વર્લ્ડ ઈકોનોમિક ફોરમ(વિશ્વ આર્થિક મંચ) પર સંબોધિત કરી રહેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ટેલિપ્રોમ્પ્ટરના કારણે ભાષણ રોકવું પડ્યું, જાણો શું છે ટેલિપ્રોમ્પ્ટર.

ટેલીપ્રોમ્પટર શું હોય છે? તે કેવી રીતે કામ કરે છે? અને તેનો ઉપયોગ ક્યાં થાય છે?, જાણો અહીં સંપૂર્ણ માહિતી.

હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્લ્ડ ઈકોનોમિક ફોરમને સંબોધિત કરી રહ્યા હતા તેવામાં ટેલીપ્રોમ્પટરમાં ટેક્નિકલ ખામીને કારણે તેમણે બોલતાં બોલતાં રોકાવું પડ્યું હતું. ટેલીપ્રોમ્પટર ડિવાઈસનો ઉપયોગ ન્યૂઝ એન્કર, નેતા અને બિઝનેસમેન કરે છે. તો ચાલો તમને જણાવી દઈએ ટેલીપ્રોમ્પટર શું હોય છે? તે કેવી રીતે કામ કરે છે?

ટેલીપ્રોમ્પટર શું છે ? –

આપે ટીવી પર ન્યૂઝ એન્કરને જોરદાર સ્પીચ સાથે સમાચાર આપતા જોયા હશે તે પણ હાથમાં કોઈ સ્ક્રિપ્ટ લખ્યા વગર. જોકે તેનું અસલ કારણ આ ટેલીપ્રોમ્પટર ડિવાઈસ જ છે. આ ટેક્નોલોજીને ટેલીપ્રોમ્પટર અથવા ઓટોક્યુ કહેવાય છે. આ ડિવાઈસની મદદથી કેમેરા કોન્ટેસ્ટ સાથે સ્ક્રિપ્ટ વાંચી શકાય છે. ટેલીપ્રોમ્પટર હોય તો હાથમાં સ્ક્રિપ્ટ રાખવાની કોઈ જરૂરિયાત રહેતી નથી. ટેલીપ્રોમ્પટરનાં માધ્મયથી ન્યૂઝ વાંચવામાં આવે કે અન્ય કોઈ સ્ક્રિપ્ટ વાંચવામાં આવે તો સાંભળનારને એવું લાગે છે કે સામેવાળી વ્યક્તિ હાથમાં કોઈ કાગળ વગર બધુ યાદ કરીને બોલી રહી છે.

ટેલીપ્રોમ્પટર કઈ રીતે કામ કરે છે? –

ટેલીપ્રોમ્પટરમાં ૨ બીમ સ્પ્લિટર ગ્લાસ (કાચ) હોય છે. આ બંને ગ્લાસને ૪૫ ડિગ્રી એન્ગલે નાના સ્ટેન્ડ પર રખાય છે. ટેક્સ્ટ મોનિટરની મદદથી ગ્લાસ પર દેખાય છે. ગ્લાસના નીચેના ભાગે આકાશની તરફ એક ફ્લેટ LCD મોનિટર હોય છે. આ મોનિટર ૫૬ થી ૭૨ પીટી ફોન્ટમાં શબ્દ પ્રદર્શિત કરે છે. આ ગ્લાસની પાછળ કેમેરા હોય છે. આ કેમેરામાં જ સ્ક્રિપ્ટ વાંચનાર વ્યક્તિએ જોવાનું હોય છે. ટેલીપ્રોમ્પટરના પાછળની ભાગમાં એક કન્ટ્રોલર હોય છે. તે ટેક્સ્ટની સ્પીડ કન્ટ્રોલ કરે છે. પહેલાં કન્ટ્રોલરથી ટેક્સ્ટની સ્પીડ વધારે અને ઓછી થતી હતી હવે વાંચનાર વ્યક્તિના હાથમાં રિમોટ આપવામાં આવે છે. રિમોટની મદદથી તે ટેક્સ્ટની સ્પીડ કન્ટ્રોલ કરી શકે છે.

ટેલીપ્રોમ્પટરનો ઉપયોગ ક્યાં થાય છે ? –

– ન્યુઝ સ્ટુડિયોમાં ટીવી એન્કર,
– ફિલ્મના ડાયલોગ બોલવા માટે,
– નેતાના ભાષણ માટે,
– પ્રેસેન્ટશન,મીટિંગ માટે,
– બિઝનેસમેન માટે.

ટેલીપ્રોમ્પટર કેટલા પ્રકારના હોય છે? –

ટેલીપ્રોમ્પટર ત્રણ પ્રકારના હોય છે જે નીચે મુજબ છે.

૧. કેમેરા માઉન્ટેડ :-

આ ટેલીપ્રોમ્પટરમાં ગ્લાસ સ્ક્રીનની પાછળ એક કેમેરા હોય છે. વાંચતાં સમયે સ્પીકરે કેમેરામાં જોવાનું હોય છે. દર્શકો સાથે ડાયરેક્ટ સંપર્ક માટે ન્યૂઝકાસ્ટર્સ, બિઝનેસ ઓફિસર, ટીચર્સ કેમેરા માઉન્ટેડ ટેલીપ્રોમ્પટર ડિવાઈસનો ઉપયોગ કરે છે. તમામ ન્યૂઝ ચેનલ આ જ ટેલીપ્રોમ્પટરનો ઉપયોગ કરે છે.

૨. પ્રેસિડેન્શિયલ :-

રાષ્ટ્રપતિ જે ટેલીપ્રોમ્પટર ડિવાઈસનો ઉપયોગ કરે છે તે એક સ્ટેન્ડ પર એક ગ્લાસ સ્ક્રીન હોય છે. તેમાં મોનિટર નીચેની સાઈડ રાખવામાં આવે છે અને મોનિટર રિફ્લેક્ટ કરવા માટે ગ્લાસ સ્ક્રીન બેન્ડ કરાય છે. ટેલિવિઝન મેમ્બર્સ સામાન્ય રીતે સ્પીકર સામે પ્રેસિડેન્શિયલ ટેલીપ્રોમ્પટર દરેક બાજુ રાખે છે.

3. સ્ટેન્ડ :-

ફ્લોર અથવા સ્ટેન્ડ ટેલીપ્રોમ્પટર લુક વાઈઝ પ્રેસિડેન્શિયલ ટેલીપ્રોમ્પટર જેવો જ હોય છે. તેનું ઓપરેશન પણ એકજેવું જ હોય છે. તે ડિવાઈસ પ્રોડક્શન મેમ્બરને વોલ માઉન્ટ અથવા સ્ટેન્ડ માઉન્ટ કરવાનો ઓપ્શન આપે છે. તેનો ઉપયોગ ફિલ્મમાં એક્ટર ડાયલોગ બોલવા માટે કરે છે.

તેથી,જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેંન્ટ અને શેર કરી તમારા મિત્રોને પણ જરૂર જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *