સ્ટ્રેટેજિ (ઇમરજન્સી) રિઝર્વ શું હોય છે? જે ભારતમાં પેટ્રોલ-ડીઝલની કિંમત કાબૂ કરે છે.

સ્ટ્રેટેજિ(ઇમરજન્સી) રિઝર્વ શું હોય છે? જે પેટ્રોલ-ડીઝલની કિંમત કાબૂ કરે છે, તેમજ ભારતમાં સ્ટ્રેટેજિક રિઝર્વ ક્યાં-ક્યાં છે? જાણો અહીં

સ્ટ્રેટેજિક રિઝર્વ શું હોય છે?- આપણે સરળ ભાષામાં સમજીએ તો કટોકટી સમયે દેશની ઉર્જા જરૂરિયાતોને પહોંચી વળવા માટે ક્રુડ ઓઈલનો જે સ્ટોક હોય છે તે સ્ટ્રેટેજિક રિઝર્વ કહેવાય છે. યુદ્ધ કે કોઈ અન્ય કારણથી ક્રુડ ઓઈલની આપૂર્તિ પ્રભાવિત થતા આ રિઝર્વમાંથી દેશની ઉર્જા જરૂરિયાતોને પૂરી કરવામાં આવે છે. કટોકટીની સ્થિતિ ઉપરાંત આ રિઝર્વ્સનો ઉપયોગ ઓઈલની કિંમતને કંટ્રોલ કરવા માટે પણ કરવામાં આવે છે.

ભારત પોતાની જરૂરિયાતનો ૮૩% ક્રુડ ઓઈલ બીજા દેશમાંથી ઈમ્પોર્ટ કરે છે તેથી કોઈ પણ કટોકટીના સમયમાં તેનો સમામનો કરવા માટે ભારતે પણ ક્રુડ ઓઈલને રિઝર્વ રાખ્યું છે. આ રિઝર્વનો ઉપયોગ માત્ર ઈમરજન્સી સિચ્યુએશનમાં જ કરવામાં આવે છે.

ભારતમાં સ્ટ્રેટેજિક રિઝર્વ ક્યાં ક્યાં આવેલા છે? – ભારતે ફર્સ્ટ ફેઝ અંતર્ગત વિશાખાપટ્ટનમ, મેંગ્લોર અને કર્ણાટકના પાદુરમાં સ્ટ્રેટેજિક રિઝર્વ બનાવ્યા હતા. આ ત્રણેય રિઝર્વમાં 50 લાખ મેટ્રિક ટન ક્રુડ ઓઈલ સ્ટોર કરી શકાય છે. આ રિઝર્વને ઓપરેટ કરવાની જવાબદારી ઈન્ડિયન સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ્સ લિમિટેડ (ISPR)ને આપવામાં આવી છે, જે પેટ્રોલિયમ મિનિસ્ટ્રી અંતર્ગત જ કામ કરે છે.

નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮માં સેકન્ડ ફેઝ અંતર્ગત ભારતે ઓરિસ્સાના ચંડીખોલ અને રાજસ્થાનના બીકાનેરમાં વધુ બે સ્ટ્રેટેજિક રિઝર્વ બનાવવાનો નિર્ણય લીધો હતો. ભારતના સ્ટ્રેટેજિક રિઝર્વ્સના સ્ટોકથી લગભગ ૧૦ દિવસ સુધી દેશની ઉર્જા જરૂરિયાતોને પુરી કરી શકાય છે.

ભારતે પોતાના સ્ટ્રેટેજિક રિઝર્વને આ જગ્યાએ જ કેમ બનાવ્યા? –

ભારતના તમામ સ્ટ્રેટેજિક રિઝર્વને એક રણનીતિ અંતર્ગત પૂર્વી અને પશ્ચિમી સમુદ્ર કિનારે બનાવવામાં આવ્યા છે.

– પાડોશી દેશ સાથે યુદ્ધની સ્થિતિમાં પૂર્વી અને પશ્ચિમી વિસ્તાર, ઉત્તરી વિસ્તારોની તુલનાએ વધુ સુરક્ષિત છે.

– મોટા ભાગની ઓઈલ રિફાઈનરી પણ પૂર્વી અને પશ્ચિમી વિસ્તારમાં દરિયા કાંઠે જ છે, કેમકે ઓઈલ રિફાઈનરી અને સ્ટ્રેટેજિક રિઝર્વને એકબીજા સાથે કનેક્ટ રાખવામાં આવે છે તેથી પણ રિઝર્વને આ વિસ્તારમાં બનાવવામાં આવ્યા છે.

– ક્રુડ ઓઈલને સ્ટોર કરવા માટે દરિયાઈ વિસ્તાર વધુ અનુકુળ હોય છે કેમકે ત્યાં પાણીના કારણે જમીનની અંદરનું તાપમાન ઓછું હોય છે.

આટલા મોટા પ્રમાણમાં ક્રુડ ઓઈલ સ્ટોર કઈ રીતે કરવામાં આવે છે?-

તમારા મનમાં વિચાર આવી રહ્યો હશે કે આટલા મોટા પ્રમાણમાં ક્રુડ ઓઈલને કઈ રીતે સ્ટોર કરવામાં આવતું હશે. તો આવો જાણીએ, ભારત અને દુનિયાભરના દેશ કઈ રીતે પોતાના સ્ટ્રેટેજિક રિઝર્વ્સને સ્ટોર કરે છે.

– ભારત પોતાના સ્ટ્રેટેજિક રિઝર્વ્સને રોક કેવર્ન્સમાં સ્ટોર કરે છે. રોક કેવર્ન્સ એટલે મોટી મોટી ખડકની પાછળ ગુફા જેવું સ્ટોરેજ બનાવીને. જેમાં ખડકો તોડીને ગુફા જેવો સ્ટોરેજ બનાવવામાં આવે છે, જેમાં ક્રુડ ઓઈલ સ્ટોર કરાય છે. ક્રુડ ઓઈલને સ્ટોર કરવાની આ પદ્ધતિ દુનિયાભરમાં સૌથી સુરક્ષિત માનવામાં આવે છે.

– અમેરિકા પોતાના સ્ટ્રેટેજિક રિઝર્વ્સના ક્રુડ ઓઈલને સોલ્ટ ડોમમાં સ્ટોર કરે છે. સોલ્ટ ડોમ એટલે કે જમીનથી ૨-૪ હજાર ફુટ નીચે ખડકની વચ્ચે મીઠું કાઢીને ખાલી જગ્યાએ ક્રુડ ઓઈલ સ્ટોર કરાય છે. ખડકોની વચ્ચે ‘સોલ્યૂશન માઈનિંગ’ નામની પ્રોસેસથી પહેલાં મીઠુંને બહાર કાઢવામાં આવે છે. જે બાદ ખાલી જગ્યાને ફ્રેશ વોટરથી સંપૂર્ણપણે સાફ કરવામાં આવે છે. ક્રુડ ઓઈલ મજબૂત ખડકની વચ્ચે સ્ટોર રાખવામાં આવે છે. જમીનની નીચે હોવાને કારણે ત્યાંનુ તાપમાન પણ ઘણું જ ઓછું હોય છે. અમેરિકાના મોટાભાગના સ્ટ્રેટેજિક રિઝર્વ્સ મેક્સિકોની ખાડીની આસપાસ છે.

લાયોનિંગ, શેંડોંગ અને જેઝિયાંગમાં ચીનના સ્ટ્રેટેજિક રિઝર્વ છે. આ બધાં પણ દરિયાઈ કાંઠે છે. ચીન પોતાના રિઝર્વ ક્રુડ ઓઈલને સમુદ્ર સાથેના વિસ્તારોમાં જમીનની નીચે સ્ટોર કરે છે. ક્રુડ ઓઈલને ખડકની વચ્ચે ભરીને રાખવામાં આવે છે.

તેથી,જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો કોમેન્ટ અને શેર કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *