જાણો કેમ ગુજરાત માહિતી આયોગ દ્વારા અપીલ અધિકારીને જાહેર માહિતી અધિકારી બનાવ્યા.

જાણો કેમ ગુજરાત માહિતી આયોગ દ્વારા અપીલ અધિકારી અને નાયબ પોલીસ કમિશ્નર ટ્રાફિકને જાહેર માહિતી અધિકારી બનાવ્યા?

ગુજરાત રાજ્ય માહિતી આયોગ દ્વારા અપીલ નંબર –અ-૪૧૦૪-૨૦૨૧ માં માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ અંતર્ગત સેક્શન ૧૯(૮)(ક)(૨) મુજબના સુરત શહેર ટ્રાફિક પોલીસના નાયબ પોલીસ કમિશ્નરશ્રી પ્રશાંત સુંબેને પ્રસ્તુત કેસમાં જાહેર માહિતી અધિકારી તરીકે નિમણુક કરવામાં આવેલ છે.

સુરત શહેરના જાગૃત નાગરિક અને RTI એક્ટીવીસ્ટ સંજય ઇઝાવા દ્વારા નાયબ પોલીસ કમિશ્નરશ્રી, સુરત શહેર ટ્રાફિક પોલીસ ખાતામાં આર.ટી.આઈ. અંતર્ગત અરજી કરીને ટોઈંગ ક્રેન ભાડે રાખવા માટે બહાર પાડવામાં આવેલ ટેન્ડરની શરતોનું પાલન કરાવવા બાબતની કરેલ ફરિયાદમાં થયેલ કાર્યવાહી અંગે માહિતી માંગવામાં આવેલ હતી. નાયબ પોલીસ કમિશ્નર દ્વારા માહિતી આપવાની જગ્યાએ અરજી તબદીલ કરીને મદદનીશ પોલીસ કમિશ્નર, વહીવટ અને પ્લાનિંગ તરફ મોકલી આપવામાં આવેલ હતી.

મદદનીશ પોલીસ કમિશ્નર, વહીવટ અને પ્લાનિંગ દ્વારા અધુરી માહિતી આપીને અરજદારને જણાવવામાં આવેલ હતુ કે વધુ માહિતી માટે સુરત શહેર ટ્રાફિક પોલીસના નાયબ પોલીસ કમિશ્નરશ્રીના કાર્યાલયનો સંપર્ક કરવાનો રહશે. અરજદાર દ્વારા નમુના ‘ક’ ની અરજી નાયબ પોલીસ કમિશ્નરશ્રીની કચેરીમાંજ કરવામાં આવેલ હતી. છતાં નાયબ પોલીસ કમિશ્નર દ્વારા માહિતી આપવાની જગ્યાએ અરજી નીચલા કર્મચારીને તબદીલ કરીને અરજદારને ગુમરાહ કરવામાં આવેલ હતા.

આ અંગે અરજદાર દ્વારા બીજી અપીલ આયોગમાં કરતા આયોગ દ્વારા અધિકારીને વોર્નિંગ આપે તેમ હુકમ કરવામાં આવેલ હતા. “ઉકત વિગતે પ્રસ્તુત કેસના પ્રથમ અપીલ સત્તાધિકારીને આયોગ દ્વારા પ્રસ્તુત કેસમાં અધિનિયમની કલમ ૧૯(૮)(ક)(ર) અન્વયે જાહેર માહિતી અધિકારી નિમણૂંક કરવામાં આવે છે અને તેઓને જણાવવામાં આવે છે કે, વિવાદી દ્વારા માંગવામાં આવેલ માહિતી અંગેનું રેકર્ડ આયોગના પ્રસ્તુત હુકમ અનુસંધાને પોલીસ કમિશ્નર, સુરત શહેરની કચેરીમાંથી મેળવી, આયોગના હુકમની તારીખથી દિન-૧૫માં વિવાદી પાસે તેનું સ્વનિરીક્ષણ કરાવી, વિવાદીને જોઇતી માહિતીની નકલ, સ્વનિરીક્ષણ બાદ દિન-૭માં વિનામૂલ્યે આપવામાં આવે.”

ગુજરાત રાજ્ય માહિતી આયોગ હુકમ PDF A-4104-2021

પોતાના ટ્રાફિક ખાતામાં જાહેર માહિતી અધિકારી તરીકે નિમણુક થયેલ નાયબ પોલીસ કમિશ્નરશ્રી વર્ષ ૨૦૨૦ માં થયેલ ટોઈંગ ક્રેન કોભાંડ પછી સુરત શહેર પોલીસ કમિશ્નરશ્રીની સહીથી હુકમ કરાવી પોતે જાહેર માહિતી અધિકારીના હોદામાંથી છટકી ગયેલ હતા. કારણ કે માહિતી આપ્યા પછી કોઈ ભ્રષ્ટાચાર નીકળશે તો જવાબ આપવાનો ભારે પડે તેમ છે તથા પોતાની કાર્યાલયના જવાબદારી પોતે સ્વીકારવી પડે તેમ છે. એટલે નીચલા કર્મચારીને જાહેર માહિતી અધિકારી તરીકે ચાલુ રાખીને નાયબ પોલીસ કમિશ્નરશ્રી પ્રશાંત સુંબે પોતાની જવાબદારીમાંથી છૂટી ગયેલ હતા. ત્યારે આયોગ દ્વારા કરવામાં આવેલ આ પ્રકારના હુકમનો મહત્વ વધારે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *