કઈ રીતે હેક થાય છે સોશિયલ મીડિયા એકાઉન્ટ, હેકિંગથી બચવા માટે આ ટિપ્સ ફોલો કરો.

કઈ રીતે સોશિયલ મીડિયામાં તમારું એકાઉન્ટને હેક થતા બચાવી શકાય છે, જાણો.

ડિજિટલ યુગમાં ટેક્નોલોજીનો અઢળક ઉપયોગ થઈ રહ્યો છે તો સામે ડિજિટલ ગુનાઓ વધવા લાગ્યા છે. સોશિયલ મીડિયા અકાઉન્ટ હેક થવું આજકાલ એક સાધારણ ઘટના બની ગઈ છે. હેકર્સ એટલા પ્રો થઈ ગયા છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ટ્વિટર અકાઉન્ટ પણ હેક થવા લાગ્યું છે. ૧૧ ડિસેમ્બરે મોડી રાતે બીજી વખત PM મોદીનું સોશિયલ મીડિયા અકાઉન્ટ હેક થયું હતું. આ પહેલાં સપ્ટેમ્બર ૨૦૨૦ માં પણ PM મોદી, જુલાઈમાં જો બાઈડેન, બરાક ઓબામા, બિલ ગેટ્સ અને ઈલોન મસ્કના ટ્વિટર અકાઉન્ટ હેક થયાં છે.

આ દિગ્ગજોના સોશિયલ મીડિયા અકાઉન્ટ હેક થઈ શકે છે તો તમારું સોશિયલ મીડિયા પણ હેક થઈ શકે છે. કંપનીના સુરક્ષાના દાવા છતાં કેવી રીતે સોશિયલ મીડિયા અકાઉન્ટ હેક થઈ જાય છે? ટુ સ્ટેપ વેરિફિકેશન, OTP લોગઈન સહિતની સિક્યોરિટી હોવા છતાં શા માટે અકાઉન્ટ હેક થઈ જાય છે,તો ચાલો જાણીએ વિગતવાર.

હેકર્સ કેવી રીતે તમારું અકાઉન્ટ હેક કરે છે? – સાયબર સિક્યોરિટી એક્સપર્ટના જણાવ્યાનુસાર, હેકર્સ કોઈ પણ સોશિયલ મીડિયા અકાઉન્ટ હેક કરવા માટે એક જેવી રીત જ અપનાવે છે. હેકર્સ સોશિયલ મીડિયા યુઝર્સની આ ૨ ભૂલોનો ફાયદો ઉઠાવે છે:

૧. પ્રથમ ટેક્નિકલ ફ્લોઝ – એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે, તમારા સોશિયલ મીડિયા અકાઉન્ટ જેમ કે ટ્વિટર, ફેસબુક અને લિંક્ડઈન પ્લેટફોર્મનો ઉપયોગ સોશિયલ અને પ્રોફેશનલ રીતે લોકો સાથે કનેક્ટ રહેવા માટે કરવામાં આવે છે. આ બે ભૂલ ને લીધે હેકર્સ અકાઉન્ટ હેક કરી શકે છે. પ્રથમ, જો સોશિયલ મીડિયાની એપ્લિકેશનમાં કોઈ પણ પ્રકારનો લૂપહોલ હોય છે, તો આ જ ટેક્નિકલ ફ્લોઝનો ફાયદો લે છે. જો કે, સોશિયલ મીડિયા કંપનીઓ પાસે સારી ટેક્નિકલ પ્રોફેશનલ ટીમ હોય છે, પરંતુ તેમ છતાં હેકર્સ ટેક્નિકલ લૂપહોલ શોધી લે છે.

૨. ફિશિંગ ટ્રેપ – રિચર્ચર ના જણાવ્યા અનુસાર, બીજી ભૂલ જેનો લાભ હેકર્સ ઉઠાવે છે. તેમાં ઘણી રીતે હેકર્સ લોકોનું ID હેક કરી શકે છે. તેને આ રીતે સમજી શકાય કે હેકર્સ કોલ અથવા મેસેજ કરીને તમારી પાસેથી ફિશિંગ લિંક શેર કરાવે છે. જેવી તમે આ લિંક પર ક્લિક કરશો તો તમે ફેસબુક, ટ્વિટર જેવી દેખાતી સાઇટ પર જતા રહેશો. તેની પર તે લોગઇન કરવાનું કહેશે. જો તમે તેનો શિકાર બનીને લોગઇન કરી નાખશો તો હેકર્સ અકાઉન્ટનો ID અને પાસવર્ડ ચોરી શકે તે સરળતાથી હેક કરી શકાય છે. ઘણીવાર પ્રાઇવસી સેટિંગ બદલવાના નામ પર પણ હેકર્સ OTP માગી શકે છે.

તમારું અકાઉન્ટ હેક થયું છે કે કેમ એ કેવીરીતે જાણવું ? – ગણતરીના સ્ટેપ ફોલો કરી ટ્વિટર અકાઉન્ટ હેક કરવામાં આવ્યું છે કે નહિ તે જાણી શકાય છે. તમે ડિવાઇસની લોગઇનની સંપૂર્ણ ડિટેલ્સ અને અકાઉન્ટની સમગ્ર હિસ્ટ્રી જાણી શકો છો. તમે સોશિયલ મીડિયાના એકાઉન્ટમાં સેટિંગમાં જઈને પ્રાઈવસીમાં ડેટા પરમિશન પર ક્લિક કરી દો,આ રીતે જાણી શકો છો.

હેકર્સનો શિકારથી આ રીતે બચો – એક્સપર્ટ સોશિયલ મીડિયા પર હેકિંગથી બચવા માટે સૌથી વધારે યુઝર્સને જાગૃત રહેવાની સલાહ આપે છે. તેમનું કહેવું છે કે, તમારા સોશિયલ મીડિયા અકાઉન્ટની ડિટેલ્સ કોઈની સાથે શેર કરવાનું ટાળો. જો કોઈ અજાણ્યા નંબર પરથી તમારા મોબાઇલ પર ફોન આવે અને તે તમારી પાસે OTP માગે તો આપશો નહીં. ફિશિંગ લિંકનું ધ્યાન રાખો. એ જ લિંક પર ક્લિક કરો જે ઓથેન્ટિક હોય. કંપનીઓએ પણ તેની એપ્લિકેશનનું રેગ્યુલર ટેસ્ટિંગ એન્ડ ઓડિટિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ટેસ્ટિંગ IT પ્રોફેશનલ પાસે કરાવતાં રહેવું જોઇએ. તેનાં ચેકિંગ માટે થર્ડ પાર્ટી IT કંપનીઓ પાસે પણ રિવ્યૂ કરાવતાં રહેવું જોઇએ.

તો આવી રીતે સોશિયલ મીડિયામાં તમારું એકાઉન્ટને હેક થતા બચાવી શકાય છે.તેથી જો આ માહિતી પસંદ આવી હોય તો કોમેંન્ટ અને શેર કરી તમારા મિત્રોને જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *