સુરત એરપોર્ટ હવે સી આઇ એસ એફ CISF ને હવાલે, તારીખ 9 ફેબ્રુઆરી થી સંભાળશે ચાર્જ.

સુરત એરપોર્ટ હવે સી.આઇ.એસ.એફ (CISF) ને હવાલે. તારીખ 9 ફેબ્રુઆરી થી સંભાળશે ચાર્જ.

તારીખ 8 જૂન 2018 ના રોજ સુરત એરપોર્ટ કસ્ટમ એન્ડ નોટિફાઇડ એરપોર્ટ તરીકે જાહેરાત થઈ ગયા પછી સુરત એરપોર્ટની સિક્યુરિટી કમાન સી.આઇ.એસ.એફ ને સોપવા માટેની માંગણી પ્રબલ થઈ ગઇ હતી.

ગુજરાત પોલીસ દ્વારા હાલ સુરત એરપોર્ટ પર ઇમિગ્રેશન સહિત સિક્યુરિટી ચાર્જ સંભાળી રહ્યા છે. ભારતભરમાં ૨૬ જેટલા ઇન્ટરનેશનલ એરપોર્ટ તથા આઠ જેટલા કસ્ટમ એરપોર્ટ પર સી.આઇ.એસ.એફ દ્વારા સિક્યુરિટી ઉપલબ્ધ કરવામાં આવે છે . કોઈપણ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સૌથી વધારે સુરક્ષાનું પ્રાધાન્ય હોય તથા કોસ્ટલ એરપોર્ટ અને સૌથી વધારે VVIP મુમેન્ટ થતું હોવાથી સુરત એરપોર્ટને પણ સી.આઇ.એસ.એફ સિક્યુરિટી ઉપલબ્ધ કરવા માટે સુરત એરપોર્ટ ના વિકાસ માટે લડત ચલાવી રહેલ “સુરત એરપોર્ટ એક્શન કમિટી” દ્વારા હોમ મિનિસ્ટ્રીને વારંવાર પત્ર લખી સાચી હકીકત જણાવવામાં આવેલ હતી.

૨૬ જેટલા ઇન્ટરનેશનલ એરપોર્ટ તથા ૮ જેટલા કસ્ટમ એરપોર્ટ સિવાય સુરત એકમાત્ર એરપોર્ટ છે જ્યાં આંતરરાષ્ટ્રીય ઉડાન શરૂ હોવા છતા લોકલ પોલીસ સુરક્ષા નિભાવતા હોય, જે હકીકત ને ધ્યાને લાવવા માટે “સુરત એરપોર્ટ એક્શન કમિટી” દ્વારા વર્ષ 2017 થી લઈને અત્યાર સુધી વારંવાર ટ્વીટર ઉપર પણ #CISF4SuratAirport હેસટેગથી કૅમ્પઇન ચલાવીને સુરત એરપોર્ટ માટેની સુરક્ષા સી.આઇ.એસ.એફ ને સોપવા માટેની માંગણીઓ કરવામાં આવેલ.

વર્ષ ૨૦૧૮ માં ખાનગી એરલાઈન્સ એર એશિયાએ બેંગ્લોર થી સુરત અને સુરતથી બેંગ્લોર ની પ્રથમ ઉડાન ચાલુ કરી ત્યારે સુરત એરપોર્ટની અંદર જ્યાં પ્રતિબંધ એરિયામાં સાંસદો સાથે 50 જેટલા લોકલ માણસો કોઈપણ ટિકેટ કે પાસ વગર ઘુસી ગયા હતા. તથા એર એશિયાની પ્રથમ ફ્લાઇટ જ્યારે લેન્ડિંગ થઇ ત્યારે એર સાઇડ એપ્રોનમાં ચાલુ ફ્લાઇટની આગળ ઉભા રહીને સિવિલ એવિએશન ના નિયમો અનુસાર પ્રતિબંધ હોવા છતાં વિડીયો ઉતારવામાં એરપોર્ટ ડિરેક્ટર સહિતના અધિકારીઓ તથા સાંસદો પણ બાકી રહ્યાં ન હતા એનું કારણ પણ સુરત એરપોર્ટની સુરક્ષા લોકલ પોલીસની હવાલે હતું એટલા માટે હતું.

જે બાબતે પણ DGCA , BCAS થતા એરપોર્ટ ઑથોરિટી ઓફ ઇન્ડિયાના વિજિલન્સ ડિપાર્ટમેન્ટમાં પણ “સુરત એરપોર્ટ એકશન કમિટી” પ્રમુખ શ્રી સંજય ઇઝાવા દ્વારા ફરિયાદો કરવામાં આવેલ હતી. જેના અનુસંધાને થયેલ તપાસમાં સુરત એરપોર્ટ પર સુરક્ષાનો ભંગ થયેલો હોઈ એવું ખબર પડતાં તપાસ અધિકારી પણ સુરત એરપોર્ટ ઉપર હવે સી.આઇ.એસ.એફ. ની સિક્યુરિટી તૈનાત કરવા માટે સરકારને ભલામણ કરવામાં આવેલ હતી.

તારીખ ૧૦ જૂન ૨૦૨૦ માં ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલ નોટીફિકેશન મુજબ ૩૬૦ જેટલા CISF જવાનોને સુરક્ષા માટે તૈનાત કરવામાં આવશે. અને કેટલાક શરતોની પણ પાલન એરપોર્ટ અથોરીટી દ્વારા કરવામાં આવી છે. જેમાં CISF જવાનો માટે ૧૦૦% ફેમિલી સાથે રેહવાની વ્યવસ્થા, CISF અને સુરત એરપોર્ટ સાથેના ધારણા પત્રમાં હસ્તાક્ષર જેવા શરતોની પાલન કરવામાં આવેલ છે.

આંતરરાષ્ટ્રીય ઉડાન માટે CISF સુરક્ષા મહત્વની હોય છે. CISF સુરક્ષા મળવાથી હવે અન્ય કેટલીક ખાનગી એરલાઈન્સની સુરત એરપોર્ટ પર આવવાની સંભાવના વધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *