઉટલાઈનવાળા સ્ક્વેરની અંદર એક બ્રાઉન કલર ભરેલું એક સર્કલનું લેબલ હોવું જોઈએ.

– જ્યારે ઈંડાં જ એકમાત્ર એવી માંસાહારી સામગ્રી છે, જેના વિશે આ બ્રાઉન સિમ્બોલ ઉપરાંત જણાવી શકાય છે.

મેન્યુફેક્ચરરે એ જણાવવાનું હોય છે કે પ્રોડક્ટમાં કેવા પ્રકારના ખાદ્ય વેજિટેબલ ઓઈલ, વેજિટેબલ ફેટ, એનિમલ ફેટ કે તેલ, માછલી, મરઘી, માંસ કે પનીર વગેરેનો ઉપયોગ કરાયો છે.

– મેન્યુફેક્ચરરે આ સાથે સામગ્રીઓની માત્રા અને તેના વજનની પણ એક યાદી પ્રદર્શિત કરવાની હોય છે.

– શાકાહારી કે વેજિટેરિયન ફૂડ પર લીલા રંગની આઉટલાઈનવાળા સ્ક્વેરની અંદર એક લીલા રંગથી ભરેલા સર્કલનું લેબલ લાગેલું હોવું જોઈએ.

– જો કોઈ ઈન્ગ્રિડિયન્ટ ખુદ બે કે બેથી વધુ ઈન્ગ્રિડિયન્ટ્સથી બનેલું છે અને તેનાથી બનેલું “કમ્પાઉન્ડ ઈન્ગ્રિડિયન્ટ” કોઈ ફૂડનો ૫%થી ઓછો હિસ્સો હોય છે તો એવામાં ફૂડ એડટિવ ઉપરાંત કમ્પાઉન્ડ ઈન્ગ્રિડિયન્ટ્સમાં સામેલ અન્ય ઈન્ગ્રિડિયન્ટ્સની યાદી ઘોષિત કરવાની આવશ્યકતા નથી હોતી.

તેથી,જો આ લેખ પસંદ આવ્યો હોય તો કોમેન્ટ અને શેર કરી તમારા મિત્રોને પણ જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *