આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર્સ એક્ટ (AFSPA) કાયદો શું છે? તેમજ ક્યાં રાજ્યમાં આ કાયદો લાગુ છે?

આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર્સ એક્ટ (AFSPA) કાયદો શું છે? તેમજ ક્યાં રાજ્યમાં આ કાયદો લાગુ છે?,જાણો આ વિશે સંપૂર્ણ માહિતી.

નાગાલેન્ડમાં ૪ ડિસેમ્બરે થયેલા ફાયરિંગમાં ૧૪ લોકોના મોત થયા બાદ સમગ્ર મામલાને લઈને હોબાળો મચી ગયો હતો. આ સાથે જ એક કાયદો ત્યારથી ફરી ચર્ચામાં આવ્યો છે. નાગાલેન્ડના રાજ્યના મુખ્યમંત્રી વતી, જ્યારે આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર્સ એક્ટ બોલ્યા ત્યારે આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર્સ એક્ટ ૧૯૫૮ ને રદ કરવાની માંગ કરવામાં આવી હતી. તો ચાલો તમને જણાવી દઈએ આ કાયદા વિશે

AFSPA શું છે? :- સશસ્ત્ર દળ વિશેષાધિકાર અધિનિયમ અટલે કે AFSPA દેશની સંસદ દ્વારા ૧૯૫૮ માં બનાવવામાં આવેલો કાયદો છે. જેને લઈને સુરક્ષદળોને સબંધિત વિસ્તારમાં કાર્યવાહી કરવા વિશેષાધિકાર આપવામાં આવ્યો હતો. તેના આપેલા વિશેષઅધિકારોમાં મુખ્ય સુરક્ષાદળોને પરવાનગી વિના કોઈ પણ જગ્યાની તપાસ કરવા અને જોખમની સ્થિતીમાં તેને નષ્ટ કરી શકવાની તેમજ મંજૂરી વિના કોઈની ધરપકડ કરવાની અને કાયદાનું પાલન ના કરનાર વ્યક્તિને ગોળી મારવાનો પણ અધિકાર અપવામાં આવ્યો છે. કોઈ પણ વિસ્તારમાં ઉગ્રવાદી તત્વોની ખબર પડે તો તેને સબંધિત રાજ્યના રાજ્યપાલના રિર્પોર્ટના આધાર પર કેન્દ્ર દ્વારા તે વિસ્તારને ‘અશાંત’ જાહેર કરવા AFSPA લાગૂ કરી અને કેન્દ્રીય સુરક્ષાદળને તૈનાત કરવામાં આવે છે.

સેનાને ક્યાં અધિકારો મળે છે.?

– કોઈપણ શંકાસ્પદ વ્યક્તિની સેના કોઈપણ વોરંટ વિના ધરપકડ કરી શકે છે.

– આર્મ્ડ ફોર્સ વોરંટ વિના કોઈપણ ઘરની તપાસ કરી શકે છે અને આ માટે જરૂરી બળનો ઉપયોગ પણ કરી શકે છે.

– આ કાયદા હેઠળ વારંવાર કાયદાનો ભંગ કરવા અને ખલેલ પહોંચાડવા માટે આ કાયદા હેઠળ મૃત્યુ સુધી બળનો ઉપયોગ કરી શકાય છે.

– વાહનને રોકીને સર્ચ કરી શકાય છે.

શું છે AFSPAનો અશાંત ધારો.?

– જ્યારે સંબંધિત રાજ્યની સરકાર તે વિસ્તારને અશાંત વિસ્તાર જાહેર કરે છે ત્યારે અશાંત ધારો લાગુ કરવામાં આવે છે.

– બંધારણમાં અશાંત વિસ્તાર કાયદો એટલે કે ડિસ્ટર્બ્ડ એરિયા એક્ટ છે,

– જે હેઠળ કોઇ વિસ્તારને અશાંત જાહેર કરી શકાય છે.

– જે વિસ્તારને અશાંત જાહેર કરી દેવામાં આવે છે

– આ કાયદો લાગુ કરી શકાય છે અને તે લાગુ થયા બાદ ત્યાં સેના અથવા સશસ્ત્ર દળો મોકલવામાં આવે છે.

– કાયદો લાગુ કરવાનો ફેંસલો અથવા રાજ્યમાં સેના મોકલવાનો ફેંસલો દિલ્હીએ નહીં, રાજ્ય સરકારે કરવો પડે છે.

– જો રાજ્યની સરકાર એવું એલાન કરી દે કે હવે રાજ્યમાં શાંતિ છે તો આ કાયદો આપોઆપ પાછો ખેંચાઇ જાય છે.

– સેના સ્થિતિ જોઇને બેરેકોમાં ચાલી જાય છે.

ક્યાં રાજ્યમાં આ કાયદો લાગુ છે? :- AFSPA કાશ્મીર સિવાય આસામ, નાગાલેન્ડ, મણિપુર અને મિઝોરમ, અરૂણાચલ પ્રદેશ, મેઘાલયમાં પણ આ કાયદો લાગુ છે.

તેથી,જો આ લેખ પસંદ આવ્યો હોય તો કોમેંન્ટ અને શેર કરી તમારા મિત્રોને જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *