આ વખતના બજેટમાં શું સસ્તું થયું અને શું મોંઘુ થયું? જાણો સંપૂર્ણ વિશ્લેષણ.

2022-23ના બજેટમાં શું ખાસ છે અને તમારા ફાયદાનું શું છે?તેમજ નાણામંત્રીએ કઈ-કઈ જાહેરાતો કરી?, જાણો આ વખતના બજેટ વિશે સંપૂર્ણ વિશ્લેષણ.

બજેટની મુખ્ય વાતો પર નજર કરીએ તો બજેટમાં વ્યક્તિગત કરવેરામાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો તથા ડિજિટલ રૂપિયા અંગે જાહેરાત કરવામાં આવી છે. બજેટ ભાષણની શરૂઆતમાં નાણામંત્રીએ કહ્યું કે તેમની સરકાર વિકાસ અને ગરીબોના ભલા માટે પ્રતિબદ્ધ છે. નાણામંત્રી દ્વારા વ્યક્તિગત કરના દરમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો. નવો કોઈ કર લાગુ નથી કરવામાં આવ્યો કે કોઈ નવી રાહત નથી આપવામાં આવી.

નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ સુધી રાજસ્વ ઘટ જીડીપીના ૪.૫ ટકા સુધી પહોંચવાની વાત હતી. ૨૦૨૨-૨૩માં રાજસ્વ ઘટ જીડીપીના ૬.૪ ટકા રહેવાનું અનુમાન છે. ૨૦૨૧-૨૨માં સંધોશિત રાજસ્વ ઘટ જીડીપીના ૬.૯ ટકા રહેવાની વાત કહેવામાં આવી હતી. ૨૦૨૨-૨૩માં કુલ ખર્ચ ૩૯.૪૫ ટ્રિલિયન રૂપિયા હશે.

બજેટ-2022 વિશે ચર્ચા :-

– ચાલુ નાણાકીય વર્ષથી દેશની મધ્યસ્થ બેન્ક રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયા દ્વારા બ્લોક-ચેઇન તથા અન્ય ટેકનોલોજીનો ઉપયોગ કરીને ડિજિટલ રૂપિયો બહાર પાડવામાં આવશે. જેનાથી દેશના અર્થતંત્રને ગતિ મળશે.

– વર્ચ્યુઅલ ડિજિટલ એસેટના (બિટકોઇન તથા અન્ય કરન્સી) વેચાણ પરથી થતી આવક પર ૩૦% કર લાગશે. તેને ભેટ આપવા પર પણ ટેકસ લાગશે. ડિજિટલ એસેટના વેચાણમાંથી થતાં નુકસાનને માત્ર વર્ચ્યુઅલ ડિજિટલ એસેટથી થયેલા નુકસાન સામે એડજસ્ટ કરી શકાશે.

– સશસ્ત્ર બળોની ૬૮ ટકા સાધનખરીદી ભારતમાંથી કરવામાં આવશે. ડીઆરડીઓ તથા અન્ય સરકારી સંસ્થાઓ સાથે મળીને ખાનગી કંપનીઓ અલગ-અલગ પ્લેટફોર્મ વિકસાવી શકશે.

– ખેડૂતોને વધારાની આવક થાય તથા પરાળ બાળવાને કારણે થતાં પ્રદૂષણમાંથી મુક્તિ મળે તે માટે તાપવિદ્યુત મથકોમાં પરાળના ઉપયોગને મંજૂરી આપવામાં આવશે.

– રૂપિયા બે લાખ ૩૭ હજાર કરોડના ખર્ચે ટેકાના ભાવે ખેડૂતો પાસેથી ઘઉં અને ડાંગરની ખરીદી કરવામાં આવશે.

– કેન-બેતવા નદીઓના જોડાણ માટે રૂ. ૪૪ હજાર ૬૦૫ કરોડની ફાળવણી. પંજાલ-દમણગંગા, અને પાર-તાપી સહિત નદીઓના જોડાણના પાંચ ડિટેઇલ પ્રોજેક્ટ રિપોર્ટને સરકારની મંજૂરી. લાભાર્થીઓ વચ્ચે સહમતિ થયે કેન્દ્ર સરકાર દ્વારા જરૂરી સહાય આપવામાં આવશે.

– સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના સ્થાને નવો કાયદો લાવવામાં આવશે. જે ઉદ્યોગો તથા ઉદ્યોગહબને વિકસાવવામાં મદદ કરશે. વર્તમાન ઉદ્યોગો તથા SEZ ને પણ આવરી લેવામાં આવશે. નિકાસને વધારવા માટે આમ કરવામાં આવશે.

– ઇલેક્ટ્રિક વ્હીકલનો વ્યાપ વધારવા માટે બેટરીઓમાં સમાનતા લાવવામાં આવશે. જેથી કરીને બેટરીને ચાર્જ કરવાના બદલે તેને બદલવાની કામગીરી સરળતાથી કરી શકાય. તેમજ બેટરીની અદલાબદલી કરી શકશો.

– આઝાદીનાં ૧૦૦ વર્ષ માટેના બજેટ માટેની રૂપરેખા આ બજેટમાં રજૂ કરવામાં આવી છે. સાથે જ ઉમેર્યું હતુ કે લાઇફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશનનું જાહેર ભરણું ‘ટૂંક સમયમાં’ આવશે.

– ચાલુ વર્ષથી નાગરિકોને ચીપવાળા ઈ-પાસપોર્ટ પણ ઇસ્યુ થશે, જેથી વિદેશયાત્રા સુગમ બને.

– વન ક્લાસ, વન ચેનલ’ દ્વારા ‘પીએમ ઈવિદ્યા’નો વિસ્તાર કરવામાં આવશે. આના દ્વારા ૧૨ ચેનલની સંખ્યા વધીને ૨૦૦ થશે.

– સ્કિલિંગ પ્રોગ્રામને નવું રૂપ આપવામાં આવશે. યુવાનોમાં સ્કિલિંગ, અપસ્કિલિંગ તથા રિસ્કિલિંગ માટે દેશમાં પોર્ટલ લૉન્ચ કરવામાં આવશે.

– મેક ઇન ઇન્ડિયા હેઠળ ૬૦ લાખ નોકરીઓનું સર્જન થશે

– ૫-જી મોબાઇલ સેવા લોન્ચ કરવા માટે ચાલુ વર્ષે સ્પેક્ટ્રમની હરાજી કરવામાં આવશે.

– આત્મનિર્ભર ભારત અંતર્ગત આગામી વર્ષોમાં ૧૬ લાખ નોકરીઓ આપવામાં આવશે.

– ઉદ્યમ, ઈ-શ્રમ, એનસીએસ તથા અસીમ જેવાં પોર્ટલોને ઇન્ટરલિન્ક કરવામાં આવશે, જેથી કરીને તેનો વિસ્તાર કરી શકાય.

‘પીએમ ગતિશક્તિ’ દ્વારા રસ્તા, પોર્ટ, રેલવે, એરપોર્ટ, માસ ટ્રાન્સપોર્ટ, વોટરવે અને લોજિસ્ટિક વ્યવસ્થા સહિતની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. જેના કારણે સામાન અને લોકોનું પરિહવહન ઝડપી બનાવવામાં આવશે, જેથી કરીને આર્થિકગતિ વધે.

– નાના અને મધ્યમ ઉદ્યોગોની ઇમરજન્સી લાઇન ગેરંટી સ્કીમનું કવરેજ રૂપિયા પાંચ લાખ કરોડ કરવામાં આવ્યું. આ યોજના માર્ચ-૨૦૨૩ સુધી લંબાવવામાં આવી. તેને હોસ્પિટાલિટી સેક્ટરમાં વિસ્તારવામાં આવશે

– સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે ‘વન સ્ટેશન, વન પ્રોડક્ટ’ની વિભાવનાને વિકસાવવામાં આવશે. આ સિવાય દેશમાં ૧૦૦ કાર્ગૉ ટર્મિનલ વિકસાવવામાં આવશે.

– આગામી ત્રણ વર્ષ દરમિયાન ૪૦૦ નવી વંદે ભારત ટ્રેન વિકસાવવા તથા ઉત્પાદિત કરવામાં આવશે.

શું સસ્તું થયું અને શું મોંઘુ થયું? :-

સસ્તું :-

– કપડાં
– પોલિશ કરાયેલા હીરા
– મોબાઈલ ફોન
– આર્ટિફિશિયલ જવેલરી
– પેટ્રોલિયમ ઉત્પાદો માટે જરૂરી રસાયણો પરની કસ્ટમ ડ્યુટી
– મોબાઈલ ફોનનું ચાર્જર
– મેન્થલ સહિતનાં કેટલાક રસાયણો પરની કસ્ટમ ડ્યુટી
-સ્ટીલ સ્ક્રેપ પર કન્સેશનલ કસ્ટમ ડ્યુટી ૧ વર્ષ માટે વધારાઈ.

મોંઘુ :-

– તમામ ઈમ્પોટ્રેડ આઈટમ
– છત્રી પરની ડ્યુટી વધીને ૨૦% કરાઈ

અંતે લોકોએ શું કહ્યું:-

આ વખતના બજેટ પર લોકોનું માનવું છે કે ગરીબો,વેપારીઓ માટે બજેટમાં કશું નથી, મોંઘવારી તેમની તેમ જ છે. એટલે કે મોંઘવારી માંથી કોઈ રાહત આપવામાં આવી નથી.

તેથી,જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેંન્ટ અને શેર કરી તમારા મિત્રોને પણ જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *