લગ્નમાં કેસરી સિંદૂરથી કેમ સેથો પૂરવામાં આવે છે? ન જાણતા હતો તો,જાણી લો.

શું આપ જાણો છો,ઝારખંડ, બિહાર તેમજ પૂર્વ ઉત્તર પ્રદેશમાં લગ્નમાં કેસરી સિંદૂરથી કેમ સેથો પૂરવામાં આવે છે?,ન જાણતા હતો તો,જાણી લો.

આપણાં હિંદુ ધર્મમાં સિંદૂર લગાવવાની પ્રથા વર્ષોથી ચાલતી આવી છે. રામાયણ અને મહાભારતમાં પણ આનો ઉલ્લેખ કર્યો છે. સિંદૂરના ઘણા રંગ હોય છે. ગુલાબી,લાલ, કેસરી, કથ્થઈ. તેમાં નારંગી અને ગુલાબી રંગના સિંદૂરને સૌથી શુભ માનવામા આવે છે. તો ચાલો આપણે જાણીએ લગ્નમાં કેસરી સિંદૂરનો ઉપયોગ કેમ થાય છે.

કેસરી સિંદૂરનું શું મહત્ત્વ છે? – મોટાભાગના ભારતીય લગ્નમાં લાલ રંગના સિંદૂરનો ઉપયોગ થાય છે. બિહાર, ઝારખંડ અને પૂર્વ ઉત્તર પ્રદેશના અમુક વિસ્તારમાં સિંદૂરદાન માટે કેસરી અને ગુલાબી રંગનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત ઘણા ખાસ અવસર અને શુભ કામમાં આ રંગના સિંદૂરને વધારે મહત્ત્વ આપવામાં આવે છે. મહિલાઓ માત્ર પોતાના માટે જ નહીં પણ દેવી-દેવતાઓને પ્રસન્ન કરવા માટે પણ આનો ઉપયોગ કરે છે.

પૌરાણિક કથાઓમાં પણ કેસરી સિંદૂરનો ઉલ્લેખ- કથા પ્રમાણે, જ્યારે હનુમાનજીને ખબર પડી કે શ્રીરામ સીતાએ લગાવેલા સિંદૂરથી ખુશ થાય છે, તો તેમણે પોતાનું શરીર નારંગી રંગના સિંદૂરથી રંગી દીધું. આ રીતે સિંદૂરથી રંગાઈને તેઓ શ્રીરામની સભામાં પહોંચ્યા હતા. સિંદૂરદાન સમયે આ રંગના સિંદૂરનો ઉપયોગ પતિ-પત્નીમાં એકબીજા પ્રત્યે સમર્પણ દર્શાવે છે.

આ સિંદૂર કેવી રીતે બને છે? – કેસરી અને ગુલાબી રંગના સિંદૂરનું જેટલું મહત્ત્વ છે તેટલું જ લાલ સિંદૂરનું છે. બંનેમાં સૌથી મોટું અંતર એ છે કે, કેસરી સિંદૂર પ્રાકૃતિક અને શુદ્ધ હોય છે, જ્યારે લાલ સિંદૂરમાં કેમિકલયુક્ત રંગોની ભેળસેળની શક્યતા વધારે હોય છે. કેસરી અને ગુલાબી રંગનું સિંદૂર નેચરલ રીતે બનાવવામાં આવે છે. બીજને સૂકવી તેને પીસીને સિંદૂર રેડી થાય છે. આ પ્રકારના સિંદૂર એકદમ સુરક્ષિત છે તેનાથી સ્કિનને કોઈ નુકસાન થતું નથી.

લગ્નમાં કેસરી સિંદૂરનો ઉપયોગ કેમ થાય છે? – આની પાછળનું કારણ ઘણું ઈન્ટરેસ્ટિંગ છે. લગ્ન મોડી રાત્રે શરૂ થાય છે. સિંદૂરદાનનો સમય થાય ત્યારે સવાર પડવાની હોય છે, આથી આ સિંદૂરની સરખામણી સૂર્યોદય વખતે પ્રસરતી કેસરી રંગના કિરણો સાથે કરવામાં આવે છે. જે રીતે સૂર્યના કિરણો રોજ આપણા જીવનમાં એક નવી સવાર, ખુશી અને દિવ્ય ઊર્જા લઈને આવે છે તેવી જ રીતે આ સિંદૂર પણ દુલ્હનના જીવનમાં એક નવી સવાર લઈને આવે. રાતથી લઈને સવાર સુધી થતી વિધિ પાછળ આ જ માન્યતા હોય છે કે પરિવાર ફેમિલીની સાથોસાથ સૂર્ય, તારા અને ચંદ્ર પણ લગ્નના સાક્ષી બની શકે.

આશા છે કે તમને આ લેખ પસંદ આવ્યો હશે,તો કોમેંન્ટ અને શેર કરી તમારા મિત્રોને જરૂર જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *