જો તમારા ઘરમાં નવા સભ્યની એન્ટ્રી થઇ હોય તો આ રીતે રેશન કાર્ડમાં ઉમેરાવો નામ, ઘરેબેઠા થઇ જશે પ્રોસેસ,જાણો અહીં સંપૂર્ણ માહિતી.

શું તમારા ઘરમાં નવા સભ્યની એન્ટ્રી થઇ હોય તો આ રીતે રેશન કાર્ડમાં ઉમેરાવો નામ, ઘરેબેઠા થઇ જશે પ્રોસેસ,જાણો અહીં સંપૂર્ણ માહિતી.

રેશનકાર્ડ એ ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે જેના આધારે રાશનનું વિતરણ કરવામાં આવે છે. આ ઉપરાંત સરકારી યોજનાઓના લાભ માટે પણ રેશનકાર્ડ જરૂરી છે. પરિવારના તમામ સભ્યોના નામ રાશન કાર્ડમાં નોંધાયેલા હોય છે. જો પરિવારમાં નવું બાળક કે નવી પુત્રવધૂ જેવા નવા સભ્યની એન્ટ્રી થઇ હોય તો તેનું નામ રેશનકાર્ડમાં ઉમેરવું જરૂરી છે. તો ચાલો જાણીએ રેશન કાર્ડમાં પરિવારના નવા સભ્યનું નામ ઉમેરવાની સંપૂર્ણ પ્રક્રિયા.

નવા સભ્યનું નામ આ રીતે ઉમેરો રેશન કાર્ડમાં –

– લગ્ન પછી જો પરિવારમાં કોઈ નવો સભ્ય આવે છે, તો પહેલા તેના આધાર કાર્ડમાં અપડેટ કરાવો.
– મહિલા સભ્યના આધાર કાર્ડમાં પતિનું નામ લખવાનું રહેશે.
– આ સાથે સરનામું પણ બદલવું પડશે.
– આધાર કાર્ડમાં અપડેટ કર્યા પછી, સુધારેલા આધાર કાર્ડની નકલ સાથે, ખાદ્ય વિભાગના અધિકારીને રેશન કાર્ડમાં નામ ઉમેરવા માટે અરજી સબમિટ કરવાની રહેશે.
– બાળકનું નામ ઉમેરવા માટે પિતાનું નામ જરૂરી છે.

બાળકો માટે આ ડોક્યુમેન્ટ જરૂરી –

– જો ઘરમાં બાળકનો જન્મ થયો હોય તો પહેલા જન્મેલા બાળકનું આધાર કાર્ડ બનાવવું પડશે.
– આ માટે બાળકના જન્મ પ્રમાણપત્રની જરૂર પડશે.
– ત્યાર પછી, આધાર કાર્ડ સાથે નામ નોંધાવવા માટે અરજી કરવાની રહેશે.

ઓનલાઈન અરજી કેવીરીતે કરી શકશે? –

– ઉપરોક્ત પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી, તમારે તમારી અરજી ઓફિસમાં સબમિટ કરવાની રહેશે.
– તમે ઘરે બેઠા પણ નવા સભ્યોના નામ ઉમેરવા માટે પણ અરજી કરી શકો છો.
– આ માટે, તમારા રાજ્યના ખાદ્ય પુરવઠા વિભાગની ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ.
– જો તમારા રાજ્યમાં સભ્યોના નામ ઓનલાઈન ઉમેરવાની સુવિધા છે, તો તમે આ કામ ઘરે બેઠા કરી શકો છો.

તેથી,જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો કોમેંન્ટ અને શેર કરી તમારા મિત્રોને પણ જરૂર જણાવો.

One thought on “જો તમારા ઘરમાં નવા સભ્યની એન્ટ્રી થઇ હોય તો આ રીતે રેશન કાર્ડમાં ઉમેરાવો નામ, ઘરેબેઠા થઇ જશે પ્રોસેસ,જાણો અહીં સંપૂર્ણ માહિતી.

  • February 17, 2022 at 4:14 pm
    Permalink

    The said online service is yet not functional in Gujarat.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *