S-400 સિસ્ટમ ૪૦૦ કિલોમીટરની રેન્જમાં દુશ્મનની મિસાઈલ, ડ્રોન અને એરક્રાફ્ટ પર હવામાં જ હુમલો કરી શકે છે.

S-400 સિસ્ટમ શું છે? આ સિસ્ટમની ખાસિયત શી છે? આ સિસ્ટમમાં શું-શું સામેલ છે?,જાણો અહીં.

ભારતને રશિયા પાસેથી S-૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમની ડિલિવરી શરૂ થઈ ગઈ છે. આ વર્ષના અંત સુધીમાં આ સિસ્ટમની પ્રથમ રેજિમેન્ટ સંપૂર્ણપણે ડિલિવર થઈ શકે છે. દુનિયાની સૌથી આધુનિક એર ડિફેન્સ સિસ્ટમ મનાતી S-૪૦૦થી હવામાં ભારતની તાકાત અભેદ્ય થઈ જશે. આ સિસ્ટમ ૪૦૦ કિલોમીટરની રેન્જમાં દુશ્મનની મિસાઈલ, ડ્રોન અને એરક્રાફ્ટ પર હવામાં જ હુમલો કરી શકે છે. તો ચાલો સમજીએ S-૪૦૦ ડિફેન્સ સિસ્ટમ શું છે? એની શી ખાસિયત છે? આ કામ કેવી રીતે કરે છે?

S-૪૦૦ સિસ્ટમ શું છે? :- S-૪૦૦ એક એર ડિફેન્સ સિસ્ટમ છે, એટલે કે એ હવા દ્વારા થઈ રહેલા એટેકને રોકે છે. એ દુશ્મન દેશોની મિસાઈલ, ડ્રોન, રોકેટ લોન્ચર અને ફાઈટર જેટ્સના હુમલાને રોકવામાં મદદ કરે છે. એને રશિયાની એલમાઝ સેન્ટ્રલ ડિઝાઈન બ્યુરોએ બનાવી છે અને દુનિયાની અત્યંત આધુનિક એર ડિફેન્સ સિસ્ટમમાં એની ગણતરી થાય છે.

આ સિસ્ટમની શી ખાસિયત છે? :- – S-૪૦૦ ની સૌથી મોટી ખાસિયત એનું મોબાઈલ હોવું એ છે, એટલે કે રોડ દ્વારા એને ક્યાંય પણ લઈ જઈ શકાય છે.

– એમાં ૯૨N૬E ઈલેક્ટ્રોનિકલી સ્ટિયર્ડ ફેન્ડ એરો રડાર લાગેલું છે, જે લગભગ ૬૦૦ કિલોમીટરનાં અંતરે જ મલ્ટીપલ ટાર્ગેટને ડિટેક્ટ કરી શકે છે.

ઓર્ડર મળવાની ૫ થી ૧૦ મિનિટમાં જ એ ઓપરેશન માટે રેડી થઈ જાય છે.

S-૪૦૦ માં ૪૦૦ આ સિસ્ટમની રેન્જ દર્શાવે છે. ભારતને જે સિસ્ટમ મળી રહી છે એની રેન્જ ૪૦૦ કિલોમીટર છે, એટલે કે એ ૪૦૦ કિલોમીટર દૂરથી જ પોતાના ટાર્ગેટને ડિટેક્ટ કરીને કાઉન્ટર એટેક કરી શકે છે. આ સાથે જ એ ૩૦ કિલોમીટરની ઊંચાઈ પર પણ પોતાના ટાર્ગેટ પર એટેક કરી શકે છે.

– S-૪૦૦ના એક યુનિટથી એકસાથે ૧૬૦ ઓબ્જેક્ટને ટ્રેક કરી શકાય છે. એક ટાર્ગેટ માટે ૨ મિસાઈલ લોન્ચ કરી શકાય છે.

આ સિસ્ટમમાં શું-શું સામેલ છે? :- ડિફેન્સ સિસ્ટમના દરેક યુનિટમાં એક કમાન્ડ અને કંટ્રોલ સિસ્ટમ, એક ગાઈડન્સ રડાર એક સર્વેલન્સ રડાર, અને ટ્રાન્સપોર્ટ ઈરેક્ટર લોન્ચર સામેલ હોય છે.

આ સાથે જ સિસ્ટમમાં અલગ-અલગ રેન્જની ૪ મિસાઈલ પણ છે – શોર્ટ રેન્જ, મીડિયમ રેન્જ, લોંગ રેન્જ અને વેરી લોંગ રેન્જ. આ ૪૦ કિલોમીટરથી લઈને ૪૦૦ કિલોમીટરના અંતર સુધી કાઉન્ટર એટેક કરી શકે છે. ભારત રશિયા પાસેથી ૪૦૦ કિલોમીટર રેન્જવાળી મિસાઈલ ખરીદી રહ્યું છે, જેને ૪૦N૬E કહેવામાં આવે છે. વેરી લોંગ રેન્જની મિસાઈલ ૪૦૦ કિલોમીટરના અંતરની સાથે સાથે ૧૮૦ કિલોમીટરની ઊંચાઈ સુધી પણ હુમલો કરી શકે છે.

આ સિસ્ટમ કામ કેવી રીતે કરે છે? :- ડિફેન્સ સિસ્ટમમાં સર્વેલન્સ રડાર હોય છે, જે પોતાના ઓપરેશનલ એરિયાની આસપાસ એક સુરક્ષા ચક્ર બનાવી લે છે. જેવી કોઈ મિસાઈલ કે અન્ય હથિયાર આ સુરક્ષા ચક્રમાં પ્રવેશે છે તો રડાર એને ડિટેક્ટ કરી લે છે અને કમાન્ડ વ્હીકલને એલર્ટ મોકલે છે. એલર્ટ મળતાં જ ગાઈડન્સ રડાર ટાર્ગેટની પોઝિશન જાણીને કાઉન્ટર એટેક માટે મિસાઈલ લોન્ચ કરે છે.

તેથી, જો આ લેખ પસંદ આવ્યો હોય તો કોમેન્ટ અને શેર કરી તમારા મિત્રોને પણ જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *