NATO શું છે? NATOમાં હાલ કેટલા દેશનો સમાવેશ છે? રશિયા NATO થી કેમ ડરે છે ? જાણો અહીં આ વિશે સંપૂર્ણ માહિતી.

NATO શું છે? NATOમાં હાલ કેટલા દેશનો સમાવેશ છે? તેની કેટલી સેના છે? તેનો પાયો કોણે અને કેવી રીતે નખાયો? જાણો અહીં આ વિશે સંપૂર્ણ માહિતી.

યુક્રેન અને રશિયાની વચ્ચેના યુદ્ધને લીધે ઉત્તર એટલાન્ટિક સંધિ સંગઠન(NATO) ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. તેને દ્વિતીય વિશ્વ યુદ્ધ બાદ સોવિયેત યુનિયનના યુરોપમાં વિસ્તરણના જોખમને રોકવાના ઉદ્દેશ્ય સાથે બનાવવામાં આવ્યું હતું, જેનું નેતૃત્વ અત્યાર સુધી અમેરિકા કરતું આવ્યું છે. શીત યુદ્ધ સમાપ્ત પણ થઈ ગયું, પરંતુ નાટોનું અસ્તિત્વ હજુ કાયમ છે. તેની ભૂમિકાઓમાં બદલાવ જરૂર આવ્યો છે. પરંતુ યુક્રેનની સ્થિતિએ કેટલાક એવા સવાલો ઉભા કર્યા છે જેથી નાટોની ભૂમિકા ફરી ચર્ચામાં આવી ગઈ છે.

ક્યારેક સોવિયેત સંઘનો હિસ્સો રહેલું યુક્રેન NATO સાથે જોડાવા માગે છે, જ્યારે રશિયા પોતાની સુરક્ષાના હિસાબે તેને ખતરનાક માનીને યુક્રેનને એમ કરવાથી રોકવા તેના વિરુદ્ધ યુદ્ધ છેડી ચૂક્યું છે. તો ચાલો જાણીએ કે શું છે NATO? નાટો માં કેટલા દેશો છે

NATO શું છે? – NATOનું આખું નામ નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન છે. આ યુરોપ અને ઉત્તર અમેરિકન દેશોનું એક સૈન્ય તથા રાજકીય ગઠબંધન છે.

NATOની સ્થાપના ૪ એપ્રિલ ૧૯૪૯ ના રોજ થઈ હતી. તેનું હેડ ક્વાર્ટર બેલ્જિયમના બ્રસેલ્સમાં છે.

NATOની સ્થાપના સમયે અમેરિકા સહિત ૧૨ દેશ તેના સભ્ય હતા. અત્યારે NATOના ૩૦ સભ્ય દેશો છે, જેમાં ૨૮ યુરોપિયન અને બે ઉત્તર અમેરિકન દેશ છે. આ સંગઠનની સૌથી મોટી જવાબદારી NATO દેશો અને તેની આઝાદીની રક્ષા કરવાની છે. NATOની કલમ-5 અનુસાર, તેના કોઈપણ સભ્ય દેશ પર હુમલાને NATOના તમામ દેશો પર હુમલો માનવામાં આવશે. ૧૯૫૨ માં NATO સાથે જોડાયેલ તુર્કી તેનો એકમાત્ર મુસ્લિમ સભ્ય દેશ છે.

NATOમાં હાલ કેટલા દેશનો સમાવેશ છે? – NATOમાં ૩૦ દેશોનો સમાવેશ છે. જેમાં, અમેરિકા, બેલ્જિયમ, કેનેડા, ડેનમાર્ક, ફ્રાંસ, આઈસલેન્ડ, ઈટાલી, લક્ઝમબર્ગ, નેધરલેન્ડ, નોર્વે, પોર્ટુગલ, યુનાઈટેડ કિંગ્ડમ તુર્કી, ગ્રીસ, જર્મની, સ્પેન, પોલેન્ડ, પોલેન્ડ, ચેક ગણરાજ્ય બલ્ગેરિયા, લેટિવિયા, લિથુઆનિયા, એસ્ટોનિયા રોમાનિયા, સ્લોવાકિયા, સ્લોવેનિયા, અલ્બાનિયા ક્રોએશિયા, મોન્ટેગ્રો, ઉત્તર મેસેડોનિયા છે.

NATOનો પાયો કોણે અને કેવી રીતે નખાયો?-

– બીજા વિશ્વ યુદ્ધ પછી સોવિયેત સંઘને રોકવા માટે અમેરિકન અને યુરોપિયન દેશોએ એક સૈન્ય ગઠબંધન બનાવ્યું હતું, જેને NATO નામથી ઓળખવામાં આવે છે.

– બીજા વિશ્વયુદ્ધ પછી સોવિયેત સંઘ અને અમેરિકા બે સૌથી મોટી તાકાત બનીને ઊભરી આવ્યા, જે દુનિયા પર પોતાનો દબદબો જાળવી રાખવા ઈચ્છતા હતા. તેનાથી અમેરિકા અને સોવિયેત સંઘના સંબંધો બગડવા લાગ્યા અને તેમની વચ્ચે કોલ્ડ વોરની શરૂઆત થઈ.

– સોવિયેત સંઘની કમ્યુનિસ્ટ સરકાર બીજા વિશ્વયુદ્ધ પછી નબળા પડી ચૂકેલા યુરોપિયન દેશો પર પોતાનું પ્રભુત્વ સ્થાપિત કરવા ઈચ્છતી હતી.

– સોવિયેત સંઘની યોજના તુર્કી અને ગ્રીસ પર પોતાનો દબદબો બનાવવાની હતી. તુર્કી અને ગ્રીસ પર કંટ્રોલથી સોવિયેત સંઘ બ્લેક સી દ્વારા થનારા દુનિયાના વ્યાપારને નિયંત્રિત કરવા માગતું હતું.

– સોવિયેત સંઘની આ વિસ્તારવાદી નીતિઓથી પશ્ચિમી દેશો અને અમેરિકા સાથએના તેના સંબંધો સંપૂર્ણપણે ખરાબ થઈ ગયા.

અંતે યુરોપમાં સોવિયેત સંઘના પ્રસારને રોકવા માટે યુરોપિયન દેશો અને અમેરિકાએ મળીને NATOનો પાયો નાખ્યો.

શું છે NATOનું બજેટ અને તેની સેના કેટલી છે? – NATOની પાસે પોતાની સેના લગભગ ૨૦ હજારની છે પણ તેના તમામ સભ્યોની સેનાઓ મળીને તેની પાસે ૩૦ લાખથી વધુ એક્ટિવ સૈનિકો છે. ૨૦૨૦ માં તમામ NATO સભ્યોને સંયુક્ત સૈન્ય ખર્ચ વૈશ્વિક સૈન્ય ખર્ચના ૫૭%થી વધુ હતો.

NATOનું લક્ષ્ય છે કે તેના તમામ દેશો પોતાના જીડીપીના ૨% સુરક્ષા પર ખર્ચ કરે પણ અત્યાર સુધી માત્ર અમેરિકા, બ્રિટન અને ગ્રીસ જ આ લક્ષ્ય હાંસલ કરી શક્યા છે.

૨૦૧૨ માં NATOના તમામ ૩૦ સભ્ય દેશોનો અંદાજિત સંયુક્ત સંરક્ષણ ખર્ચ ૧૧૭૪ અબડ ડોલર એટલે કે ૮૮.૧૩ લાખ કરોડ રૂપિયાથી વધુ રહ્યું. ૨૦૨૦ માં નાટોના દેશોએ ૧૧૦૬ અબજ ડોલર એટલે કે લગભગ ૮૩ લાખ કરોડ રૂપિયા ખર્ચ કરાયા હતા. ૨૦૨૧ માં NATOના કુલ સૈન્ય ખર્ચમાં સૌથી વધુ ૬૯% યોગદાન અમેરિકાનું હતું અને તેણે એકલા ૮૧૧ અબજ ડોલર એટલે કે લગભગ ૬૦ લાખ કરોડ રૂપિયા ખર્ચ, બાકીના ૨૯ દેશોએ ૩૮૩ અબજ ડોલર એટલે કે ૨૭ લાખ કરોડ રૂપિયા ખર્ચ કર્યા.

સંરક્ષણ ખર્ચ ઉપરાંત, એક આંતરમહાદ્વિપિય રાજકીય ગઠબંધન ચલાવવા માટે NATO વાર્ષિક લગભગ ૩ અબજ ડોલર એટલે કે લગભગ ૨૨,૫૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરે છે. NATOના ૩૦ સભ્ય દેશોનું દુનિયાના GDPમાં લગભગ ૫૦% યોગદાન છે.

તેથી,જો આ માહિતી પસંદ આવી હોય તો કોમેંન્ટ અને શેર કરી તમારા મિત્રોને પણ જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *